મહિલાઓનાં જ અન્ડરગાર્મેન્ટ્સની ચોરી

ગમતી આન્ટીઓનાં તાર પર સૂકવેલાં કપડાં ચોરીને એની જગ્યાએ કમેન્ટ્સ લખેલી બ્રા-પૅન્ટીઝ લટકાવીને ભાગી જતો હતો

thef

અનામિકા ઘરત

ભિવંડીના નારપોલી વિસ્તારમાંથી મહિલાઓનાં જ અન્ડરગાર્મેન્ટ્સની ચોરી કરતા ૨૧ વર્ષના યુવાન મયૂરેશ પાટીલની પોલીસે ધરપકડ કરી છે. એકાદ મહિનાથી નારપોલી વિસ્તારની મહિલાઓની બ્રા-પૅન્ટી ચોરનારો યુવાન શનિવારે રાતે રંગેહાથ ઝડપાયો હતો.

વિકૃત મયૂરેશ એકાદ મહિનાથી તેના વિસ્તારમાં રહેતી કેટલીક મહિલાઓનાં આંતરવસ્ત્રો ચોરીને એની જગ્યાએ બીભત્સ સંદેશા લખેલાં નવાં આંતરવસ્ત્રો મૂકી જતો હતો. મયૂરેશે ચોરીને પોતાની પાસે રાખેલાં આંતરવસ્ત્રો હજી સુધી પોલીસને મYયાં નથી.

નારપોલી પોલીસે જણાવ્યા પ્રમાણે મયૂરેશ દસમા ધોરણમાં નાપાસ થયા પછી રોડસાઇડ રોમિયો બની ગયો હતો. સ્થાનિક પોલીસપાટીલની પત્નીના સતત નિરીક્ષણને પગલે તેની વિકૃતિ ધ્યાનમાં આવી હતી. તેમનાં બહારના તાર પર સૂકવેલાં અન્ડરગાર્મેન્ટ્સ ગુમ થતાં હતાં. શરૂઆતમાં તે ગૃહિણીને એમ લાગ્યું કે અન્ડરગાર્મેન્ટ્સ હવામાં ઊડી જતાં હશે, પરંતુ તેમને ચોરાયેલાં બ્રા-પૅન્ટીની જગ્યાએ બીજે દિવસે બ્રા-પૅન્ટીની નવી જોડી તાર પર લટકાવેલી મળતાં હવામાં ઊડી જવાની ધારણા ખોટી પડી હતી. આવું ત્રણ વખત બન્યું હતું. એ પછીના દિવસે એ મહિલાને ‘આઇ લવ યુ’ લખેલી બ્રા-પૅન્ટીની નવી જોડી મળી હતી. એ દિવસ પછી એ મહિલાએ બે દિવસ પોતાનાં કપડાં ઘરની બહાર સૂકવવાનું બંધ કર્યું હતું. ત્યાર પછી બધું નૉર્મલ થઈ ગયું હતું.

પોલીસપાટીલની પત્નીને અન્ય બે પાડોશી મહિલાઓ પાસેથી પણ એવી જ ચોરી વિશે સાંભળવા મળ્યું હતું. મયૂરેશ ૩૦થી ૩૫ વર્ષની મહિલાઓને નિશાન બનાવતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તમામ મહિલાઓએ આ વિચિત્ર ચોરીની વાત તેમના પતિઓને કહેવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછી બધા પતિઓએ ચોરને રંગેહાથ પકડવા છટકું ગોઠવ્યું હતું. એ યોજના મુજબ ઇરાદાપૂર્વક અન્ડરગાર્મેન્ટ્સ સુકાવા માટે બહારના તાર પર લટકાવ્યાં અને અન્યોએ ત્યાં નિગરાની રાખી હતી. પોલીસે તાત્કાલિક મયૂરેશની ધરપકડ કરી હતી. એ વિસ્તારની અન્ય મહિલાઓ સાથે પણ આવી ઘટના બની છે કે નહીં એની તપાસ પોલીસ કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK