રામ કદમની ધરપકડ નહીં થાય તો પોલીસ-સ્ટેશનમાં જ આત્મદહન

NCPના કાર્યકરોનાં પોલીસ-સ્ટેશનમાં દિવસ-રાત ધરણાં : MNSનું રામ કદમના ઘર સામે રસ્તારોકો : ધરપકડની માગણી સાથે બધા રાજકીય પક્ષોના ચાલુ રહ્યા પોલીસ-સ્ટેશન પર મોરચા

ram kadam1

રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ના BJPના વિધાનસભ્ય રામ કદમ સામે ગુનો નોંધીને આજે બપોર સુધીમાં તેમની ધરપકડ નહીં કરવામાં આવે તો આજે NCP અને કૉન્ગ્રેસના કાર્યકરો ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં આત્મદહન કરશે. આવી ધમકી ગઈ કાલે રાતે NCPનાં વિધાનસભ્ય વિદ્યા ચવાણ અને મુંબઈ કૉન્ગ્રેસનાં મહિલા અધ્યક્ષ અજન્તા યાદવે ઉચ્ચારી હતી. આ બન્ને પક્ષની મહિલાઓ અને તેમની અન્ય કાર્યકરો છેલ્લા બે દિવસથી રામ કદમની ધરપકડ કરવાની માગણી સાથે દિવસ-રાત ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં ધરણાં કરી રહી છે.

માફી માગી હોય તો પણ રાજીનામું

આ પહેલાં છોકરીને ભગાડી જવામાં રામ કદમ મદદ કરશે એવા નિવેદનનો ગઈ કાલે સાંજે સાડાપાંચ વાગ્યે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના યુવાનોએ પણ વિરોધ કર્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો ભારતીય જનતા યુવા મોરચા સાથે સંયુક્ત પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. ઘાટકોપર રેલવે-સ્ટેશનની બહાર યુવાનોએ રામ કદમના રાજીનામાની માગણી કરતા નારા લગાડ્યા હતા તેમ જ રામ કદમના ફોટો પર કાળાશ લગાડીને રામ કદમની જાહેરાત સામે તેમનો રોષ વ્યક્ત કર્યો હતો.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના યુવાનોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નો નારો લગાડીને દેશનીબહેન-દીકરીઓને સુરક્ષા આપવાની વાતો કરે છે, જ્યારે BJPના વિધાનસભ્ય રામ કદમ જાહેરમાં બહેન-દીકરીઓને ભગાડી જવાની વાત કરીને પાર્ટી પર કલંક લગાડી રહ્યા છે. આવા વિધાનસભ્યને માફી માગવા છતાં સરકારે તેમની પાસે રાજીનામું માગી લેવું જોઈએ. અમે રામ કદમ રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રાખીશું.’

ધરપકડની જોરદાર અફવા

બધા જ રાજકીય પક્ષોએ ગઈ કાલે પણ ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં રામ કદમની ધરપકડ કરવા માટે સતત માગણી કરી હતી. એના માટે સવારથી જ રસ્તારોકો, પોલીસ-સ્ટેશનમાં ધરણાં અને મોરચા યોજવામાં આવ્યાં હતાં. જોકે પોલીસ પર એની કોઈ જ અસર થઈ નહોતી, જેને કારણે ગઈ કાલે પણ ઘાટકોપર પોલીસ-સ્ટેશનના વિસ્તારમાં વાતાવરણ ગરમ રહ્યું હતું. એની સાથે રામ કદમની ધરપકડ પોલીસ થોડી વારમાં જ કરશે એવી અફવા જોરમાં હતી, પરંતુ રાત સુધી ઘાટકોપર પોલીસે રામ કદમની વિરુદ્ધમાં ગુનો પણ નોંધ્યો નહોતો.

આત્મદહનની ધમકી


નારાજ થયેલા રાજકીય કાર્યકરોએ આજે ઘાટકોપર પોલીસ રામ કદમ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ નહીં કરે તો પોલીસ-સ્ટેશનમાં સામૂહિક આત્મદહન કરવાની ધમકી આપી હતી. આ બાબતની માહિતી આપતાં NCPનાં વિધાનસભ્ય વિદ્યા ચવાણ અને મુંબઈ કૉન્ગ્રેસનાં મહિલા અધ્યક્ષ અજન્તા યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા દિવસ-રાતના આંદોલનની ઘાટકોપર પોલીસ પર અસર નથી થતી. પહેલાં અમને પોલીસે કહ્યું હતું કે તેઓ આખા બનાવની તપાસ કરીને સરકારી વકીલ સાથે વાત કરીને રામ કદમ સામે ગુનો નોંધશે. ગઈ કાલે અમને કહેવામાં આવ્યું કે અમને રામ કદમ સામે ગુનો નોંધવા માટે ઉપરથી આદેશ નથી. સાંજ થતાં થોડી વારમાં જ રામ કદમની ધરપકડ કરવામાં આવશે એવા તેમના એક અધિકારીએ અમને સમાચાર આપ્યા હતા. એથી અમે અમારા નારા પણ ઠંડા કરીને ધરણાં ચાલુ રાખ્યાં હતાં. જોકે પોલીસ આ મુદ્દો ગંભીર હોવા છતાં ખૂબ જ શાંતિથી કાર્ય કરીને ટાઇમપાસ કરી રહી છે. એથી હવે અમે તેમને આજ સવાર સુધીનો ધરપકડ કરવા માટેનો સમય આપ્યો છે. એમાં પોલીસ નિષ્ફળ જશે તો અમે પોલીસ-સ્ટેશનમાં સામૂહિક આત્મદહન કરીશું.’

ગઈ કાલે મોડી સાંજે ઝોન-૬ના ડેપ્યુટી પોલીસ-કમિશનર શહાજી ઉમપ આંદોલન કરનારા કાર્યકર્તાઓને મળવા આવ્યા હતા અને પોલીસ-સ્ટેશનની સામે થઈ રહેલા આંદોલનને પાછું ખેંચી લેવાની અપીલ કરી હતી ત્યારે તેમને એવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે આજે બપોર સુધીમાં રામ કદમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોલીસ-સ્ટેશનના પ્રાંગણમાં સામૂહિક આત્મદહન કરવામાં આવશે અને એ માટે કાર્યકર્તા બહાર પણ નહીં જાય, પોલીસ-સ્ટેશનમાં ઊભાં રાખેલાં વાહનોનું પેટ્રોલ કાઢીને એનાથી જ અãગ્ïનસ્નાન કરશે.

ram kadam

દિવસ-રાતનાં ધરણાં

આ અગાઉ ગઈ કાલે રાત સુધી ‘સરકાર હમ સે ડરતી હૈ, પુલીસ કો આગે કરતી હૈ,’ ‘અટક કરા, અટક કરા, રામ કદમચી અટક કરા’ના નારાઓની વચ્ચે ગઈ કાલે પણ ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં બધા જ રાજકીય પક્ષોએ તેમનાં ધરણાં અને મોરચાબંધી ચાલુ રાખ્યાં હતાં.

NCPની મહિલાઓએ અને અન્ય કાર્યકરોએ બુધવારે બપોરથી ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં તેમનાં ધરણાં દિવસ-રાત ચાલુ જ રાખ્યાં હતાં. બપોર પછી કૉન્ગ્રેસની મહિલા કાર્યકરોએ પણ પોલીસ-સ્ટેશનમાં ધરણાં કયાર઼્ હતાં અને રામ કદમની ધરપકડ કરવા માટે નારા લગાડ્યા હતા.

પોલીસ-સ્ટેશનના પરિસરમાં રહીશું


NCPના કાર્યકરોએ કહ્યું હતું કે ‘જ્યાં સુધી પોલીસ રામ કદમ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ નહીં કરે ત્યાં સુધી અમારાં ધરણાં પોલીસ-સ્ટેશનમાં ચાલુ જ રહેશે. ત્યાં સુધી અમે પોલીસ-સ્ટેશનના પરિસરમાં જ રહીશું. અમે બુધવારે રાતના પોલીસ-સ્ટેશનમાં જ રોકાયા હતા અને ગુરુવારની રાત પણ ત્યાં રોકાઈશું.’

બુધવારે જ NCPનાં મહિલા વિધાનસભ્ય વિદ્યા ચવાણે કહ્યું હતું કે ‘અમારી માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમારું રામ કદમના વિરોધનું અને તેમની ધરપકડની માગણી માટેનું આંદોલન ચાલુ જ રહેશે.’

MNSનું રસ્તારોકો આંદોલન

પોલીસે સવાર સુધી રામ કદમ સામે ગુનો ન નોંધતાં MNSના કાર્યકરોએ ગઈ કાલે સવારે રામ કદમના ઘરની સામે આર-સિટી મૉલની બહાર અડધો કલાક સુધી રસ્તારોકો આંદોલન કર્યું હતું. ત્યાર પછી મહિલા સહિતના સેંકડો કાર્યકરો રામ કદમની ધરપકડની માગણી કરતો ઘાટકોપર પોલીસ-સ્ટેશન પર મોરચો લઈ ગયા હતા, જ્યાં તેમણે અને NCPના કાર્યકરોએ સાથે મળીને રામ કદમની ધરપકડની માગણી કરતા નારા લગાડ્યા હતા.

ઘાટકોપરમાં ગઈ કાલે રામ કદમના ફોટો પર કાળો રંગ લગાડી રહેલો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો એક યુવાન.

ઘાટકોપર (વેસ્ટ)ના આર-સિટી મૉલની બહાર ગઈ કાલે MNSના કાર્યકરોનું રસ્તારોકો આંદોલન.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK