ઐરોલીના દિઘા બંધમાં તિરાડો : ૧૦૦૦ લોકોના જીવને જોખમ

નવી મુંબઈના ઐરોલીના દિઘા જળાશય-બંધમાં તિરાડો પડતાં એ બંધની આસપાસ રહેતા ૧૦૦૦ લોકો પર ભય તોળાઈ રહ્યો છે.

dam

અનુરાગ કાંબળે

બંધ તૂટે તો એ બધા તેમના ઘર સહિત તણાઈ જવાની શક્યતા છે. બ્રિટિશકાળમાં બંધાયેલા સેન્ટ્રલ રેલવેના અખત્યારના એ બંધની તિરાડોમાંથી પાણીનું લીકેજ પણ થાય છે, પરંતુ સેન્ટ્રલ રેલવેના સત્તાતંત્રે એ બંધને રિપેર કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. ઉનાળાના સૂકા દિવસોમાં રાહત માટે ૨૦૧૬થી સુધરાઈ તરફથી વારંવાર એ બંધ સોંપવાની વિનંતી કરવામાં આવે છે, પરંતુ સેન્ટ્રલ રેલવેએ એ બંધ સુધરાઈને સોંપવાની પણ દરકાર રાખી નથી.

તાજેતરમાં જળાશયના કિનારે બંધમાં તિરાડો દેખાઈ છે. પાણીના લીકેજને કારણે બંધની દીવાલ પણ બહારથી ભીની રહે છે. એ બંધ તૂટી પડે તો આસપાસનાં હજારો કાયદેસર અને ગેરકાયદે ઘર તણાઈ જવાની સંભાવના છે. કલ્યાણનગર, ઇલથાન પાડા અને વિષ્ણુનગરના રહેવાસીઓ પર બેઘર થવાનું અથવા જીવ ગુમાવવાનું જોખમ છે.

બંધને કારણે જોખમ વિશે નવી મુંબઈ સુધરાઈની વૉર્ડ-કમિટીના સભ્ય વિજય લિલકેએ જણાવ્યું હતું કે ‘બંધમાં તિરાડો અને રહેવાસીઓ પર જોખમ વિશે મેં સુધરાઈના અમલદારોને વારંવાર પત્રો લખ્યા હોવા છતાં કોઈ પણ પ્રકારનાં પગલાં લેવામાં આવ્યાં નથી. અમલદારો કદાચ હોનારત થવાની રાહ જોતા હશે. જળાશય-બંધના કિનારાના ભાગનું ઘણા વખતથી રિપેરિંગ કરવામાં આવ્યું નથી. એ ભાગનો ખાસ વપરાશ પણ નથી. બંધ કેટલો જૂનો છે એની પણ સંબંધિત અધિકારીઓને ખબર નથી. સેન્ટ્રલ રેલવેના અમલદારો આ બંધ ૧૫૦ વર્ષ જૂનો હોવાનો અંદાજ રાખે છે. ઐતિહાસિક નોંધ શું કહે છે એ હું જાણતો નથી, પરંતુ મારા ગ્રૅન્ડપેરન્ટ્સે કહ્યું હતું કે બ્રિટિશ અમલદારોને પારસિક ટનલ બાંધવા માટે પાણીની જરૂર હોવાથી તેમણે આ બંધ બાંધ્યો હતો.’

સેન્ટ્રલ રેલવેના ઍડિશનલ ડિવિઝનલ મૅનેજર વિદ્યાધર માલેગાંવકરે જણાવ્યું હતું કે કોઈ પણ ટિપ્પણી કરતાં પહેલાં આ જળાશય-બંધ માટે કોણ જવાબદાર છે અને એને માટે શી જોગવાઈઓ છે એ જાણવા માટે રેકૉડ્ર્સ તપાસવા પડશે.

dam

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK