મૉડલ બનવા માગતી યુવતી સાથે છેતરપિંડી કરનારા સૉફ્ટવેર એન્જિનિયરની ધરપકડ

સાઉથ મુબઈની મૉડલ બનવા માગતી યુવતી સાથે છતરપિંડી કરી તેની પાસેથી પૈસા પડાવનારા એક સૉફ્ટવેર એન્જિનિયરની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.

arrest


૨૭ વર્ષના આરોપી ચિંતન ગંગવારની ધરપકડ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાયાના માત્ર દોઢ જ કલાકમાં કરવામાં આવી હોવાનું વરિષ્ઠ પોલીસ-ઇન્સ્પેક્ટર સંદીપ ભાગદીકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું.

છેતરપિંડીનો ભોગ બનનારી ૨૬ વર્ષની યુવતી અને ગંગવારની મિત્રતા જાન્યુઆરી-૨૦૧૭માં ફેસબુક પર થઈ હતી. તે બન્ને એકબીજાને મળ્યાં નહોતાં, પરંતુ નિયમિત રીતે મેસેન્જર પર વાત કરતાં હતાં. મૉડલ બનવાનાં સ્વપ્ïન જોતી આ યુવતી કામ શોધી રહી હતી, જે વિશે તેણે ગંગવાર સાથે પણ ચર્ચા કરી હતી. ગંગવારે યુવતીને તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના ફોટો મોકલવા જણાવ્યું.

સોશ્યલ મીડિયાના મિત્ર પર વિશ્વાસ રાખી ડોંગરીમાં રહેતી આ યુવતીએ ફોટો મોકલતાં ગંગવારે તેને રૅમ્પ-વૉકની મૉડલની ઑફર મેળવી આપવાનો વાયદો કર્યો હતો એમ જણાવતાં પોલીસ-અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે ‘થોડા દિવસ બાદ ગંગવારે તેની પાસે મૉડલિંગની ઑફર માટે ૪૦,૦૦૦ રૂપિયાની માગણી કરી, જે યુવતીએ કોઈક પ્રકારે વ્યવસ્થા કરીને મોકલી આપ્યા હતા.’

થોડા દિવસ રાહ જોયા બાદ યુવતીએ તેના મિત્રને મૉડલિંગની ઑફર માટે પૂછપરછ કરતાં તેણે વધુ ૫૦,૦૦૦ રૂપિયાની માગણી કરતાં એમ નહીં કરે તો સોશ્યલ મીડિયા પર તેના ફોટો વાઇરલ કરવાની ધમકી આપી. આને પગલે શંકા પડતાં યુવતીએ ૧૭ ઑગસ્ટે ડોંગરી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

થોડી રકઝક બાદ ગંગવાર ૩૫,૦૦૦ રૂપિયા લેવા સહમત થયો હતો. બાદમાં પોલીસે હનીટ્રૅપ ગોઠવી ગંગવારને લોઅર પરેલમાં હાઇરાઇઝ બિલ્ડિંગ પાસે પૈસા માટે બોલાવ્યો હતો અને પૈસા લેતાં રંગેહાથ તેની ધરપકડ કરી હતી. 

ગંગવાર એક સૉફ્ટવેર એન્જિનિયર છે તથા તેના સંબંધીઓ દ્વારા ચલાવાતા પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે. ડોંગરી પોલીસ તેનો ભૂતકાળમાં કોઈ ગુનાહિત રેકૉર્ડ છે કે નહીં એ ચકાસી રહી છે. પોલીસે યુવતીઓને આ પ્રકારે સોશ્યલ મીડિયા પરના ફ્રેન્ડની જાળમાં ન ફસાવા જણાવ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK