મહિલાનો પાલવ અટવાયો દરવાજામાં, લોકલ સાથે ઘસડાઈ

કાંજુરમાર્ગ સ્ટેશન પરના દિલધડક બનાવમાં ટ્રેન અને પ્લૅટફૉર્મના ગૅપમાં આવી ગયા બાદ RPFના જવાને ઉગારી

kanjurmarg

મમતા પડિયા

સેન્ટ્રલ રેલવેના કાંજુરમાર્ગ સ્ટેશન પર લોકલ ટ્રેનમાંથી ઊતરતા સમયે સાડીના પાલવને કારણે ટ્રેન અને સ્ટેશનના ગૅપમાં ઘૂસી રહેલી મહિલાને ખેંચીને જીવના જોખમે RPFના જવાને ઉગારી હતી. મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં છાશવારે આવા કિસ્સા બની રહ્યા છે અને માનવતા તેમ જ ફરજ સર્વોપરી રાખીને GRP અને RPFના જવાનો પોતાનો જીવ દાવ પર મૂકીને પ્રવાસીને ઉગારતા હોય છે. સ્ટેશન પર બેસાડવામાં આવેલા CCTV ફુટેજ કૅમેરામાં કંપારી છૂટી જાય એવો બનાવ નોંધાયો હતો.

વિક્રોલીમાં રહેતી પૂનમ નામની મહિલા બપોરે ત્રણ વાગ્યે કાંજુરમાર્ગ સ્ટેશને લોકલ ટ્રેનમાંથી ઊતરી રહી હતી એમ જણાવીને RPFના ચીફ સિક્યૉરિટી કમિશનર સચિન ભાલોદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે કદાચ પૂનમ છેલ્લી ઘડીએ ટ્રેનમાંથી બહાર નીકળી હતી અને તે ઊતરી રહી હતી ત્યારે અચાનક તેની સાડીનો પાલવ ટ્રેનના દરવાજામાં ફસાઈ ગયો હતો. દરમ્યાન ટ્રેન પણ શરૂ થઈ ગઈ હતી. સાડી ફસાવાને કારણે પૂનમ ટ્રેન અને પ્લૅટફૉર્મના ગૅપમાં ઘૂસી રહી હતી એ જોતાં દોડીને RPFનો હેડકૉન્સ્ટેબલ રાજકમલ તેની મદદ માટે દોડ્યો હતો. તેણે પૂનમને ખેંચી હતી અને તેને ખેંચવામાં પોતે પ્લૅટફૉર્મ પર ફેંકાઈ ગયો હતો. જોકે રાજકમલની સમયસૂચકતાને પગલે પૂનમને બચાવી શકાય હતી. પૂનમની સાડી ટ્રેનના પૈડામાં ફસાઈ જતાં નીકળી ગઈ હતી. આ ઘટનામાં

રાજકમલ અને પૂનમને નજીવી ઈજા પહોંચી હતી. પ્રવાસીઓએ ટ્રેનમાં ચડતા અને ઊતરતા સમયે ખૂબ જ તકેદારી લેવી જોઈએ એવી અમારી વિનંતી છે. સદ્નસીબે પૂનમને રાજકમલે ઉગારી લીધી હતી અને દર વખતે પૂનમ જેવાં લક દરેકનાં નથી હોતાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK