હજી એક અઠવાડિયા પછી શરૂ થશે મોનોરેલ

આગની ઘટના બાદ દસેદસ મોનોરેલની હવે ચકાસણી કરવામાં આવશે

Monorail services have been shut down a number of times due to technical issues. File pic


વડાલા-ચેમ્બુર વચ્ચે દોડતી મોનોરેલમાં ૬ નવેમ્બરે આગ લાગવાને કારણે ટ્રેનના બે ડબ્બા મૈસૂર કૉલોની સ્ટેશન પર બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટના બાદ મોનોરેલની સર્વિસ બંધ કરી દેવામાં આવી છે અને આ સર્વિસ શરૂ થવામાં હજી એક અઠવાડિયાનો સમય લાગશે. એથી મોનોરેલમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને હજી એક અઠવાડિયું રાહ જોવી પડશે.

મૈસૂર કૉલોની સ્ટેશન પર આગની ઘટનાનો ભોગ બનેલી ટ્રેન આખરે ગઈ કાલે વડાલાના મોનોરેલ કાર-ડેપોમાં લઈ જવામાં આવી હતી. ગઈ કાલે સાંજે મોનોરેલ સપ્લાય કરનાર સ્કોમી કંપનીના અધિકારીઓએ MMRDAના હેડક્વૉર્ટરની મુલાકાત લીધી હતી જ્યાં આગના મુદ્દા વિશે MMRDAના સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

MMRDAના સિનિયર અધિકારીએ જણાવ્યા પ્રમાણે આગ જેવા અન્ય ગંભીર બનાવો ટાળવા માટે અમે બધી જ ૧૦ મોનોરેલ ટ્રેનની તપાસ કરી રહ્યા છીએ. વડાલા-ચેમ્બુર મોનોરેલ ફેઝ-૧ સસ્પેન્ડ કરવામાં આવી છે અને આ સર્વિસ શરૂ થવામાં ૧૦ દિવસનો સમય લાગે એવી શક્યતા છે. MMRDAને સરેરાશ આવકમાં રોજનું પાંચ લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને હજી સર્વિસ ૧૦ દિવસ બંધ રહે તો પ્લાનિંગ અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે કુલ નુકસાન ૫૦-૫૫ લાખ રૂપિયા જેટલું થશે. આગમાં બળીને ખાખ થઈ ગયેલા બે કોચને કારણે ૧૫-૨૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાનના ઇન્શ્યૉરન્સ ક્લેમ માટેની પ્રોસેસ જલદી જ શરૂ કરવામાં આવે એવી શક્યતા છે.

mono rail


મોનોરેલ ફેઝ-૧નું ઉદ્ઘાટન થયું ત્યારથી સર્વિસ ટ્રેન-બ્રેકડાઉન, ટેક્નિકલ પ્રૉબ્લેમ, સર્વિસ બંધ થઈ જવી જેવા અનેક ખોટાં કારણોસર પણ ચર્ચામાં રહી છે. વડાલાથી જેકબ સર્કલની ફેઝ-૨ની સર્વિસ આવતા વર્ષથી શરૂ કરવાનો MMRDAનો પ્લાન છે. એથી સેફ્ટી સર્ટિફિકેશન પ્રોસેસ હેઠળ છે. આ ફેઝ-૨ની ટ્રાયલ લગભગ એક મહિનાથી ચાલુ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy