દૂધના અડધા લીટરનાં ચાર પાઉચમાંથી પાંચ પાઉચ કેવી રીતે બને?

મલાડમાં દૂધમાં ભેળસેળ કરનારી ટોળકી ઝડપાઈ: બે મહિલાઓ સહિત છની રંગેહાથ ધરપકડ

milk



મમતા પડિયા


દોઢ-બે વર્ષથી દૂધની વિવિધ બ્રૅન્ડની અડધા લીટરની થેલીઓ કાપીને એમાં પાણીની ભેળસેળ કરનારી બે મહિલાઓ સહિત છ જણને રંગેહાથ પકડી પાડવામાં આવ્યાં છે. મલાડમાં દૂધમાં ભેળસેળનું કામ ચાલતું હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. એના આધારે ગઈ કાલે વહેલી સવારે ચાર વાગ્યે FDA સાથે મળીને પોલીસે રેઇડ પાડી હતી, જેમાં દૂધ ભરેલાં ૬૨૯ પાઉચ અને એમાં ભેળસેળ કરાયેલાં ૪૯૩ પાઉચ તેમ જ અમુલ દૂધની અડધા લીટરની બનાવટી ખાલી થેલીઓ જપ્ત કરવામાં આવી હતી.

અડધા લીટરનાં ચાર પાઉચમાંથી વધુ એક પાઉચ બનાવીને ફાયદો કમાતા હોય છે એમ જણાવીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ૧૧ના સિનિયર ઇન્સ્પેક્ટર ચિમાજી આઢવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખૂબ સાવધાનીથી વિવિધ બ્રૅન્ડનાં અડધા લીટરનાં દૂધ ભરેલાં પાઉચને બ્લેડથી કાપવામાં આવતાં હતાં. ત્યાર બાદ પાઉચમાંથી વીસ ટકા દૂધ કાઢીને એની જગ્યાએ ઇન્જેક્શનથી પાણી ભરવામાં આવતું હતું. કોઈને શંકા ન જાય એ રીતે મશીન વડે દૂધનાં પાઉચને ફરી ચિપકાવવામાં આવતાં હતાં. મલાડ (ઈસ્ટ)માં ક્વૉરી રોડ ખાતે એક જગ્યાએ દૂધમાં ભેળસેળ થતી હોવાની માહિતી બાતમીદારે આપી હતી. એની મદદથી બુધવારે સવારે ચાર વાગ્યે જ્Dખ્ સાથે મળીને રેઇડ પાડવામાં આવી હતી, જેમાં એક મહિલા સહિત ત્રણ જણને પકડ્યાં હતાં. તેમની પૂછપરછ કરતાં ભેળસેળ કરવાનું રૅકેટ ચલાવનાર મૂળ સૂત્રધાર ક્રિષ્નાને ગોરેગામ (ઈસ્ટ)ની સરસ્વતી ચાલમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. દૂધનાં ચાર પાઉચમાંથી વધુ એક તૈયાર કરીને વીસથી પચીસ રૂપિયાની કમાણી કરતા હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK