ધરણાં પર બેઠેલા પ્રોફેસર લૂંટાઈ ગયા

આઝાદ મેદાનમાં ધરણાં કરી રહેલા સોલાપુરના એક પ્રોફેસરની બૅગ ચોરી જવાના આરોપસર આઝાદ મેદાન પોલીસે સગીર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક લંગડા નામના નાસી ગયેલા આરોપીને શોધી રહી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાં ૧૯ વર્ષના એક આરોપીને પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે અને ૧૫ વર્ષના બીજા આરોપીને રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યો છે.
સોલાપુરની શંકરસિંહ જુનિયર કૉલેજના સાયન્સના પ્રોફેસર જ્ઞાનેશ્વર બનસોડે પર કૉલેજે ફ્રૉડનો આરોપ મૂકીને તેમને જાન્યુઆરીમાં તાત્કાલિક ધોરણે કૉલેજમાંથી કાઢી મુકાયા હતા. જોકે એ આક્ષેપ ખોટો હોવાનો પ્રોફેસરે દાવો કર્યો છે અને તેઓ આઝાદ મેદાનમાં વિરોધ-પ્રદર્શન માટે આવ્યા હતા.

૧૬ જૂને સાંજે ૬ વાગ્યે પોલીસે પ્રોફેસરને ગ્રાઉન્ડની બહાર આવવાનું કહ્યું ત્યારે પ્રોફેસર ગ્રાઉન્ડના ગેટની બહાર ફુટપાથ પર જ સૂઈ ગયા હતા. સૂતી વખતે તેમણે પોતાની મહત્વના ડૉક્યુમેન્ટ્સ ભરેલી બૅગ માથા નીચે રાખી હતી. બૅગમાં ડૉક્યુમેન્ટ્સ, પત્રો, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને અન્ય મહત્વનાં પેપર્સ હતાં. વહેલી સવારે ૪ વાગ્યે બૅગ ગુમ હોવાની પ્રોફેસરને ખબર પડી હતી એટલે તેમણે તાત્કાલિક આઝાદ મેદાન પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

પોલીસતપાસમાં ઘટનાસ્થળના CCTV કૅમેરાનાં ફુટેજ મળ્યાં હતાં જેમાં ત્રણ માણસો ૩.૨૮થી ૩.૩૫ વાગ્યા દરમ્યાન પ્રોફેસરની બૅગ ચોરતા જોવા મળ્યા હતા એથી પોલીસે આખા એરિયાના CCTV કૅમેરાનાં ફુટેજ મેળવ્યાં હતાં. એમાંથી એક ફુટેજમાં બન્ને આરોપીઓ ક્લિયર દેખાયા હતા. ૧૮ જૂને પોલીસને કૅનન પાંઉભાજી સેન્ટરની બહાર બે આરોપીઓ સૂતેલા જોવા મળ્યા હતા. પોલીસે બન્નેની અટક કરીને પૂછપરછ કરતાં આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીઓ પાસેથી ફક્ત પ્રોફેસરની કાંડા ઘડિયાળ મળી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy