નવી મુંબઈની બૅન્કમાં ફિલ્મી ઢબે લૂંટ : લૂંટારા 25 ફુટ લાંબી ટનલ ખોદી લૉકર-રૂમમાં ઘૂસ્યા

બાજુના ગાળા ભાડે લઈને ત્યાંથી પચીસ ફુટ લાંબી ટનલ ખોદી, ૩૦ લૉકર તોડવામાં આવ્યાં, પોલીસ કહે છે કે અમને આરોપીઓના સગડ મળ્યા છે



નવી મુંબઈમાં જુઈનગર ખાતે સેક્ટર-૧૧માં આવેલી બૅન્ક ઑફ બરોડામાં લૂંટારાઓએ પચીસ ફુટની ટનલ ખોદીને બૅન્કનાં ૩૦ લૉકરોમાંથી રોકડ તેમ જ સોનાના દાગીના લૂંટ્યા હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. બૅન્કના લૉકર-રૂમની બાજુમાં આવેલી દુકાનોને ભાડા પર લઈને આરોપીઓએ ટનલ ખોદી હતી અને લૂંટ ચલાવી હતી. સાનપાડા પોલીસે આ સંદર્ભે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

નવી મુંબઈના પોલીસ-કમિશનર હેમંત નાગરાલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવાર અને રવિવાર એમ બે દિવસ રજાને કારણે બૅન્ક બંધ હતી અને એ દરમ્યાન લૂંટ થઈ હતી. ગઈ કાલે સવારે બૅન્કના મૅનેજરે બૅન્કનું શટર ખોલ્યું ત્યારે લૂંટની ખબર પડી હતી. બૅન્કમાં ૨૨૫ લૉકરમાંથી આરોપીઓએ ૩૦ લૉકરો તોડ્યાં છે. બૅન્કના લૉકર-રૂમથી પચીસ ફુટ સુધી ટનલ ખોદવામાં આવી છે. લૂંટારાઓએ કુલ કેટલી મતા લૂંટી એની માહિતી હજી મળી શકી નથી. હાલમાં પોલીસ લૉકરના માલિકોનાં સ્ટેટમેન્ટ્સ લઈ રહી છે.’


The crooks looted 30 lockers after tunneling through the floor of the locker room at the Juinagar branch of Bank of Baroda


વાશીના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ કિરણ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બૅન્કની બાજુમાં આવેલી ચાર દુકાનો આરોપીઓએ ભાડા પર લીધી હતી અને મે-૨૦૧૭થી તેઓ એમાં જનરલ સ્ટોર ચલાવતા હતા. અમને બૅન્ક અને CCTV કૅમેરાનાં ફુટેજના આધારે ઘણા પુરાવા મળ્યા છે. પોલીસ-અધિકારીઓની વિવિધ ટીમ પણ નીમવામાં આવી છે જે આરોપીઓની શોધ કરી રહી છે.’


લૉકરના માલિકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એમાંથી મોટા ભાગના નવી મુંબઈના જ રહેવાસીઓ છે. આમાંથી અમુક લોકો દિવાળી વેકેશન માટે બહાર ગયા હતા એથી સુરક્ષાનાં કારણોસર તેમણે જ્વેલરી બૅન્કના લૉકરમાં મૂકી હતી. બૅન્કની બહાર ભેગા થયેલા ઘણા લૉકરના માલિકોએ દાવો કર્યો હતો કે હવે બૅન્ક-લૉકરો ખૂબ જ અસુરક્ષિત છે, અહીં કોઈ સિક્યૉરીટી નથી.

આ ટનલ એક રાતમાં ખોદવામાં આવી નથી. આ માટે અનેક દિવસો લાગ્યા છે. પૂરું પ્લાનિંગ કરીને એક ટોળીએ મળીને આ ટનલ ખોદી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy