પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ૧૦મા દિવસે વધારો

મુંબઈમાં પેટ્રોલનો નવો વિક્રમ ૮૬.૭૨, ડીઝલ ૭૫.૭૪

petrol

પેટ્રોલ અને ડીઝલના ભાવ ગઈ કાલે સતત દસમા દિવસે વધ્યા હતા. નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૧૬ પૈસા વધીને પ્રતિ લીટર ૭૯.૩૧ રૂપિયા પર પહોંચ્યા છે, જ્યારે ડીઝલના ભાવ ૧૯ પૈસા વધીને ૭૧.૩૪ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ ૮૬.૭૨ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાયું હતું, જ્યારે ડીઝલ ૭૫.૭૪ રૂપિયા પ્રતિ લીટર હતું. આજે સવારે ૬ વાગ્યે ભાવમાં ફરી ફેરફાર થઈ ગયા હશે.

પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવને કારણે સ્કૂલ-બસની ફીમાં કદાચ વધારો થશે


પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત દસમા દિવસે વધારો થયો છે. મુંબઈમાં ડીઝલની કિંમત પ્રતિ લીટર ૭૫.૭૪ રૂપિયાએ પહોંચી હોવાથી એની અસર વિદ્યાર્થીઓને પણ થશે. આવતા મહિનાથી સ્કૂલ-બસની ફીમાં ૧૦૦ રૂપિયા વધારવાનો સ્પષ્ટ સંકેત સ્કૂલ-બસ ચાલક માલક અસોસિએશને આપ્યો છે.

ઇંધણમાં ભાવવધારો થતો હોવાથી સ્કૂલ-બસની ફી વધારવા માટે સ્કૂલ-બસના માલિકોએ પ્રયત્નો શરૂ કર્યા છે.

સ્કૂલ-બસની ફીમાં વધારો કરવો જરૂરી હોવાનું અસોસિએશને જણાવ્યું છે. સ્કૂલ-બસની ફીમાં વધારો થયા બાદ દરેક વિદ્યાર્થીઓએ ઑક્ટોબરથી દર મહિને ૧૦૦ રૂપિયા વધુ ચૂકવવા પડશે.

દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતો હોવાથી ફી વધારવી જરૂરી છે. મુંબઈ, ઉપનગર, થાણે, નવી મુંબઈ, કલ્યાણ, પનવેલ અને વસઈ-વિરારમાં આશરે ૮૦૦૦ સ્કૂલ-બસ છે જે ડીઝલ પર ચાલે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK