મુંબઈના વિધાનસભ્યોમાં કૉન્ગ્રેસના અમીન પટેલનો પર્ફોર્મન્સ ટૉપ, ભાજપના રામ કદમ છેલ્લા નંબરે

મુંબઈમાં કૉન્ગ્રેસના વિધાનસભ્ય અમીન પટેલને પહેલા નંબરે માન મળ્યુ છે. છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ સતત પહેલા નંબરે રહ્યા છે

kadam



પ્રજા ફાઉન્ડેશન દ્વારા મુંબઈના વિધાનસભ્યોનું રિપોર્ટ-કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે. એમાં મુંબઈમાં કૉન્ગ્રેસના વિધાનસભ્ય અમીન પટેલને પહેલા નંબરે માન મળ્યુ છે. છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ સતત પહેલા નંબરે રહ્યા છે. આ યાદીમાં ઘાટકોપરના ભાજપના વિધાનસભ્ય રામ કદમ છેલ્લા એટલે કે ૩૨મા નંબરે છે. પ્રજા ફાઉન્ડેશનના અહેવાલ પ્રમાણે કૉન્ગ્રેસના અમીન પટેલ મુંબઈના પહેલા નંબરના વિધાનસભ્ય છે. એ પછી બીજા નંબરે શિવસેનાના વિધાનસભ્ય સુનીલ પ્રભુ છે અને ત્રીજા નંબરે ભાજપના અતુલ ભાતખળકર છે.

આ રીતે થાય છે સર્વે


વિધાનસભ્યો માટે કામની નિયમાવલિ બનાવવામાં આવી છે. આ નિયમાવલિ પ્રમાણે પ્રજા ફાઉન્ડેશને વિધાનસભ્યોનું પ્રગતિ-પુસ્તક બહાર પાડ્યું છે. એમાં વિધાનસભ્યોનાં કામ, તેમની વિધાનસભામાં હાજરી, છેલ્લા અને વર્તમાન કામની સમીક્ષા કરવામાં આવે છે. આ માટે નાગરિકોનો સર્વે પણ કરવામાં આવે છે. વિધાનસભામાં તેમણે કેટલા પ્રશ્નો પૂછ્યા એ માટે વિચાર કરવામાં આવે છે. ગુનેગારીમાં વિધાનસભ્ય પર કેટલા કેસ નોંધાયેલા છે એનો પણ વિચાર કરવામાં આવે છે. એમાં ૪૦ ટકા માર્ક જનતાના મત પર આધારિત રહે છે.

પ્રજા ફાઉન્ડેશને ચૂંટણી પહેલાં અને ચૂંટણી બાદ વિધાનસભ્યો પર રહેલા ગુનાઓની આંકડાવારી અનુસાર સૌથી વધુ ક્રિમિનલ કેસ હોય એની યાદી પણ તૈયાર કરી હતી. એમાં ફક્ત એવા ગુનાઓ જ ગણવામાં આવ્યા છે જે ગુનાઓમાં બે વર્ષ અથવા એના કરતાં વધુ વર્ષની સજા થઈ શકે. એ સિવાય વિધાનસભ્યોએ ઍફિડેવિટમાં કયા ગુનાઓની માહિતી આપી છે, વિધાનસભ્ય બન્યા બાદ તેમના પર કયા કેસ નોંધાયા છે તેમ જ કેટલા ગુના બદલ ઍફિડેવિટ દાખલ થયું છે એનો વિચાર કરવામાં આવે છે. આ યાદીમાં સૌથી વધુ ૨૭ કેસ વિધાનસભ્ય સદા સરવણકર વિરુદ્ધ નોંધાયા હોવાની ખબર પડી છે.



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK