ધંધાદારી નોરતાના આયોજકોએ બે કલાક પહેલાં જ ગ્રાઉન્ડ પોલીસને સોંપી દેવું પડશે

આ વર્ષે નવરાત્રિ મંડળોએ ગરબાની શરૂઆત થાય એના બે કલાક પહેલાં જ ગ્રાઉન્ડને પોલીસની સુરક્ષાની ચકાસણી માટે સોંપી દેવું પડશે. તાજેતરમાં થયેલા મુંબઈ અને દિલ્હીના બ્લાસ્ટના ઘટનાક્રમને કારણે પોલીસે મંડળોને તેમની સિક્યૉરિટી વ્યવસ્થા વધારે સઘન બનાવવાનો આદેશ આપી દીધો છે.


નવરાત્રિ મંડળોની સિક્યૉરિટી વ્યવસ્થા પર ચાંપતી નજર

બોરીવલી (વેસ્ટ)માં આવેલા કોરા કેન્દ્રમાં નવરાત્રિનું આયોજન કરતી નાયડુ ક્લબ નવરાત્રિએ નજીકના પોલીસ-સ્ટેશનમાં સીધી મૉનિટરિંગ સિસ્ટમની વ્યવસ્થા કરી છે. આ સિવાય સુરક્ષાવ્યવસ્થાને વધારે સઘન બનાવવા ૨૫ મહિલા ગાર્ડ સહિત ૧૫૦ ગાર્ડની વ્યવસ્થા રાખી છે. આ વર્ષે પણ અહીં કોઈ પણ વ્યક્તિને અંદર હૅન્ડબૅગ કે પછી વૉટર-બૉટલ રાખવાની છૂટ નથી. સુરક્ષાને મુદ્દે વાત કરતાં કોરા કેન્દ્ર દાંડિયાના આયોજક પંકજ કોટેચાએ કહ્યું હતું કે ‘ગ્રાઉન્ડમાં તો અમારી મૉનિટરિંગ સિસ્ટમ છે જ, એની સાથે-સાથે અમે બીજો સેટ બોરીવલી પોલીસ-સ્ટેશનમાં પણ મુકાવ્યો છે. આ બીજા સેટને કારણે પોલીસ ગ્રાઉન્ડ કે આસપાસના વિસ્તારમાં થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર પોલીસ-સ્ટેશનમાંથી જ નજર રાખી શકશે.’

ઘાટકોપર (વેસ્ટ) ખાતે આવેલા સોમૈયા ગ્રાઉન્ડ દાંડિયાના આયોજક જિજ્ઞેશ ખિલાણીએ કહ્યું હતું કે ‘છેલ્લાં ત્રણ વર્ષથી બધાં દાંડિયા ગ્રાઉન્ડની સિક્યૉરિટી અત્યંત સઘન બનાવી દેવામાં આïવી છે. અમે તો ખૈલેયાઓને તેમનાં પોતાનાં વાહનો લાવવાને બદલે પબ્લિક ટ્રાન્સર્પોટનો ઉપયોગ કરવાની પણ વિનંતી કરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK