મુંબઈ, થાણે અને પાલઘરમાં આવતી કાલ સુધી રેડ અલર્ટ

વસઈ-વિરાર વિસ્તારમાં લોકો બે દિવસથી ઘરમાં ફસાયા, ક્યાંક કમર સુધી તો ક્યાંક ખભા સુધી પાણી ભરાયાં

palghar2

મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પાલઘર જિલ્લામાં ચાર-પાંચ દિવસથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન ગઈ કાલે ઠપ થઈ ગયું હતું. વસઈ-વિરાર અને નાલાસોપારામાં પણ રવિવારે મધરાતથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અમુક જગ્યાએ કમર તો અમુક જગ્યાએ ખભા સુધીના વરસાદનાં પાણી ભરાયાં હતાં અને પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થતાં ત્યાંનું જનજીવન પૂર્ણપણે ઠપ થઈ ગયું હતું.

આવતી કાલ સુધી ભારેથી અતિ ભારે વરસાદની રેડ અલર્ટ આપવામાં આવી છે. થાણે અને પાલઘરમાં અતિવૃષ્ટિ થશે તેમ જ મુંબઈના અમુક વિસ્તારોમાં મુશïળધાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વર્તાવી છે. ૧૨ જુલાઈ બાદ રાયગડ અને રત્નાગિરિમાં પણ અતિવૃષ્ટિનો ઇશારો હવામાન વિભાગે આપ્યો છે.

વસઈ-વિરાર બેહાલ

વસઈ-વિરાર, નાલાસોપારા, નાયગાંવમાં બે દિવસ થઈ ગયા છતાં પણ વરસાદનાં પાણી ઓસયાર઼્ નથી. ઊલટું પાણીનું લેવલ વધી રહ્યું છે, જેને કારણે રહેવાસીઓ બે દિવસથી ઘરોમાં જ ફસાયેલા છે, જેમની મદદ માટે NDRFની ટીમ પહોંચી હતી. અમુક જગ્યાએ ફૂડ-પૅકેટ્સ પણ આપવામાં આવ્યાં હતાં. આ સાથે રેલવે-ટ્રૅક પર લગભગ પ્લૅટફૉર્મ સુધી પાણી ભરાવાને કારણે વસઈથી ગુજરાત તરફની દિશામાં વેસ્ટર્ન રેલવે પણ એકદમ ઠપ થઈ ગઈ હતી અને લાંબા અંતરની ટ્રેનો દરેક સ્ટેશન પર અટકી ગઈ હતી, જેને પગલે પ્રવાસીઓ પણ ખરાબ રીતે ફસાયા હતા. અહીંના રહેવાસીઓને ભારે વરસાદની સમસ્યા સાથે ખાવા-પીવાની તેમ જ ઇલેક્ટ્રિસિટી ખંડિત થવાથી ગંભીર સમસ્યા વેઠïવી પડી હતી. વિરારમાં ગોકુલ ટાઉનશિપ અને જકાતનાકા વિસ્તારમાં ખભા સુધીનાં પાણી ભરાયાં હતાં. શહેરમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે સુરક્ષાના પગલે વસઈ-વિરાર મહાનગરપાલિકાના અધિકારીઓએ નાગરિકોને બહાર જવા નહોતા દીધા.

palghar1

વેસ્ટર્ન રેલવેની ખરાબ સ્થિતિ

વેસ્ટર્ન રેલવેમાં રેલવે-ટ્રૅક પર પાણી ભરાયાં હોવાને કારણે સબબ્ર્સની અનેક સર્વિસો રદ કરવામાં આવી હતી. એ સિવાય લાંબા અંતરની ૯થી વધુ ટ્રેનો અને ત્રણ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી હતી. અમુક લાંબા અંતરની ટ્રેનો ડિલે રહી હતી. સુરક્ષાને પગલે વસઈ અને વિરાર વચ્ચે ફાસ્ટ ટ્રૅક પરની સર્વિસ રદ કરવામાં આવી હતી. સતત બીજા દિવસે AC લોકલ પણ બંધ રહી હતી અને ટ્રૅક પરનાં પાણી ઓસરી નહીં જાય ત્યાં સુધી AC લોકલ ટ્રૅક પર નહીં આવે. ચર્ચગેટથી વસઈ રોડ સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનો ખૂબ જ મંદ ગતિથી દોડી રહી હોવાનું વેસ્ટર્ન રેલવેએ ટ્વીટ કર્યું હતું. વિવિધ સ્ટેશનો પર અટકી પડેલી લાંબા અંતરની ટ્રેનાના પ્રવાસીઓને ફૂડ અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી હતી. ઉમરગામથી વિરાર વચ્ચે લાંબા અંતરની ૧૩ જેટલી એક્સપ્રેસ ટ્રેનો અટકી પડી હતી.

ક્યાં કેટલે વરસાદ?

છેલ્લા ૨૪ કલાકમાં કોલાબામાં ૩૯.૪ મિલીમીટર અને સાંતાક્રુઝમાં ૧૧૧.૨ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં આશરે ૧૮૨.૩૭ મિલીમીટર વરસાદ નોંધાયો છે અને અત્યાર સુધીમાં મુંબઈમાં કુલ ૧૮૨૦ મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગયા વર્ષે મુંબઈમાં કુલ ૧૦૬૬.૨૦ મિલીમીટર વરસાદ પડ્યો હતો. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ૭૪૭ મિલીમીટર વરસાદ પડ્યો છે.

દહાણુમાં સૌથી વધુ ૩૫૩.૬ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. કોલાબામાં વરસાદ છેલ્લાં પાંચ વર્ષમાં જુલાઈ મહિનાનો સૌથી વધુ બીજા નંબરનો વરસાદ છે. આ પહેલાં ૨૦૧૪માં કોલાબામાં ૨૦૭.૨ મિલીમીટર વરસાદ પડ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં વસઈમાં ૨૯૯ મિલીમીટરથી વધુ વરસાદની નોંધ થઈ છે જ્યારે વિરારમાં ૨૩૫ મિલીમીટર વરસાદ નોંધાયો છે.

મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૩૬૩ મિલીમીટર વરસાદ નોંધાયો છે. સરેરાશ ૫૪ ટકા વરસાદ આ ત્રણ દિવસમાં મુંબઈમાં પડ્યો છે.

palghar

આટલો વરસાદ શા માટે?

કર્ણાટકથી કેરળની કિનારપટ્ટી પાસે રહેલી વાદળોની દ્રોણીય સ્થિતિ, ગુજરાત પાસે ચક્રવાત સ્થિતિ, બંગાળના ઉપસાગર પાસે નિર્માણ થયેલા ઓછા દબાણના પટ્ટાને કારણે મુંબઈ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદનું જોર દર દિવસે વધી રહ્યું છે.

નૈસર્ગિક ભૌગોલિક રચનાને કારણે મુંબઈ શહેરમાં નીચાણવાળા વિસ્તારો છે અને હિન્દમાતા પરિસર સહિત અમુક વિસ્તારોનો આકાર રકાબી જેવો હોવાથી આ શહેરમાં પાણી ભરાય છે એવાં કારણો BMCએ આપ્યાં છે. દરિયામાં ભરતીને કારણે પાણીના પમ્પ બંધ કરવામાં આવ્યા હોવાથી દરિયામાં પાણી છોડવામાં નથી આવ્યું એવું પણ BMCએ કહ્યું છે.

લોકલ સર્વિસ પર વરસાદની ગંભીર અસર થવાને કારણે ડબ્બાવાળાઓએ ગઈ કાલે ટિફિન-સર્વિસ બંધ રાખી હતી.

નેવી, ડાઇવિંગ અને ઍર ટીમ પણ મદદ માટે તહેનાત હતી.

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ખાડાઓને કારણે વાહનચાલકોએ ટ્રાફિકની સમસ્યા વેઠવી પડી હતી.

બેસ્ટના ૧૪ રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા. 

શહેરમાં સાઇકલોન આવશે એવી સોશ્યલ મીડિયા પર ફરી રહેલી અફવાઓ પર નાગરિકોએ ધ્યાન ન આપવા BMCએ લોકોને કહ્યું છે.

થાણે અને પાલઘરમાં સ્કૂલ-કૉલેજો બંધ રાખવામાં આવી હતી, જ્યારે મુંબઈ શહેર અને સબબ્ર્સની સ્કૂલ-કૉલેજોના પ્રિન્સિપાલોને સ્કૂલો ખુલ્લી રાખવી કે બંધ એ બાબતે નિર્ણય લેવા એજ્યુકેશન મિનિસ્ટર વિનોદ તાવડેએ કહ્યું હતું.

માનખુર્દ સ્ટેશન પર પાણી ભરાવાને કારણે CSMTથી વાશી દરમ્યાન લોકલ સર્વિસ અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવી હતી.

મુશળધાર વરસાદને કારણે ભિવંડી બાયપાસ રોડ પર ખાડાઓ વધ્યા હતા.

પરેલમાં બેથી અઢી ફુટ સુધી વરસાદનાં પાણી ભરાયાં હતાં અને આ પાણી અનેક ઘરોમાં પણ ઘૂસી ગયાં હતાં.

દહિસરનાકા પર તળાવ જેવું દૃશ્ય સર્જાયું હતું.

વડાલામાં એક કાર પાણીમાં ડૂબી ગઈ હતી.

પુણે તરફ જતી અને ત્યાંથી આવતી લાંબા અંતરની ટ્રેનો પણ સેન્ટ્રલ રેલવેએ રદ કરી હતી. વસઈમાં પાણી ભરાવાને કારણે લાંબા અંતરની ટ્રેનો અન્ય માર્ગે ડાઇવર્ટ કરવામાં આવી હતી.

હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યા બાદ મુંબઈથી ઊપડતી અમુક ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK