ભરઊંઘમાં મહિલાએ પતિ સમજીને જેની સાથે સેક્સ માણ્યું તે પાડોશી નીકળ્યો

પતિ સમજીને સ્થાનિક વિસ્તારના માણસ સાથે સેક્સ માણનારી મહિલાએ પવઈ પોલીસમાં આરોપી વિરુદ્ધ રેપનો કેસ નોંધાવ્યો છે.

wife sex


આસિફ રીઝવી

પતિ સમજીને સ્થાનિક વિસ્તારના માણસ સાથે સેક્સ માણનારી મહિલાએ પવઈ પોલીસમાં આરોપી વિરુદ્ધ રેપનો કેસ નોંધાવ્યો છે. એના આધારે પવઈ પોલીસે ૩૨ વર્ષના વિશ્વનાથ કોકીન ઉર્ફે‍ વિષ્ણુની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતાં પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે. આરોપીએ કરેલા આક્ષેપ પ્રમાણે બન્ને વચ્ચે પહેલાંનો ઝઘડો ચાલી રહ્યો હતો અને એનો બદલો લેવા મહિલાએ તેને ફસાવવા આ કાવતરું કર્યું છે.

પવઈ વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષની મહિલા મંગળવારે રાતે ઘરમાં એકલી હતી અને લાઇટો બંધ કરીને સૂઈ રહી હતી ત્યારે આરોપી મહિલાના ઘરમાં ઘૂસ્યો હતો અને તેનો વિનયભંગ કરવાની કોશિશ કરીને અડપલાં કયાર઼્ હતાં. ત્યારે મહિલાએ આરોપીને પોતાનો પતિ સમજીને વિરોધ ન કરતાં સેક્સ કર્યું હતું. થોડી વાર પછી મહિલાએ લાઇટ કરતાં જેની સાથે સેક્સ કર્યું તે તેનો પતિ ન હોવાની ખબર પડી હતી. એ સમયે તરત જ આરોપી ત્યાંથી નાસી ગયો હતો. આ પૂરો બનાવ મહિલાએ પોતાના પતિને કહેતાં પતિએ પોલીસ-ફરિયાદ નોંધાવવા કહ્યું હતું. આરોપી અને મહિલા એક જ વિસ્તારમાં રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy