બુલેટ ટ્રેનનું ભાડું ૨૫૦થી ૩૦૦૦ રૂપિયા જેટલું હશે

પ્રોજેક્ટનું કન્સ્ટ્રક્શન આ વર્ષે ડિસેમ્બર મહિનામાં શરૂ થાય એવી શક્યતા

bullet

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે ૨૫૦ રૂપિયાથી ૩૦૦૦ રૂપિયા જેટલું ભાડું ચૂકવવું પડશે. પ્રવાસના સ્થળ અનુસાર પ્રવાસીઓએ આટલું ભાડું ચૂકવવું પડશે એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. જોકે આ ભાડું હજી નક્કી નથી થયું, પરંતુ ટિકિટના દર આટલા હોય એવી શક્યતા છે.

મુંબઈથી અમદાવાદ સુધીની બુલેટ ટ્રેનની ટિકિટનું ભાડું ૩૦૦૦ રૂપિયા જેટલું હોઈ શકે જ્યારે BKC અને થાણે દરમ્યાનનું ભાડું ૨૫૦ રૂપિયા જેટલું હોઈ શકે. ટ્રેનમાં એક બિઝનેસ-ક્લાસ પણ હશે જેનું ભાડું ૩૦૦૦ રૂપિયા કરતાં વધુ હશે. બુલેટ ટ્રેનની સફર ફ્લાઇટ કરતાં વધુ આરામદાયક હશે તેમ જ ઓછા સમયમાં પૂરી થશે. જો ઍરપોર્ટ સુધી પહોંચવાનો, ત્યાંથી બોર્ડિંગ પાસ લેવાનો, સિક્યૉરિટી ચેક વગેરેનો સમય ગણતરીમાં લઈએ તો બુલેટ ટ્રેનમાં વધુ જલદી પ્રવાસ પૂરો થશે.

BKC અને થાણે દરમ્યાન પ્રવાસ કરવા માટે ઓછામાં ઓછો દોઢ કલાક લાગે છે અને ટૅક્સીમાં તમારે એ માટે ઓછામાં ઓછા ૬૫૦ રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે બુલેટ ટ્રેનમાં માત્ર ૨૫૦ રૂપિયા ચૂકવીને ૧૫ મિનિટમાં આ પ્રવાસ પૂરો કરી શકાશે.

બુલેટ ટ્રેનમાં ૧૦ સ્ટાન્ડર્ડ કોચ હશે જેમાંથી એક બિઝનેસ-ક્લાસ હશે જેમાં ભોજન કૉમ્પ્લીમેન્ટરી હશે એટલે કે કોઈ પણ વધારાના પૈસા વસૂલ કર્યા વિના એ પીરસવામાં આવશે, જ્યારે અન્ય કોચમાં એના પૈસા વસૂલીને ભોજન પીરસવામાં આવશે. આ પ્રોજેક્ટનું કન્સ્ટ્રક્શન આ વર્ષે ડિસેમ્બર મહિનામાં શરૂ થાય એવી શક્યતા છે. ત્યાં સુધી પ્રોજેક્ટ માટે જમીન હસ્તગત કરવાની પ્રક્રિયા પણ પૂરી થઈ જવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ માટે સરકારને ૧૪૧૫ હેક્ટર જમીનની જરૂર છે અને સરકારે એ માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવાના રહેશે. મહારાષ્ટ્ર સરકારે જમીન હસ્તગત કરવા વિશેનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે અને જે પણ તેમની જમીન આપવા રાજી થશે તેમને જમીનના માર્કેટ-રેટ કરતાં ૨૫ ટકા વધુ ભાવ સરકાર આપશે. આ પ્રોજેક્ટને કારણે ત્રણથી ચાર હજાર લોકોને નોકરી મળશે જ્યારે પ્રોજેક્ટના કામ માટે ત્રીસથી ચાલીસ હજાર વર્કરને કામે રાખવામાં આવશે. આ પ્રોજેક્ટ પર ૮૦ જૅપનીઝ અત્યારે કામ કરી રહ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy