મહિને ૧૦ ટકા વ્યાજની લાલચમાં ૧૫૦૦ લોકોને ૩૦ કરોડનો ફટકો

રાતોરાત રફુચક્કર થયેલા ઑનલાઇન કંપનીના બે માલિકોની ધરપકડ, સૂત્રધાર ન પકડાય ત્યાં સુધી પૈસાનો નહીં લાગે પત્તો

chetarpinidમમતા પડિયા

૧૫૦૦થી વધુ લોકોના ૩૦ કરોડથી વધુ રૂપિયા પચાવી પાડવાના આરોપસર ઑનલાઇન ઇન્વેસ્ટમેન્ટ અને લોન કંપનીના સીઈઓ અને વાઇસ-પ્રેસિડન્ટને કલકત્તા તેમ જ આસામમાંથી પકડી પાડીને જેલભેગા કરવામાં આïવ્યા છે. આ રૅકેટમાં સુમિત શર્મા ઉર્ફે જહાન અખ્તર ખાન અને સુમૈલ ખાન ઉર્ફે સમીરની ધરપકડ કરવામાં આવી છે. જોકે રૅકેટનો મુખ્ય આરોપી રાહુલ સક્સેના હજી સુધી પોલીસપહોંચની બહાર છે.

ગત વર્ષે શરૂ થયેલી ઑનલાઇન ક્વિર્કી ટેક્નૉલૉજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ઇન્વેસ્ટમેન્ટથી માંડીને લોન આપવા માટે લોભામણી ઑફર આપતી જાહેરાત અનેક સાઇટ પર અને અખબારોમાં આપી હતી. એ ઉપરાંત કંપનીમાં મૅનેજરની પોસ્ટ માટે પણ યુવાનોને સારા કમિશન સાથે સૅલેરીની જાહેરાત આપવામાં આવી હતી. રોકાણકારને દસ ટકા વ્યાજ આપવાની લાલચ તેમ જ લોન લેનાર માટે સરળ શરત આપવામાં આવી હતી. ઇન્ટરનેટ પર કંપનીની જાહેરાત તેમ જ પૉલિસી માટે વપરાયેલી ઈમ્પ્રેસિવ અંગેþજી વાંચીને કોઈને પણ અંદાજ ન આવી શકે કે આ ત્રણેય આરોપી બારમી પાસ પણ નથી.

શરૂઆતના ત્રણ મહિના સિસ્ટમૅટિક ચાલેલી આ કંપનીનો છબરડો ઑગસ્ટ મહિનામાં સામે આવ્યો હતો. રોકાણકારોએ અનેક મીટિંગ કરીને ૨૦ ઑગસ્ટથી સાકીનાકા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવાનું શરૂ કર્યું હતું અને હજી પણ પોલીસને આ કંપની વિરુદ્ધ ફરિયાદ મળી રહી છે. 
આ કંપનીના મોટા ભાગે રોકાણકાર લોઅર મિડલ ક્લાસના નાગરિકો છે એમ જણાવીને સાકીનાકા પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુનીલ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દસ ટકા વ્યાજ મેળવવાની લાલચમાં કેટલાક નાગરિકોએ તો પોતાનાં ઘર વેચી દીધાં હતાં, કેટલાકે ઉધાર પૈસા લઈને રોકાણ કર્યું હતું અને અનેક લોકોએ સોનાના દાગીના વેચી દીધા હતા.  ૧૫૦૦ જેટલા રોકાણકારો થઈ જતાં તેમને ત્રણ મહિના સુધી યોગ્ય રીતે વ્યાજ અને કર્મચારીઓને પગાર આપવામાં આવ્યાં હતાં. જુલાઈ-૨૦૧૮માં આ ઑનલાઇન કંપનીમાં તાળાં લાગી જતાં રોકાણકારો અને કર્મચારીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી.’


કોટક મહિન્દ્ર બૅન્કમાં ફ્રૉડ કંપનીનો ૩૦ કરોડ રૂપિયાથી વધુનો વ્યવહાર થયો હતો એમ જણાવીને ઇન્સ્પેક્ટર સુનીલ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૫૦૦ લોકોનાં નામ પર ૩૫૦૦ અકાઉન્ટ કંપનીએ ખોલાવ્યાં હતાં. રોકાણકાર માટે ૫૦૦ રૂપિયા રજિસ્ટેÿશન-ફી અને કરજ લેનાર પાસે ૧૦૦ રૂપિયા ફી લેવામાં આવતી હતી. ત્યાર બાદ પૈસાના અનુરૂપ ફી રાખવામાં આવી હતી. અમને મળેલી ફરિયાદને આધારે આ ત્રિપુટીનો ઇતિહાસ મેળવવામાં આવ્યો હતો જેમાં તેમના ફરાર માસ્ટરમાઇન્ડ વિરુદ્ધ બાંગુરનગર અને આંબોલી પોલીસ-સ્ટેશનમાં આવા પ્રકારની છેતરપિંડીના કેસ નોંધાયેલા હતા. સુમિત અને સુમૈલના પરિવાર, મિત્રોની પૂછપરછ કરવામાં આવી હતી. દરમ્યાન બાતમીદાર પાસેથી મળેલી માહિતી તેમ જ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને કલકત્તામાં છુપાયેલા સુમિત અને આસામમાંથી સુમૈલની ધરપકડ કરવામાં આવી હતી. હજી સુધી આ કેસમાં રિકવરી થઈ નથી અને સૂત્રધાર મળશે ત્યારે જ પૈસા વિશે જાણકારી મળશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK