સેન્ટ્રલાઇઝ્ડ પ્રોસેસમાં NM કૉલેજમાં ઍડ્મિશન મળ્યું તો પણ પ્રવેશ ન અપાયો

NM કૉલેજની મનમાની સામે ધરણાં પર બેસેલા ૧૧ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોડી રાતે જુહુ પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ ઉઠાડીને ઘરે મોકલી આપ્યા હતા.


ઑનલાઇન ઍડ્મિશનથી વંચિત રહી ગયેલા ૭૬,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલાઇઝ્ડ ઍડ્મિશન સિસ્ટમને દોષ આપવામાં આવતાં આ વિદ્યાર્થીઓને ઍડ્મિશન આપવા માટે ઍડ્મિશનનો સ્પેશ્યલ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ રાઉન્ડ રાખવામાં આવ્યો હતો અને આ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને ઍડ્મિશન આપવામાં આવ્યાં હતાં, પરંતુ આ રાઉન્ડમાં ઍડ્મિશન મેળવનારા ૧૧ વિદ્યાર્થીઓને વિલે પાર્લે‍ની જાણીતી NM કૉલેજે પોતાને ત્યાં ઍડ્મિશન આપવાનો ઇનકાર કરીને સેન્ટ્રલાઇઝ્ડ ઍડ્મિશન સિસ્ટમ અને રાજ્યના શિક્ષણ ખાતાની હાંસી ઉડાવી હતી. NM કૉલેજની મનમાની સામે ધરણાં પર બેસેલા ૧૧ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોડી રાતે જુહુ પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ ઉઠાડીને ઘરે મોકલી આપ્યા હતા. આ મુદ્દે આ વાલીઓ આજે શિક્ષણપ્રધાન વિનોદ તાવડેને મળવાના છે.

દસમા ધોરણમાં ૮૩ ટકા મેળવનારા પાર્થ ડિડવાણિયાને ગઈ કાલે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ રાઉન્ડમાં NM કૉલેજમાં ફર્સ્ટ યર જુનિયર કૉલેજ (FYJC)માં ઍડ્મિશન મળ્યું ત્યારે તે ખુશ થઈ ગયો હતો, પરંતુ જ્યારે તે કૉલેજમાં પહોંચ્યો ત્યારે તેનાં સપનાં ચૂર થઈ ગયાં હતાં. કૉલેજ વહીવટી તંત્રે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમમાં ભલે તમને ઍડ્મિશન મળ્યું હોય, પરંતુ અમારી કૉલેજના ઍડ્મિશનના માપદંડમાં તમે બેસતા ન હોવાથી તમને ઍડ્મિશન આપવામાં નહીં આવે.

પાર્થની જેવા બીજા ૧૦ વિદ્યાર્થીઓને પણ આવી જ વાત સાંભળવા મળી હતી. આને પગલે ૧૧ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ NM કૉલેજની બહાર ધરણાં પર બેઠા હતા. પાર્થના પપ્પા અજય ડિડવાણિયાએ કહ્યું હતું કે ‘ઑનલાઇન સિસ્ટમમાં ઍડ્મિશન મYયા બાદ જ્યાં ઍડ્મિશન મળ્યું હોય એ કૉલેજમાં રવિવાર પહેલાં ઍડ્મિશન કન્ફર્મ કરવાનું જણાવવામાં આવ્યું હોવાથી અમે સવારે ૧૧ વાગ્યાથી કૉલેજમાં પહોંચી ગયા હતા, પરંતુ ઍડ્મિશન નહોતું આપવામાં આવ્યું. કૉલેજને ૮૭ ટકાથી વધુ માર્ક હોય એવા જ વિદ્યાર્થી જોઈએ છે.’

અન્ય એક વિદ્યાર્થીના પપ્પા પ્રવેશ શર્માએ કહ્યું હતું કે ‘ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ રાઉન્ડમાં ૩૫ ટકાથી વધુ માર્ક મેળવનારા અને કોઈ પણ કૉલેજમાં ઍડ્મિશન ન મળ્યું હોય એવા બધા જ વિદ્યાર્થી અપ્લાય કરી શકે છે તો હવે કૉલેજ કેવી રીતે કહી શકે કે અમને ફક્ત ૮૭ ટકાથી વધુ માર્કવાળા જ વિદ્યાર્થી જોઈએ.’

આ મુદ્દે ડેપ્યુટી ડિરેક્ટર ઑફ એજ્યુકેશન રાજેન્દ્ર આહિરેનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે આ બનાવ વિશે આઘાત વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ રાઉન્ડમાં સીટ ફાળવવામાં આવ્યા બાદ કૉલેજ ઍડ્મિશન આપવાની ના ન પાડી શકે. આ રાઉન્ડમાં કોઈ મેરિટ કટ-ઑફ હોતું નથી. અમે આ કેસ વિશે તપાસ કરીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK