મેટ્રોના બાંધકામ ૫ર કન્ટ્રોલ રૂમમાંથી નજર રખાશે

દહિસર-અંધેરી ઈસ્ટ મેટ્રો લાઇન અને દહિસર-DN નગર મેટ્રો લાઇનનું કામ  ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને એનું શ્રેય એક જ વ્યક્તિને ફાળે જાય છે અને એ વ્યક્તિ છે MMRDAના ઍડિશનલ મેટ્રોપૉલિટન કમિશનર પ્રવીણ દરાડે.

metro

રણજિત જાધવ

તેમણે તેમની ઑફિસમાં ૧૦ સ્ક્રીન બેસાડી છે, જે મેટ્રોના કામના સ્થળે ઇન્સ્ટૉલ કરાયેલા CCTV કૅમેરા સાથે કનેક્ટ કરવામાં આવી છે. પ્રવીણ દરાડે પોતાની ઑફિસમાં બેસીને મેટ્રોના કામનું ધ્યાન રાખે છે, એન્જિનિયર્સને સુરક્ષાનાં ધોરણોની જાળવણી માટે આવશ્યક સૂચનો કરે છે તથા સાવચેતીનાં પગલાં લેવા વિશે આદેશ પણ આપે છે. મુંબઈ મેટ્રો એ મહારાષ્ટ્ર રાજ્ય સરકારના નેજા હેઠળનો ફ્લૅગશિપ પ્રોગ્રામ છે અને અધિકારીઓ આ પ્રોજેક્ટ સમયસર અને સારી રીતે પૂરો કરવા માગે છે, જેથી તેમણે કોઈ પ્રકારની ટીકાઓનો સામનો ન કરવો પડે.

પોતાની કામ કરવાની પદ્ધતિ વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં દરાડેએ જણાવ્યું હતું કે ‘મેટ્રોના કામકાજની સમીક્ષા કરવા હું દરેક સપ્તાહમાં કૉન્ટ્રૅક્ટર અને તેની સાથે જોડાયેલા અમારા સ્ટાફની મીટિંગ યોજું છું. મારું માનવું છે કે મારી ઑફિસમાં બેસાડવામાં આવેલાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણોની મદદથી રોજેરોજના કામનું ધ્યાન રાખવા તથા CCTV ફુટેજની મદદથી બાંધકામનું ધ્યાન રાખવાથી કામકાજ સારી રીતે પાર પડી શકે છે. કૉન્ટ્રૅક્ટર L&Tએ મુંબઈ પોલીસ માટે CCTV કૅમેરા ઇન્સ્ટૉલ કર્યા છે જે મારી ઑફિસની દીવાલ પર લાગેલી સ્ક્રીન સાથે કનેક્ટ કર્યા છે જેને લીધે અકસ્માત ટાળી શકાય છે તેમ જ સુરક્ષા પણ જળવાય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK