૧૦ વર્ષમાં આગે જીવ લીધા ૬૦૯ લોકોના

૧૫૦૦થી વધુ હાઇરાઇઝ બિલ્ડિંગોમાં લાગી છે આગ : દસ વર્ષમાં ૪૮,૪૩૪ આગની ઘટનામાં ૮૯,૦૪,૮૬,૧૦૨ રૂપિયાનું નુકસાન : ફાયર-સેફટી માટે ગંભીરતાથી વિચારવામાં આવતું ન હોવાનો સામાજિક કાર્યકરનો આક્ષેપ

fire

મમતા પડિયા

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગત દસ વર્ષમાં ઝૂંપડપટ્ટીથી માંડીને હજારોની સંખ્યામાં હાઇરાઇઝ બિલ્ડિંગોમાં આગ લાગી છે. જેટલી ઝડપથી હાઇરાઇઝ બિલ્ડિંગો બની રહ્યાં છે એટલી વધુ સંખ્યામાં એમાં આગ લાગવાના બનાવ બની રહ્યા છે. શહેરમાં ૧૫૦૦થી વધુ હાઇરાઇઝમાં આગ લાગવાના બનાવ નોંધાયા છે. એક RTI દ્વારા મળેલી માહિતી મુજબ વર્ષ ૨૦૦૮થી ૨૦૧૮ સુધીમાં શહેરમાં કુલ ૪૮,૪૩૪ આગ લાગવાના કિસ્સા બન્યા હતા અને એમાં ૬૦૯ નાગરિકોના ભોગ લેવાયા હતા તેમ જ આગની ઘટનામાં ૮૯,૦૪,૮૬,૧૦૨ રૂપિયાનું નુકસાન થયું હતું. RTI ઍક્ટિવિસ્ટ શકીલ શેખે ફાયર-બ્રિગેડ ડિપાર્ટમેન્ટમાંથી ૨૦૦૮થી ૨૦૧૮ સુધીમાં શહેરમાં લાગેલી આગની ઘટના વિશે માહિતી માગી હતી.

મુંબઈ શહેર ઝડપી પ્રગતિ સાધી રહ્યું છે, પરંતુ એની સાથે જ આગની ઘટનાઓ એ સાથે વધી રહી છે એ ચિંતાની બાબત છે એમ જણાવીને RTI ઍક્ટિવિસ્ટ શકીલ શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગગનચુંબી બિલ્ડિંગ બાંધવામાં આવી તો રહ્યાં છે, પણ અમુક સમય વીત્યા બાદ ફાયર-સેફ્ટીની વ્યવસ્થાને અપગ્રેડ કરવાની જગ્યાએ અભેરાઈ પર ચડાવી દેવામાં આવે છે. ફાયર-સેફ્ટીનાં સાધનો વસાવવામાં આવે છે પણ એ ઉપયોગી છે કે નહીં એ તપાસવામાં નથી આવતું. મોટા ભાગે જાનહાનિ બિલ્ડિંગમાં ફાયર-સેફ્ટીની અછત અથવા બંધ પડેલાં સાધનોના લીધે થાય છે. દસ વર્ષમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ગગનચુંબી બિલ્ડિંગથી માંડીને રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઝૂંપડપટ્ટીઓમાં આગ લાગી હતી. RTIમાં મળેલી માહિતી મુજબ મોટે ભાગે લાગતી આગનું કારણ શૉર્ટ સર્કિટ જણાવવામાં આવ્યું હતું. ગૅસસિલિન્ડર લિકેજ અને અન્ય પરિબળોનો પણ આગ લાગવામાં સમાવેશ છે. દસ વર્ષમાં બનેલી આગની ઘટનામાં ૬૦૯ નાગરિકોનો ભોગ લેવાયો છે જેમાં ૩૬૮ પુરુષ, ૨૧૨ મહિલા અને ૨૯ બાળકોનો સમાવેશ છે. એ ઉપરાંત આગ પર કાબૂ મેળવવા જતાં ફાયર-બ્રિગેડના ચાર ઑફિસર અને એક કર્મચારી મળીને પાંચ જણ મૃત્યુના મુખમાં સપડાયા હતા.’

ફાયર નૉર્મ્સ અંતર્ગત સેક્શન ત્રણ મુજબ બિલ્ડિંગમાં આગ લાગે એની જવાબદારી બિલ્ડિંગના ઓનર અને રહેવાસીઓની હોય છે એમ જણાવીને ફાયર-બ્રિગેડના ચીફ પ્રભાત રહાંગદળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રોટોકૉલને હિસાબે અમે રૅન્ડમ ઇન્સ્પેક્શન કરીએ છીએ, પણ ૫૦ ટકા બિલ્ડિંગમાં ફાયર-સેફ્ટીનાં સાધન પણ કરવામાં નથી આવ્યાં. અમે વિવિધ કલમો હેઠળ બિલ્ડિંગને નોટિસ મોકલી છે તેમ જ કાયદા અનુસાર ઘણાં બિલ્ડિંગની લાઇટ અને પાણી સપ્લાય કાપી નાખવામાં આવી છે. એ ઉપરાંત દર મહિને ૨૫૦થી ૩૦૦ બિલ્ડિંગની તપાસ કરવાના ઑર્ડરનું પાલન કરવામાં આવી રહ્યું છે. મોટા ભાગે બિલ્ડિંગો પાસે ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) નથી હતું એટલું જ નહીં, OC મેળવવા માટેનું NOC પણ કેટલાંક બિલ્ડિંગ ધરાવતાં નથી. અમે અમારા સ્તરે તપાસ અને કાર્યવાહી કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK