પાંચ મિનિટ માટે કોણે ઑન કર્યો ફોન?

સિદ્ધાર્થ સંઘવી બુધવારે લોઅર પરેલની કમલા મિલ્સની ઑફિસમાંથી નીકળીને ગાયબ થયા એ પછી સતત તેમનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ હતો, પણ ગુરુવારે પાંચ મિનિટ માટે એ ચાલુ થયો હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું : કોપર ખૈરણેમાંથી મળેલી તેમની કારમાં અને કમલા મિલ્સમાં એ જે જગ્યાએ પાર્ક થયેલી ત્યાં લોહીનાં નિશાન મળી આવ્યાં એને પગલે સસ્પેન્સમાં વધારો

missing



અનુરાગ કાંબળે / પ્રીતિ ખુમાણ ઠાકુર

મલબાર હિલમાં રહેતા HDFC બૅન્કના 3૯ વર્ષના વાઇસ-પ્રેસિડન્ટ સિદ્ધાર્થ સંઘવી બુધવારે રાતે આઠથી સાડાઆઠ વાગ્યાની આસપાસ કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આવેલી તેમની ઑફિસથી નીકળ્યા બાદ ઘરે પહોંચ્યા જ નથી. પરિવાર તેમને સતત શોધી રહ્યો હતો, ફોન પણ સ્વિચ્ડ-ઑફ આવી રહ્યો હતો એટલે કોઈ ભાળ ન મળતાં અંતે પરિવારે એનએમ જોશી માર્ગ પોલીસ-સ્ટેશનમાં ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસ તપાસ કરી રહી હતી અને ગુરુવારે મોડી રાતે સિદ્ધાર્થ સંઘવીની કાર નવી મુંબઈના એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ પાસેથી મળી આવી હતી. જોકે કારની પાછળની સીટ પર લોહીનાં નિશાન જોવા મળ્યાં હોવાથી પરિવારજનોની ચિંતા ખૂબ વધી ગઈ છે તેમ જ પોલીસ પણ વહેલી તકે સિદ્ધાર્થ સંઘવી મળી જાય એવા પ્રયત્નો કરી રહી છે. જોકે આ કેસમાં પોલીસને નવી કડી મળી છે, કેમ કે ગુમ થયાના બીજા દિવસે ગુરુવારે પાંચ મિનિટ માટે સિદ્ધાર્થનો ફોન સ્વિચ્ડ-ઑન થયો હતો. આ કડીના આધારે હવે પોલીસ તપાસ આગળ વધારી રહી છે.

સિદ્ધાર્થ રોજની જેમ એ દિવસે પણ પોતાનું કામ પૂરું કરીને દરરોજના સમયે ઘરે જવા નીકïળ્યા હતા. પોલીસે કેસની તપાસ કરતાં HDFC બૅન્કની બ્રાન્ચના ઘ્ઘ્વ્સ્ કૅમેરાની તપાસ કરી હતી અને એના ફુટેજમાં જોયું તો સિદ્ધાર્થ બૅન્કની ઑફિસની બહાર નીકળીને પોતાની કારમાં બેસતા દેખાયા હતા અને કાર વરલી તરફ રવાના થઈ હતી, પરંતુ ત્યાર બાદ એ સંપર્કની બહાર નીકળી ગઈ હતી. પોલીસ સિદ્ધાર્થને શોધતી હતી ત્યારે કોપરખૈરણેમાં એક કાર મળી આવી હતી અને આ કારની તપાસ કરતાં એ સિદ્ધાર્થની હોવાની ખબર પડી હતી. કારની પાછળની સીટ પર લોહીનાં જે નિશાન મળ્યાં છે એને તપાસ કરવા માટે મોકલી દેવામાં આવ્યાં છે. સિદ્ધાર્થને શોધવા માટે સ્થાનિક પોલીસની ૧૫ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચનાં ૧૨ યુનિટને સક્રિય કરી દેવામાં આવ્યાં છે. વિવિધ જગ્યાનાં ફુટેજથી લઈને સિદ્ધાર્થના કૉલ-રેકૉર્ડ્સ, મિત્રો બધા પાસેથી પોલીસ માહિતી ભેગી કરી રહી છે.

સિદ્ધાર્થ સંઘવી બૅન્કમાં સિનિયર ઍનૅલિસ્ટ છે અને ખૂબ સરળ સ્વભાવના છે. પરિવારના એક સંબંધીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સિદ્ધાર્થ ખૂબ જ સાદું જીવન જીવતો હતો. તે ઘરેથી ઑફિસ જતો અને ઑફિસથી ઘરે આવતો હતો. બુધવારે રાતે તે પાર્કિંગ લૉટમાંથી નીકળતો જોવા મYયો હતો, પરંતુ ઘરે પહોંચ્યો નહોતો. બુધવારે રાતે આઠ વાગ્યાની આસપાસ ઑફિસથી નીકળ્યા બાદ સિદ્ધાર્થનો ફોન ચાલુ હતો, પરંતુ તે ઉપાડી નહોતો રહ્યો. જોકે ત્યાર બાદ મોબાઇલ બંધ જ આવી રહ્યો હતો અને સિદ્ધાર્થ રાતે ૧૦ વાગ્યા સુધી ઘરે ન પહોંચ્યો ત્યારે બધે તપાસ કર્યા બાદ સિદ્ધાર્થની પત્ની ચાર્મીએ પોલીસ-સ્ટેશનમાં તે ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનો ખૂબ જ આઘાતમાં આવી ગયા છે અને કંઈ સમજી શકતા નથી.’

car


મહારાષ્ટ્ર સરકારના સહ્યાદ્રિ ગેસ્ટહાઉસની સામે મલબાર હિલમાં રિજ અપાર્ટમેન્ટમાં સિદ્ધાર્થ પત્ïની અને ચાર વર્ષના દીકરા, મમ્મી-પપ્પા, દાદા-દાદી એમ પરિવાર સાથે રહે છે અને નાનો ભાઈ અમેરિકામાં છે. ભાઈ હર્ષને આ વિશે માહિતી મળતાં તે પણ અહીં આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે સિદ્ધાર્થની બ્લુ કલરની કાર કોપરખૈરણેના શાંતિ હાઇટ્સ નામના બિલ્ડિંગની બહારથી મળી આવી હતી. જોકે આ રીતે કાર મળતાં પરિવારજનોને વધુ ચિંતા થઈ છે. સિદ્ધાર્થને શોધવા પરિવારે સોશ્યલ મીડિયા પર તેમના ગુમ થયા હોવાના મેસેજિસ વાઇરલ કર્યા હતા. આ બનાવ વિશે વાતચીત કરતાં સિદ્ધાર્થના પરિવારજને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં અમે બધા બહુ જ આઘાતમાં છીએ અને અમને પોતાને પણ કંઈ સમજાઈ નથી રહ્યું. પોલીસ એનું કામ કરી રહી છે.’

પોલીસના કહેવા પ્રમાણે કારની પાછળની સીટ પર લોહી જોવા મYયું હતું. ડ્રાઇવર-સીટ પાછળ લેવામાં આવી હતી પણ કારમાં કોઈ સંઘર્ષનાં નિશાન જોવા મળ્યાં નહોતાં. જોકે કારને કોઈ નુકસાન થયેલું જોવા નથી મYયું એટલે ઍક્સિડન્ટ થયો હોવાની શક્યતા નથી. આ કાર અહીં કેવી રીતે પહોંચી એની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને કારમાં અન્ય કોઈ બેઠું હોય એવી પણ શક્યતા લાગી રહી છે. બીજી મહત્વની બાબત એ છે કે કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં જ્યાં સિદ્ધાર્થ સંઘવીની કાર પાર્ક કરવામાં આવતી હતી ત્યાં પણ પોલીસને લોહીનાં નિશાન મળ્યાં હતાં. આ બ્લડને પણ ચકાસણી માટે મોકલવામાં આવ્યું છે અને સિદ્ધાર્થનાં મમ્મી-પપ્પાના બ્લડ સાથે મૅચ કરવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK