ગાંધી જયંતીના દિવસે રેલવેમાં ઓન્લી વેજિટેરિયન

મહાત્માની ૧૫૦મી જયંતી નિમિત્તે સ્ટફ પરાઠા, કુલચા અને પનીરની વરાઇટી હશે : ૧૫ સપ્ટેમ્બરથી રેલવેમાં સ્વચ્છતા-ઝુંબેશ

gandhiji

મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીના જન્મદિને ભારતીય રેલવે પૅસેન્જરોને એક મોટી સરપ્રાઇઝ આપવા જઈ રહી છે. આ દિવસે દેશની બધી જ ટ્રેનોમાં ફક્ત વેજિટેરિયન ખાદ્ય પદાર્થો પીરસવામાં આવશે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ઇન્ડિયન રેલવે દ્વારા જે વિવિધ યોજનાઓ ઘડવામાં આવી છે એમાં ૧૫ સપ્ટેમ્બરથી લઈને બીજી ઑક્ટોબર સુધી સ્વચ્છતા-ઝુંબેશ ચલાવવી, ડિજિટલ મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીના આઝાદીની લડતમાં યોગદાન વિશેની સચિત્ર માહિતી આપવી વગેરે છે.

રેલવેમાં કેટરિંગનું કામ સંભાળતા ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જે પ્રવાસીઓ પહેલી ઑક્ટોબરે ટ્રેનમાં બેસવાના હશે તેમને નૉન-વેજ ભોજનનો વિકલ્પ મળશે અને તેઓ ટિકિટની સાથે એનું બુકિંગ પણ કરાવી શકશે, પરંતુ જો તેમનો પ્રવાસ બીજી ઑક્ટોબરે ચાલુ રહેશે તો ગાંધી જયંતીના દિવસ તેમણે શાકાહારી ભોજન જ કરવું પડશે. ત્રીજી ઑક્ટોબરે ફરીથી નૉન-વેજનો ઑપ્શન ઉપલબ્ધ થશે.

IRCTC દ્વારા ગાંધી જયંતી નિમિત્તે શાકાહારી ભોજનનું મેનુ પણ તૈયાર કરી રાખવામાં આવ્યું છે. આ દિવસે પૅસેન્જરોને સ્ટફ પરાઠા, કુલચા, પનીરની અલગ-અલગ ડિશો અને શાકાહારી ડિઝર્ટની વિવિધતા માણવા મળશે.

સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવે ડિજિટલ મ્યુઝિયમ પણ તૈયાર કરશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને લોનાવલા રેલવે-સ્ટેશન પર ડિજિટલ મ્યુઝિયમ બનાવવામાં આવશે અને એમાં સ્વાતંત્ર્યસંગ્રામ સંબંધી માહિતીની સાથે જ ભારતીય રેલવેનો ઇતિહાસ પણ દેખાડવામાં આવશે. દેશમાં પહેલી પૅસેન્જર ટ્રેન બોરીબંદર રેલવે-સ્ટેશનથી થાણે રેલવે-સ્ટેશન વચ્ચે દોડાવવામાં આવી હતી એનો પણ સમાવેશ આ ડિજિટલ મ્યુઝિયમમાં કરવામાં આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK