હેરાનગતિ અપરંપાર મદદગાર પણ અપાર

નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સે તો ટ્રેનો બંધ થવાને લીધે અટકી પડેલા પ્રવાસીઓને બોટ દ્વારા સલામત રીતે નાલાસોપારા સ્ટેશન પહોંચાડ્યા હતા

nala

પ્રીતિ ખુમાણ ઠાકુર

ગઈ કાલે નાલાસોપારા પાસેના રેલવે-ટ્રેક પર પાણી ભરાઈ જતાં લાંબા અંતરની એક્સપ્રેસ, મેલ ટ્રેનો અટવાઈ ગઈ હોવાથી એના હજારો પ્રવાસીઓની પણ કફોડી હાલત થઈ હતી. વડોદરા એક્સપ્રેસ નાલાસોપારા પાસે અટકી હતી. એના પ્રવાસીઓ લગભગ ૧૨ કલાકની આસપાસ પાણી અને ફૂડ વગર રહ્યા હતા. ગઈ કાલે સવારે મુંબઈ સેન્ટ્રલથી છૂટેલી મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ પણ નાલાસોપારામાં અટવાઈ હતી. અમુક પ્રવાસીઓને વસઈથી લોકલ દ્વારા પાછા મોકલવામાં આવ્યા હતા, જ્યારે શતાબ્દી અને વડોદરા એક્સપ્રેસના પ્રવાસીઓને નૅશનલ ડર્ઝિસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમે બોટ દ્વારા નાલાસોપારા રેલવે-સ્ટેશન સુધી પહોંચાડ્યા હતા તેમ જ નાલાસોપારાથી ૧૧ બસની સુવિધા કરવામાં આવી હતી જેના દ્વારા પ્રવાસીઓને નાયગાંવ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

વડોદરા એક્સપ્રેસમાં પ્રવાસ કરતા બોરીવલી, સાંતાક્રુઝ, ગોરેગામ, મીરા રોડ વગેરે ઠેકાણેના પ્રવાસીઓ નાલાસોપારા પાસે એક્સપ્રેસ અટવાઈ જતાં ટ્રેનમાં જ ફસાઈ ગયા હતા. અનેક કલાકો પાણી અને ફૂડ વગર તેમણે વિતાવ્યા હતા અને ત્યાર બાદ સ્થાનિક લોકો, અનેક સામાજિક સંસ્થાઓ તેમને મદદ કરવા પહોંચ્યાં હતાં.

nala2

એક્સપ્રેસમાં પ્રવાસ કરતા અમુક પ્રવાસીઓએ કહ્યું હતું કે ‘પાણીનું પ્રમાણ એટલું હતું કે કોચના ફુટર્બોડ સુધી આવી રહ્યું હતું. સેફ્ટીને કારણે એક્સપ્રેસમાં પાવર-સપ્લાય બંધ કરવામાં આવી હોવાથી વધુ ખરાબ હાલત થઈ હતી. જમવાનું તો છોડો, મોબાઇલમાં બૅટરી પણ જતી રહેતી હોવાથી કોઈનો સંપર્ક કરી શક્યા નહોતા. ગઈ કાલે સવારે પાવર રીસ્ટોર થતાં બૅટરી ચાર્જ થઈ હતી.’

રોટરી ક્લબ ઑફ પાલઘર, દહાણુ વૈતરણા પ્રવાસી સંઘ, કચ્છ યુવક સંઘ, નિયૉન ફાઉન્ડેશન, રામ મંદિર ટેમ્પલ ટ્રસ્ટ-પાલઘર, જૈન સમાજનાં વિવિધ ગ્રુપ, શ્રી વિરાર કચ્છી વીસા ઓસવાળ જેવી વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ખીચડીથી લઈને ચા-બિસ્કિટ વગેરેની સુવિધા પ્રવાસીઓને કરી આપવામાં આવી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્ર મેલ, જયપુર-બાંદરા અરાવલી એક્સપ્રેસ પાલઘર સ્ટેશન પર હતી અને ત્યાં ત્રણ હજાર મીલ-પૅકેટ્સ, ૬૦૦ પાણીની બૉટલ મુસાફરોને આપવામાં આવ્યાં હતાં.

લોકોના ઘરે, દુકાનોમાં પાણી ભરાયાં

નાલાસોપારા, વસઈ, વિરારમાં અનેક વિસ્તારોમાં પાણીનું પ્રમાણ વધતાં ઘરમાં, દુકાનમાં પાણી ભરાયાં હતાં. રસ્તાઓએ તો તળાવનું સ્વરૂપ લીધું હોવાથી રસ્તાઓ દેખાઈ નહોતા રહ્યા. તુળીંજ-આચોલે રોડ, માણિકપુર નાકાથી વસઈ રેલવે-સ્ટેશન, પંચવટી બ્રિજ વગેરે બધે જ પાણી ભરાયાં હતાં. ગઈ કાલે વસઈ-વિરારના દરેક ભાગમાં પાણી ભરાયાં હતાં અને એમાં લાઇટ પણ ન હોવાથી લોકોની ભારે હાલત થઈ હતી.

વિરારમાં યુવક ડૂબી ગયો


વિરારમાં આવેલા ડોંગરપાડા તળાવમાં ગઈ કાલે ફ્રેન્ડ્સ સાથે સ્વિમિંગ કરવા ગયેલા ૩૦ વર્ષના રાકેશ ખોતનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.

ફાયર-અધિકારીઓએ ડેડ-બૉડી શોધી કાઢી હતી અને પોસ્ટમૉર્ટમ માટે મોકલી હતી.

nala1

પ્રેગનન્ટ મહિલાને રેસ્ક્યુ કરાઈ

ફાયર-બ્રિગેડની રેસ્ક્યુ ટીમ દ્વારા પ્રેગ્ïનન્ટ મહિલાને વસઈના મીઠાગરથી રેસ્ક્યુ કરવામાં આવી હતી. ટીમ દ્વારા રબ્બર-બોટનો ઉપયોગ કરીને મહિલાને બહાર લાવીને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને પછી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તરત જ તેને પ્રસૂતિની પીડા ઊપડી હતી. માણિકપુર પાસે ઘાસ રોડથી પણ ૧૦ જણને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

વાલિવથી ૨૦ લોકોને રેસ્ક્યુ કરાયા


ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ યુનિટ દ્વારા વસઈના વાલિવના ભોઈપાડા, વાગરલપાડામાં લોકોના ઘરમાં પાણી ભરાતાં ૨૦ જણને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ફાયર-બ્રિગેડ, NDRF, પોલીસ, રેવન્યુ એમ વિવિધ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યા હતા.

nala1

મીરા રોડમાં ફાયર-બ્રિગેડે બોટથી લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા

મીરા-ભાઈંદરમાં ગઈ કાલે પણ વરસાદનું જોર કાયમ રહ્યું હતું. સતત બીજા દિવસે ગઈ કાલે અનેક વિસ્તારમાં પૂર જેવી હાલત હતી. સિલ્વર સરિતા પરિસરમાં આવેલા બિલ્ડિંગમાં ફસાયેલા નાગરિકોને ફાયર-બ્રિગેડના જવાનોની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત રસ્તા પર અને અન્ય બિલ્ડિંગોમાં અટવાયેલા નાગરિકોને પણ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘણે ઠેકાણે લોકો બોટનો ઉપયોગ કરતા પણ જોવા મળ્યા હતા. વરસાદને કારણે મીરા રોડમાં બે ઠેકાણે દીવાલ તૂટી પડવાની ઘટના બની હતી.

મીરા-ભાઈંદરમાં પરિસ્થિતિ ગંભીર હોવાથી મહાનગરપાલિકાના કમિશનરે આરોગ્ય અને ફાયર-બ્રિગેડના વરિષ્ઠ અધિકારી સાથે શહેરમાં અનેક વિસ્તારોની મુલાકાત કરી પરિસ્થિતિનો ક્યાસ કાઢ્યો હતો. મીરા રોડના સિલ્વર સરિતા બિલ્ડિંગ, વિનય નગર પરિસરમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયાં હોવાથી ત્યાં નાગરિકો અટવાયા હતા. ફાયર-બ્રિગેડના જવાનોએ ફાઇબર-બોટનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ અને નાગરિકોને તેમના ઘર સુધી પહોંચાડ્યા હતા.

ફાયર-બ્રિગેડ દ્વારા રસ્તા પર ભરાયેલા પાણીનું પ્રમાણ ઓછું કરવા માટે ઠેકઠેકાણે પમ્પ પણ બેસાડવામાં આવ્યા હતા તેમ જ મીરા રોડ સ્ટેશન પાસે હાર્દિક પૅલેસ હોટેલ સામેના શાંતિ વિહાર બિલ્ડિંગની સંરક્ષણ દીવાલ અને રામદેવ પાર્કમાં બિલ્ડિંગની દીવાલ વરસાદને કારણે તૂટી ગઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ નહોતી થઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK