ડૉક્ટરોની ગેરહાજરીમાં અવનિને ડાર્ટ મારનારા સામે નોંધો ગુનો

વેટરિનરી ડૉક્ટરોની સર્વોચ્ચ સંસ્થા પશુ ચિકિત્સક મહાસંઘે સરકારને લખ્યો પત્ર

anvi



મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લામાં નરભક્ષી વાઘણ અવનિને મારી નાખવાના ઑપરેશન વખતે વેટરિનરી ડૉક્ટરની ગેરહાજરીનો મુદ્દો ઉપસ્થિત કરતાં પશુચિકિત્સક મહાસંઘે મહારાષ્ટ્રના ચીફ વાઇલ્ડ-લાઇફ વૉર્ડનને એક પત્ર લખીને એવો આરોપ લગાવ્યો છે કે વાઘણને બેહોશ કરવા અને પકડવાની જવાબદારી માન્યતાપ્રાપ્ત વેટરિનરી ડૉક્ટરને બદલે એવી વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવી હતી જે ખાનગી શિકારી હતો.

પશુચિકિત્સક મહાસંઘ હરિયાણામાં આવેલી વેટરિનરી ડૉક્ટરોની સર્વોચ્ચ સંસ્થા છે અને તેમણે એ બાબત પ્રત્યે અંગુલિ નિર્દેશ કર્યો હતો કે વેટરિનરી કાઉન્સિલ ઍક્ટ હેઠળ ડૉક્ટર ન હોય એવી વ્યક્તિને પ્રાણીઓ સંબંધી દવાનો ઉપયોગ કરવાની પરવાનગી આપવી ગુનો બને છે. અવનિને બેહોશ કરવા માટે જે ડાર્ટ મારવામાં આવ્યું હતું એમાં પ્રતિબંધિત વર્ગની દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આવી દવાનો ઉપયોગ ફક્ત વેટરિનરી ડૉક્ટર જ કરી શકે છે.


આ પણ વાંચોઃ મુંબઈથી જાલના સુધીનું ૪૫૭ કિલોમીટરનું અંતર દોડવા સજ્જ કચ્છી યુવાન


અવનિનાં બન્ને બચ્ચાં પણ બનશે નરભક્ષી : નવાબ શફાત અલી

એક તરફ નરભક્ષી અવનિને મારી નાખવામાં આવી એનો આખા દેશના પ્રાણીપ્રેણીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ ઑપરેશનમાં સામેલ શિકારી નવાબ શફાત અલીએ નવું નિવેદન કરીને વિવાદ છેડ્યો છે. નવાબે એવો દાવો કર્યો છે કે અવનિનાં બન્ને ૧૦ મહિનાનાં બચ્ચાં પણ આગળ જઈને નરભક્ષી બનશે. તેમણે એવો દાવો કર્યો છે કે અવનિ દ્વારા શિકાર કરવામાં આવેલા લોકો પર બન્ને બચ્ચાંની લાળ પણ મળી હતી અને એના પરથી સિદ્ધ થાય છે કે બન્ને બચ્ચા માનવશિકારમાં અવનિની સાથે સામેલ હતાં અને આ બાબતને ધ્યાનમાં લેવામાં આવે તો આગામી દિવસોમાં બન્ને નરભક્ષી બનશે. બીજી તરફ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે એવું નિવેદન બહાર પાડ્યું છે કે હવે અવનિનાં બન્ને બચ્ચાંને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવશે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK