સબર્બ્સમાં રહેતા લોકો બિઅર વધુ ગટગટાવે છે

ગયા વર્ષે ઉપનગરવાસીઓએ ૫૦.૨૧ લાખ લીટર તો સાઉથ મુંબઈના લોકોએ માત્ર ૧૭.૭૫ લાખ લીટર બિઅર પીધો

beer

રાહુલ મહાજની

રાજ્યના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલમાં જ બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર મુંબઈમાં સૌથી વધુ શરાબ ઉપનગરોમાં રહેતા લોકો પીએ છે અને ગયા વર્ષે ઉપનગરવાસીઓ ૫૦.૨૧ લાખ લીટર જેટલો બિઅર ગટગટાવી ગયા હતા, જ્યારે મુંબઈ શહેર વિસ્તાર એટલે કે સાઉથ મુંબઈથી સાયન વિસ્તારમાં લોકોએ ૧૭.૭૫ લાખ લીટર બિઅરનું સેવન કર્યું હતું.

જોકે ૨૦૧૭-’૧૮ કરતાં ૨૦૧૬-’૧૭માં બિઅરના વેચાણનું પ્રમાણ વધુ હતું. એ વર્ષમાં ઉપનગરમાં ૫૬.૮૨ લાખ લીટર બિઅરનું વેચાણ થયું હતું, જ્યારે શહેર વિસ્તારમાં ૨૦.૫૧ લાખ લીટર બિઅરનું વેચાણ થયું હતું. બિઅરના વેચાણમાં ઘટાડો થવાનું કારણ એક્સાઇઝ ડ્યુટીમાં વધારાને કારણે બિઅરની ઓછી સપ્લાય હોવાનું એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું માનવું છે. એક્સાઇઝ ડ્યુટીમાં વધારો થવાના કારણે હોટેલિયરો તેમ જ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ વચ્ચે વિવાદ પણ થયો હતો જે પછીથી ઉકેલાઈ ગયો હતો.

આંકડાઓ મુજબ ઉપનગરોમાં ૨૪.૨૩ લાખ લીટર ઇન્ડિયન મેડ ફૉરેન લીકરનું વેચાણ થયું હતું, જ્યારે શહેર વિસ્તારમાં એનું વેચાણ ૧૦.૬૦ લાખ લીટર રહ્યું હતું. દેશી દારૂનું વેચાણ ઉપનગરોમાં ૨૨.૧૫ લાખ લીટર અને શહેર વિસ્તારમાં ૮.૮૮ લાખ લીટર રહ્યું હતું. ઉચ્ચવર્ગીયો માટેનું પીણું મનાતો વાઇન ઉપનગરોમાં માત્ર ૧.૬૫ લાખ લીટર વેચાયો હતો અને શહેર વિસ્તારમાં ૦.૬૪ લાખ લીટર વેચાયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy