મરાઠાઓનું જેલભરો આંદોલન મહારાષ્ટ્રભરમાં ફ્લૉપ

ભારે બંદોબસ્તને કારણે રાજ્યમાં ક્યાંય હિંસક બનાવ ન બન્યા

maratha

મરાઠા સમાજને નોકરી અને એજ્યુકેશનમાં આરક્ષણ આપવામાં આવે એવી માગણી સાથે મરાઠા ક્રાન્તિ મોરચાના પ્રો-ક્વોટા ગ્રુપના કાર્યકર્તાઓએ ગઈ કાલે આઝાદ મેદાનમાં જેલભરો આંદોલન કર્યું હતું, જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક ગ્રુપે આવાં જ વિરોધ-પ્રદર્શનો કયાર઼્ હતાં. એને પગલે શહેરમાં રેલ અને રોડ-ટ્રાફિક પર કોઈ અસર થઈ નહોતી. ચાલી રહેલાં વિરોધ-પ્રદર્શનોને કારણે વધારાની સિક્યૉરિટી અરેન્જમેન્ટ્સ રાજ્યભરમાં રાખવામાં આવી હતી જેને કારણે રાજ્યમાં ગઈ કાલે ક્યાંય આંદોલન દરમ્યાન હિંસાના બનાવો નોંધાયા નહોતા.

લાતુરમાં સ્ટેટ લેબર મિનિસ્ટર સંભાજી પાટીલ-નિલંગેકરના રહેઠાણની બહાર મરાઠા કમ્યુનિટીના ગ્રુપના સભ્યોએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું. વિરોધકોએ પુણે-સોલાપુર નૅશનલ હાઇવે પણ બ્લૉક કર્યો હતો. પુણેના જુન્નરમાં પણ વિરોધ-પ્રદર્શનો થયાં હતાં. શિરુર અને ખેડમાં રૅલીઓ કાઢવામાં આવી હતી. હિંગોલીના ખેડૂતો બળદગાડાંઓ સાથે વિરોધ દર્શાવ્યો હતો. રાજ્યની ૧૨ કરોડની વસ્તીમાં અંદાજે ૩૦ ટકા મરાઠા છે. છેલ્લા ૧૦ દિવસથી આરક્ષણ માટેનું આ લોકોનું આંદોલન હિંસક બની રહ્યું છે. ઔરંગાબાદમાં જાલના રોડ પર રસ્તારોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને કેટલાક આંદોલનકર્તાએ મુંડન કરાવ્યું હતું.

maratha1

લાતુરમાં ૮ યુવકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

લાતુરના ઔસા તાલુકામાં ટાકા ગામના આઠ યુવકોએ તહસીલ ઑફિસમાં પોતાના પર કેરોસીન રેડીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે ત્યાં હાજર પોલીસે આંદોલકો પર કાબૂ મેળવ્યો હોવાથી અનર્થ ટળ્યો હતો. આંદોલકોએ લાતુરના જિલ્લાધિકારીઓને આ બાબતે નિવેદન પણ આપ્યું હતું. રાજ્ય સરકારે મરાઠા આરક્ષણ બાબતે નક્કર નિર્ણય હજી સુધી ન લીધો હોવાથી યુવકોએ આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK