મલ્ટિપ્લેક્સમાં વેચાતી ફૂડ-આઇટમો થઈ સસ્તી

બહારથી ખાદ્ય પદાર્થ લઈ જવા બાબતે આઠ ઑગસ્ટે કોર્ટનો આદેશ આવવાની જોવાઈ રહી છે રાહ : MNS દ્વારા વિવિધ સ્થળે રિયલિટી ચેક

MNS

પ્રીતિ ખુમાણ ઠાકુર

મહારાષ્ટ્રમાં મલ્ટિપ્લેક્સ અને મૉલમાં લોકો દ્વારા બહારથી ખાદ્ય પદાર્થ લઈ જવાની સાથે થિયેટરની અંદર વેચાતી વસ્તુઓ અનેકગણી કિંમતે વેચવાની બાબતે મુંબઈ હાઈ કોર્ટે સવાલ ઉપસ્થિત કર્યા બાદ આંદોલન કરવામાં આવી રહ્યાં હતાં, પરંતુ ગઈ કાલથી એટલે કે પહેલી ઑગસ્ટથી બહારના ખાદ્ય પદાર્થ સાથે થિયેટરમાં વેચાતી વસ્તુઓ વાજબી દરે મળશે એવી ચર્ચા થઈ રહી હતી. એથી ‘મિડ-ડે’એ પણ એ વિશે ગઈ કાલે ઘણી જગ્યાએ તપાસ કરી હતી તેમ જ MNSના પદાધિકારીઓ અને કાર્યકરોએ પણ ઘણાં થિયેટરોમાં રિયલિટી ચેક કરતાં એ સામે આવ્યું હતું કે થિયેટરમાં મળતા ખાદ્ય પદાર્થોની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે બહારથી ખાદ્ય પદાર્થ લઈ જવા વિશે કોર્ટનું હિયરિંગ ૮ ઑગસ્ટે હોવાથી એ દિવસે કોર્ટ શું નિર્ણય લે છે એ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. એથી ગઈ કાલે લોકોએ ભાવ ઓછા થયાનો લાભ લીધો હતો, પરંતુ બહારનું ફૂડ લઈ જવા માટે હજી થોડી રાહ જોવી પડશે એવું લાગી રહ્યું છે.

કાંદિવલીના MNSના પદાધિકારી હેમંત કાંબળેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે કાંદિવલીના પ્રખ્યાત ગ્રોવેલ્સ મૉલમાં તપાસ કરી હતી ત્યારે ત્યાં ભાવ ઓછા કર્યા હોવાનું અમને જણાવ્યું હતું. પૉપકૉર્નના ભાવ ૨૪૦ રૂપિયાથી ઘટાડીને ૧૫૦ રૂપિયા અને સમોસાના ભાવ ૧૨૦ રૂપિયાથી ઘટાડીને ૮૦ રૂપિયા કરવામાં આવ્યા છે. એથી મૂવી જોવા આવતા લોકોને મોટી રાહત મળી છે. જોકે બહારથી ખાદ્ય પદાર્થ લાવવા વિશે ૮ ઑગસ્ટે કોર્ટમાં હિયરિંગ થયા બાદ એ અનુસાર કામ કરશે.’

ગોરાઈના MNSના પદાધિકારી પ્રસાદ કુલાસ્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘MNSના કાર્યકરો, મહિલા સેલનાં અધ્યક્ષ સુપ્રિયા રાણે અને અમે બધા રઘુલીલા મૉલમાં આવેલા આઇનૉક્સમાં તપાસ કરવા પહોંચ્યાં હતાં. ત્યાં જઈને અમે સમોસા ખરીદ્યા હતા. સમોસામાં ૩૦ રૂપિયા કિંમત ઓછી કરવામાં આવી હતી. પૉપકૉર્નમાં ૪૦ રૂપિયા ઓછા કરવાની સાથે ૧૦૦ રૂપિયાનો એક નાનો પૉપકૉર્ન કપ શરૂ કરવામાં આવ્યો છે. અમે જાતે આ વસ્તુઓની ખરીદી કરીને બિલ લઈને આ વિશે ખાતરી કરી હતી, જ્યારે કોર્ટમાં રિટ પિટિશન કરી હોવાથી ૮ ઑગસ્ટે કોર્ટ શું નિર્ણય લે છે એ અનુસાર બહારના ખાદ્ય પદાર્થો લઈ જવા વિશે કામ કરવામાં આવશે. જોકે મનફાવે એ રીતે લોકોની જે લૂંટ થતી હતી એ બંધ થતાં ઉપસ્થિત લોકોએ પણ અમને રાહત અનુભવી હોવાનું જણાવ્યું હતું.’

મીરા-ભાઈંદરના MNSના પદાધિકારી શાન પવારે ‘મિડ-ડે’ને થિયેટરમાં ખાદ્ય પદાર્થના ભાવ ઓછા થયા કે નહીં એ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘અન્ય ભાગની જેમ દહિસર ચેકનાકા પાસે આવેલા ઠાકુર મૉલમાં પણ પૉપકૉર્નના ૨૪૦ રૂપિયાથી ૧૩૦ રૂપિયા કરવામાં આવ્યા છે, જ્યારે સમોસામાં ૩૦ રૂપિયા ઓછા કરવામાં આવ્યા છે. ઉપરાંત મીરા રોડના સિનેમૅક્સમાં પણ પૉપકૉર્નના ૨૪૦થી ૧૪૦ રૂપિયા કરવાની સાથે અન્ય વસ્તુઓના ભાવ પણ ઓછા કર્યા છે. ફક્ત બહારનું ફૂડ અલાઉડ કરવામાં આવ્યું નથી અને નર્દિેશ આવ્યા બાદ એ વિશે પણ બદલાવ કરવામાં આવશે એ વિશે ખાતરી અપાઈ હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK