2 જ દિવસના વરસાદમાં પાછા આવી ગયા ખાડા

ઓખી વાવાઝોડાને કારણે આવેલા બે દિવસના કમોસમી વરસાદને પગલે મુંબઈ શહેરના રસ્તાઓ પર ફરી ખાડા જોવા મળી રહ્યા છે. જોકે રસ્તાના સમારકામમાં અડચણ માટે અને ખાડા માટે અધિકારીઓએ વરસાદ પર જ દોષારોપણ કર્યું છે.

mumbai road


બે દિવસના વરસાદને કારણે સૌથી વધુ અસર થયેલો પટ્ટો ચર્ચગેટમાં મુંબઈ યુનિવર્સિટીના જંક્શન નજીકનો છે. આ પૂરો પટ્ટો અસમથળ જ નહીં, ખાડાઓથી ભરેલો છે. અણધાર્યા વરસાદને કારણે રસ્તો સ્લિપરી થઈ ગયો હતો અને વાહનચાલકોએ પણ જોખમ રાખીને ડ્રાઇવિંગ કરવું પડ્યું હતું. અધિકારીએ જણાવ્યા પ્રમાણે અંદાજે પંદર કિલોમીટરનો લાલબાગ ફ્લાયઓવરનો રસ્તો થોડા દિવસ પહેલાં જ ડામરથી ફરી બનાવ્યો હતો અને ડામરને સેટ થવામાં ૪૮થી ૭૨ કલાકનો સમય લાગે છે, પરંતુ એ દરમ્યાન જ વરસાદને કારણે ખાડાઓ પડી ગયા હોવાથી ફરી રસ્તો બનાવવો પડશે. મે-૨૦૧૮ સુધીમાં કામ પૂરું થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.




મલાડના સબવેમાં પાણી ભરાઈ ગયું

બે દિવસ પડેલા કમોસમી વરસાદને પગલે મલાડના સબવેમાં કાર અડધી ડૂબી જાય એટલું પાણી ભરાયું હતું. આ પાણી ગઈ કાલે સવાર સુધી ઓસર્યું ન હોવાથી ટ્રાફિક જૅમની સમસ્યા થવાથી વાહનચાલકોને પણ મુશ્કેલી થઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy