ક્રેડિટ અને ડેબિટ કાર્ડને ક્લોન કરનારી બેલડી પકડાઈ

વેસ્ટર્ન સબર્બ્સની રેસ્ટોરાંઓમાં કામ કરનારા બારટેન્ડર્સ અને વેઇટર્સ પાસેથી મેળવતા હતા ગ્રાહકોનાં કાર્ડ્સની ડીટેલ

debit

સમીઉલ્લા ખાન

મુંબઈનાં વેસ્ટર્ન સબર્બ્સની રેસ્ટોરાંઓ અને બારમાં કામ કરનારા વેઇટર્સ અને બારટેન્ડર્સ પાસેથી ગ્રાહકોના કાર્ડની ડીટેલ મેળવીને ડેબિટ અને ક્રેડિટ કાર્ડનું ક્લોનિંગ કરનારા મોહમ્મદ અસદ ખાન અને મોહમ્મદ રઝા ખાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે નાલાસોપારામાં આ લોકોના ઘરે રેઇડ પાડીને તેમની પાસેથી એક લૅપટૉપ, કાર્ડ-રાઇટર મશીન, પાંચ ખ્વ્પ્ ડેટા કાર્ડ-રીડર, એક વાઇ-ફાઇ રાઉટર અને ત્રણ મોબાઇલ ફોન જપ્ત કર્યાં હતાં.

આ ઉપરાંત પોલીસને બન્ને પાસેથી અલગ-અલગ બૅન્કનાં અલગ-અલગ નામનાં કુલ ૨૫ કાર્ડ મળી આવ્યાં હતાં. પોલીસનું માનવું છે કે આ કાર્ડનો ઉપયોગ શહેરનાં વિવિધ ATMમાંથી પૈસા કઢાવવા માટે થતો હતો.  

સમતાનગર પોલીસ-સ્ટેશનમાં એક વ્યક્તિએ એવી ફરિયાદ કરી હતી કે તેનું ડેબિટ કાર્ડ તેના ખિસ્સામાં હોવા છતાં કોઈ વ્યક્તિએ તેના ખાતામાંથી ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ATMમાંથી ૩૫,૦૦૦ રૂપિયા વિધડ્રૉ કર્યા છે અને એને પગલે આદરેલી તપાસમાં પોલીસને આ બન્ને આરોપીના નાલાસોપારાના ઘરની માહિતી મળી હતી અને રેઇડમાં ઉપરોક્ત સામગ્રી મળ્યા બાદ પોલીસે આકરી પૂછપરછ કરતાં તેમણે ગુનો કબૂલ કરી લીધો હતો.

આ બન્ને આરોપી પિમ બંગાળના છે અને નાલાસોપારામાં ભાડાના ઘરમાં રહેતા હતા. બારટેન્ડરો અને વેઇટર્સને કાર્ડ-રીડર મશીન આપીને આ લોકો ગ્રાહકોનાં ડેબિટ-ક્રેડિટ કાર્ડની માહિતી મેળવતા હતા અને એના બદલામાં સારુંએવું કમિશન આપતા હતા.

હવે પોલીસ ગ્રાહકોની માહિતી પૈસા માટે આપનારા બારટેન્ડર્સ અને વેઇટર્સને શોધી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK