પાકિસ્તાનની સાકરમાં વેપારી તો કંઈ જ ન કમાયો, પણ રાજકારણીઓને દેશભક્તિનો ઝંડો ફરકાવવાનો ચાન્સ મળી ગયો

પાકિસ્તાનથી સાકર આયાત કરીને એના પર મોટો નફો કમાઈ લેવાના મુંબઈના સાકરના એક વેપારીના મનસૂબા પર સરકારે સો ટકા ઇમ્પોર્ટ-ડ્યુટી લાદીને પાણી ફેરવી દીધું હતું.

sugar

આ વેપારીનો નફો કમાવાનો મનસૂબો તો પાર ન પડ્યો, પણ મહારાષ્ટ્રના અમુક રાજનેતાઓને આ બહાને દેશભક્તિનો ઝંડો ફરકાવવાનો લાભ જરૂર મળ્યો હતો. આમ પણ છેલ્લા થોડા સમયથી નવી મુંબઈની APMC માર્કેટના ગુજરાતી વેપારીઓ મહારાãષ્ટ્રયન રાજનેતાઓના ટાર્ગેટ પર છે. એમાં તેમને સાકરનો મુદ્દો મળી ગયો હતો.

વાત એવી બની છે કે માર્ચ મહિનામાં પાકિસ્તાન સરકારે ત્યાંની સાકર પર સબસિડી જાહેર કરવાથી મુંબઈના સાકરના એક વેપારીએ તેર રૂપિયે કિલોના ભાવે લાખો કિલો સાકર આયાત કરી હતી. આ સાકર આયાત થતાં જ દેશની માર્કેટને ધ્યાનમાં રાખીને સરકારે પાકિસ્તાનની સાકર પર સો ટકા ડ્યુટી લાદી દીધી હતી. આ સિવાય આ સાકરની ગુણવત્તા મહારાષ્ટ્રની સાકરની સરખામણીમાં હલકી હોવાથી એની અહીંની માર્કેટમાં ડિમાન્ડ પણ ઊભી થઈ નહોતી. એનાથી પણ મહત્વની વાત એ છે કે પાકિસ્તાનની સાકરનો મામૂલી જથ્થો જ નવી મુંબઈની APMC માર્કેટમાં પહોંચ્યો હતો. જે વેપારીએ સાકર પાકિસ્તાનથી આયાત કરી હતી તે APMC માર્કેટનો વેપારી પણ નહોતો. આમ છતાં આ માર્કેટના સાકરના વેપારીઓને મહારાષ્ટ્ર નવનર્મિાણ સેનાએ ગઈ કાલે ધાકધમકી આપી હતી.

બીજી બાજુ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે દહિસર પાસેના સાકરના એક ગોદામ પણ હુમલો કરીને પાકિસ્તાનથી આયાત કરેલી બે હજાર ટન સાકરને નુકસાન પહોંચાડ્યું હતું. જિતેન્દ્ર આવ્હાડને દહિસર પાસેના એક ગોદામમાં પાકિસ્તાનની સાકરનો જથ્થો પડ્યો હોવાની જાણકારી મળી હતી. તેથી આ વિસ્તારના અન્ય કાર્યકરોનો સાથ લઈને જિતેન્દ્ર આવ્હાડ સાકરના ગોદામમાં ઘૂસી ગયા હતા. ત્યાં તેમણે પાકિસ્તાનની સાકરની ગૂણીઓ ફાડી નાખીને જમીન પર ઢોળાયેલી બધી જ સાકર પર પાણી નાખી સાકરને નુકસાન પહોંચાડ્યું હતું.

અમે પણ પાકિસ્તાનની સાકર મહારાષ્ટ્રમાં આયાત ન કરવી જોઈએ એવી માગણી સાથે સહમત છીએ એમ જણાવતાં બૉમ્બે શુગર મર્ચન્ટ્સ અસોસિએશનના અધ્યક્ષ અશોક જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાકિસ્તાનથી સાકર આયાત કરનારા વેપારીએ અમારા અસોસિએશનને અજાણ રાખીને સાકરની આયાત કરી હતી. આ વેપારીને સસ્તામાં સાકર મળતી હોવાથી તેનો મનસૂબો કમાણી કરવાનો હતો. જોકે આ વેપારી તેના મનસૂબામાં સફળ થયો નહોતો. તેણે આયાત કરેલી સાકર પર સરકારે જ પહેલાં ફટકો મારી દીધો હતો. સરકારે પાકિસ્તાનની સાકર પર સો ટકા ડ્યુટી વસૂલ કરી હતી જેને પરિણામે આ વેપારીનું ગણિત ખોટું પડ્યું હતું. આ આખો બનાવ માર્ચ મહિનામાં બન્યો હતો. એમાંથી મામૂલી જથ્થો APMC માર્કેટમાં આવ્યો હતો. જોકે હલકી ગુણવત્તાને લીધે એની પણ ડિમાન્ડ નહોતી.’

આ સાકર આયાત થવાથી મહારાષ્ટ્રના ખેડૂતોને કે અહીંના સાકરના વેપારીઓને કોઈ રીતે નુકસાન થવાની સંભાવના નહોતી એમ જણાવીને નવી મુંબઈના સાકરના વેપારીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારે સો ટકા ડ્યુટી વસૂલ કરતાં અહીંની હોલસેલ માર્કેટ કરતાં એના ભાવ ઊંચા જતા હતા. હલકી ગુણવત્તા અને ભાવની સરખામણી અહીંની માર્કેટમાં થઈ શકે એમ જ નહોતી. જોકે એ વેપારીની ભૂલને કારણે APMCની સાકર માર્કેટના સાકરના વેપારીઓ વગર વાંકે રાજકારણીઓનો ટાર્ગેટ બની ગયા હતા.’ 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK