ICSEની એક્ઝામમાં મુંબઈના સ્ટુડન્ટ્સે મારી બાજી

ICSE બોર્ડનાં ગઈ કાલે જાહેર કરવામાં આવેલાં દસમા અને બારમા ધોરણનાં પરિણામોમાં આ વર્ષે મુંબઈએ બાજી મારી છે.


બારમામાં કુલ પાંચ અને દસમામાં કુલ ૭ મુંબઈના વિદ્યાર્થીઓ દેશમાં પહેલા ત્રણ નંબરે ચમક્યા છે. થાણેની એક વિદ્યાર્થિની બારમા ધોરણમાં ત્રીજા નંબરે અને પુણેનો એક વિદ્યાર્થી બીજા ક્રમાંકે પાસ થયાં છે. ટૉપરની યાદીમાં સાંતાક્રુઝની લીલાવતીબાઈ પોદાર સ્કૂલના સૌથી વધુ વિદ્યાર્થીઓ છે.

બારમા ધોરણની પરીક્ષામાં લીલાવતીબાઈ પોદાર સ્કૂલનો અભિજ્ઞાન ચક્રવર્તી નામનો વિદ્યાર્થી અને કથીડ્રલ ઍન્ડ જૉન કૉનન સ્કૂલની તાનસા કાર્તિક શાહ નામની વિદ્યાર્થિની ૯૯.૫૦ ટકા માર્ક્સ મેïળવી બોર્ડમાં દેશમાં પ્રથમ આવ્યાં છે. કુલ ૭ વિદ્યાર્થીઓને ૯૯.૫૦ ટકા મળ્યા છે એમાંથી આ બે વિદ્યાર્થી મુંબઈનાં છે.

દસમા ધોરણમાં પણ નવી મુંબઈની સેન્ટ મૅરી સ્કૂલનો વિદ્યાર્થી સ્વયમ દાસ ૯૯.૪૦ ટકા મેળવી દેશમાં પ્રથમ આવ્યો છે. જુહુની જમનાબાઈ નરસી સ્કૂલની વિદ્યાર્થિની અનોખી અમિત મહેતા ૯૯.૨૦ ટકા મેïળવી બીજા નંબરે તેમ જ ગોરેગામની વિબગ્યૉર સ્કૂલની નિધિ નીલેશ ધનાણી ૯૯ ટકા મેïળવી ત્રીજા નંબરે આવી છે.

આ ઉપરાંત વિબગ્યૉરની વિશ્રુતિ શાહ, બૉમ્બે સ્કૉટિશની સારંથા કોરિયા, લીલાવતીબાઈ પોદાર સ્કૂલનો સાર્થક મિત્તલ અને સેન્ટ ગ્રેગોરિયસ હાઈ સ્કૂલની વેદિકા માણેક આ વિદ્યાર્થીઓએ પણ દસમા ધોરણમાં ત્રીજો નંબર મેળવ્યો છે.

pic2

બીજા સ્થાને આવેલી અનોખી મહેતાનો પ્રેફરન્સ છે મેકૅનિકલ એન્જિનિયરિંગ

જુહુની જમનાબાઈ નરસી સ્કૂલમાં ICSE બોર્ડની દસમા ધોરણની પરીક્ષામાં અનોખી મહેતાએ ૯૯.૨૦ માર્ક્સ મેળવ્યા છે. અનોખી મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં મારા બનતા પ્રયાસો કર્યા હતા અને મને એનાથી સંતોષ છે. મારો કોઈ પર્ટિક્યુલર ગોલ નહોતો. મારું લક્ષ્ય અભ્યાસ પૂરી રીતે કરવાનું હતું. ગ્રેડ્સ મેઇન્ટેન રાખવા એ મારા માટે મહત્વનું હતું. હું જે શીખી રહી છું એ હું એન્જૉય કરું એની મેં ખાતરી રાખી હતી તેમ જ પુસ્તકોથી વધુ શીખવાની કોશિશ કરી હતી. હું એન્જિનિયરિંગ માટે પૅશનેટ છું. એથી હવે મારો પ્રેફરન્સ મેકૅનિકલ એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સ છે.’

pic3

દસમાની પરીક્ષામાં ઘાટકોપરની વેદિકા માણેક ત્રીજા નંબરે આવી

ICSEની દસમા ધોરણની પરીક્ષામાં સેન્ટ ગ્રેગોરિયસ હાઈ સ્કૂલની વેદિકા મનીષ માણેકને ૯૮.૬ ટકા (ટૉપ ફાઇવ પ્રમાણે ૯૯.૯ ટકા) આવ્યા છે. ઘાટકોપરમાં રહેતી વેદિકા માણેકે ત્રીજો રૅન્ક મેળવીને સ્કૂલ અને પરિવારને માન અપાવ્યું હતું.

મારો ફેવરિટ વિષય ગણિત છે અને મારે ઍક્ચ્યુઅરી બનવું છે એમ જણાવીને વેદિકાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અર્થશાસ્ત્ર, આંકડા અને ગણિત ક્ષેત્રમાં કુશળતા ધરાવનાર વ્યક્તિ વીમાની પૉલિસી બનાવવાથી માંડીને પ્રીમિયમ તૈયાર કરે છે એને ઍક્ચ્યુઅરી કહેવાય છે. મારે કારર્કિદી આ ક્ષેત્રમાં જ ઘડવી છે અને અત્યાર પૂરતો આ પ્લાન છે. હું શરૂઆતથી રેગ્યુલર સ્ટડી કરતી હતી. બે વર્ષ પહેલાં જ મારો મોબાઇલ મેં પેરેન્ટ્સને આપી દીધો હતો. સ્ટડી સાથે સ્પોર્ટ્સનો તાલમેલ હોવો જરૂરી છે. યોગ, સ્વિમિંગ અને બૅડ્મિન્ટન રમવાથી ભણવા માટે મને એક નવી એનર્જી મળતી હતી. મારા માર્ક્સ જોઈને મારી મમ્મીની આંખમાં હર્ષનાં આસુ આવી ગયાં હતાં. મારાં મમ્મી-પપ્પા મારું રિઝલ્ટ જોઈને ખૂબ ખુશ થયાં છે. હું ક્યારેક અટકી જાઉં તો મારા પેરન્ટ્સ અને ટીચરોએ મને પ્રોત્સાહન આપી એન્કરેજ કરી હતી.’

pic4

મલાડની વંશિતા પટેલે વગર ટ્યુશને ૯૬.૫૦ ટકા મેળવ્યા

મલાડ (ઈસ્ટ)માં રહેતી અને ચિલ્ડ્રન્સ ઍકૅડેમીમાં ભણતી ૧૬ વર્ષની વંશિતા પટેલે ICSE બોર્ડમાં દસમા ધોરણની પરીક્ષામાં કોઈ પણ પ્રકારના પ્રાઇવેટ ક્લાસિસ કે ટ્યુશન વિના ૯૬.૫૦ ટકા મેïળવ્યા છે અને સ્કૂલ તેમ જ પરિવારનું નામ રોશન કર્યું છે. વંશિતાને આર્ટ્સ ફીલ્ડમાં લિટરેચરમાં કરીઅર બનાવવી છે.

ટ્યુશન-ક્લાસિસ વિના દસમા ધોરણમાં આટલા સારા માર્ક્સ મેળવવા કેવી મહેનત કરી એ વિશે વંશિતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં નવમા ધોરણના વેકેશનથી જ દસમા ધોરણની મહેનત શરૂ કરી દીધી હતી. સારા ટકા મેળવવા માટે મેં ટાઇમ-ટેબલ સેટ કર્યું હતું. સ્કૂલ પૂરી થયા બાદ હું સ્કૂલમાં આયોજિત એક્સ્ટ્રા ક્લાસિસમાં બેસીને ભણતી હતી. સાડાત્રણ વાગ્યા સુધી એક્સ્ટ્રા ક્લાસ અટેન્ડ કરીને ઘરે સાંજે પાંચથી સાત વાગ્યા સુધી અને પછી રાતે આઠથી દસ વાગ્યા સુધી સ્ટડી કરતી હતી. મેં આખા વર્ષમાં ક્યારેય બોર્ડની પરીક્ષા છે એ રીતે પ્રેશર લઈને અભ્યાસ કર્યો નહોતો. હું દરરોજ દસથી બાર કલાક સ્ટડી કરતી હતી. પરીક્ષા સમયે પણ મેં લાઇટ્લી જ અભ્યાસ કર્યો હતો અને ગઈ કાલે રિઝલ્ટ સમયે પણ મને જરાય પ્રેશર નહોતું. એક્ઝામ સમયે રીફ્રેશ થવા માટે હું મ્યુઝિક સાંભળતી હતી. મારી મમ્મીનો મને ઘણો જ સારો સપોર્ટ મળ્યો છે અને આ માટે મારા પેરન્ટ્સ અને સ્કૂલ-ટીચરનો હું આભાર માનું છું. જ્યારે પણ ભણવામાં અટકતી ત્યારે સ્કૂલ-ટીચરની મદદ લેતી હતી. મને ૯૩ ટકાની ઉપર આવશે એવી આશા હતી જ અને ચર્ચગેટની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઍડ્મિશન મેળવવાનું મારું ડ્રીમ હોવાથી મેં ખૂબ મહેનત કરી હતી. હું આર્ટ્સ ફીલ્ડમાં લિટરેચરમાં કરીઅર બનાવવા માગું છું. હું એક્સ્ટ્રા ઍક્ટિવિટીઝમાં કી-બોર્ડ પ્લે કરતી હતી. એ સિવાય ફેબ્રુઆરી મહિના સુધી મેં ઇલોક્યુશન ઍક્ટિવિટીઝમાં ભાગ લીધો હતો અને ઇન્ટર-સ્કૂલ કૉમ્પિટિશનમાં મારી સ્કૂલને રીપ્રેઝન્ટ કરી હતી. આ વર્ષે મને નિબંધસ્પર્ધા અને ઇલોક્યુશનમાં ફસ્ર્ટ પ્રાઇઝ મYયું હતું.’

pic5

સેરેબ્રલ પૉલ્ઝી હોવા છતાં સૂચિત શેઠે મેળવ્યા ૭૮ ટકા

નાની વયથી જ સેરેબ્રલ પૉલ્ઝીથી પીડાઈ રહેલા બારમાના વિદ્યાર્થી સૂચિત શેઠ માટે જિંદગી આસાન ક્યારેય નહોતી. તે પહેલા ધોરણમાં હતો ત્યારે તેણે તેના પિતાને ગુમાવી દીધા હતા, પણ સૂચિત તેની જાતને તમામ અવરોધો વચ્ચે પણ પુરવાર કરવા માગતો હતો. તે તેની મમ્મીએ અત્યાર સુધી વેઠેલા સંઘર્ષના ફળરૂપે હવે તેને આરામ આપવા માગે છે. સૂચિત કહે છે, ‘મારા માટે મુશ્કેલ હતું, પણ ફિઝિયોથેરપીની સારવારને કારણે મારી મુશ્કેલીઓ સહેજ ઓછી થઈ હતી. જોકે સ્કૂલ તરફથી મને ઘણો સારો સહકાર સાંપડ્યો છે. લખતી વખતે મને અસહ્ય પીડા થતી હોવાથી મને રાઇટર આપવામાં આવ્યો હતો. જોકે હવે હું લખી શકું છું.’

હવે સૂચિત આગળ અભ્યાસ કરી ટીવી-ઇન્ડસ્ટ્રીમાં ક્રિટિક તરીકે નામ કમાવા ઇચ્છે છે. સૂચિતની મમ્મી વીણા કહે છે કે આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ તે ભણી શક્યો એ માટે હું ખૂબ ગૌરવ અનુભવું છું.

pic6

ટ્યુશન વગર જ મેળવ્યા પ્રિયા ખજાનચીએ ૯૯.૨૫ ટકા

સાંતાક્રુઝની લીલાવતીબાઈ પોદાર સ્કૂલમાં બારમામાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની પ્રિયા ખજાનચી કહે છે, ‘રિઝલ્ટ જોઈને તો જાણે મારાં રૂંવાડાં જ ઊભાં થઈ ગયાં હતાં. મેં એક પણ વિષયમાં ટ્યુશન નથી લીધું. મેં ઘરે બેસીને મારી જાતે જ અભ્યાસ કર્યો છે. એક લક્ષ્યાંક સેટ કરીને હું એક દિવસનો એક જ વિષય વાંચતી. હું ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માગું છું અને હવે હાલમાં હું કૉમન પ્રોફિશ્યન્સી ટેસ્ટ (CPT)ની તૈયારી કરી રહી છું.’

હાથમાં ટાંકા સાથે પરીક્ષા આપીને વેદાંત દામાણીએ મેળવ્યા ૯૫.૨ ટકા

મલાડની વિબગ્યૉર સ્કૂલનો દસમાનો વિદ્યાર્થી વેદાંત પરીક્ષામાં ઓશીકું લઈને બેસતો હતો. પહેલું જ ઇંગ્લિશનું પેપર આપ્યા બાદ ઘરે એક નાનો અકસ્માત થયો, કાચના શોપીસ પર પડેલા વેદાંતના હાથમાં કોણી નજીકમાં જ કાચના ટુકડા ઘૂસી જતાં તેને ટાંકા લેવા પડ્યા. બીજે જ દિવસે ઇતિહાસનું પેપર હતું. જોકે સ્કૂલે તેને પૂરો સહકાર આપ્યો જેના કારણે તે આટલી સફળતા હાંસલ કરી શક્યો છે. વેદાંત કહે છે, ‘અસહ્ય પીડાને કારણે હું મારી કોણી બેન્ચ પર ટેકવી નહોતો શકતો. સ્કૂલે મને ઓશીકાની અને મોટા ટેબલની વ્યવસ્થા કરી આપી. જોકે સૌથી મુશ્કેલ કામ હતું ડાયાગ્રામ દોરવાનું, પણ છેવટે બધું જ સારું થયું. હવે હું જૉઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE)ની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો છું, ભવિષ્યમાં હું ઍસ્ટ્રોનૉટ બનવાની ઇચ્છા રાખું છું.’

pic1

દસમાના ટૉપર મુંબઈના સ્વયમ દાસની સૌથી મોટી શક્તિ પેરન્ટ્સ

નવી મુંબઈના કોપરખૈરણેની સેન્ટ મેય્સ સ્કૂલમાં ICSE બોર્ડની દસમા ધોરણની પરીક્ષામાં ટૉપર આવેલા સ્વયમ દાસે ૯૯.૪૦ ટકા માર્ક્સ મેળવ્યા છે. તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મુખ્યત્વે મારી બુક્સ વાંચતો હતો. એ પછી પૉઇન્ટર બનાવતો હતો અને દરેક પરીક્ષા પહેલાં એનું રિવિઝન કરતો હતો. યોગ્ય રીતે વાંચવાથી દરેક કન્સેપ્ટ સમજવામાં ઘણી મદદ મળતી હતી. મારા પેરન્ટ્સ મારી મોટી શક્તિ રહ્યા છે. કયા વિષયમાં આગળ વધવું એ નક્કી કરવા માટે મને હજી એક વર્ષ જોઈએ છે. હું હાલમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મૅથ્સ અને બાયોલૉજી પસંદ કરું છું; પરંતુ કયા વિષયમાં ઊંડા ઊતરવું એ નક્કી કરવા માટે હું મારી જાતને હજી એક વર્ષ આપીશ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK