નવી મુંબઈના સિરિયલ રેપિસ્ટને પકડવા પોલીસ પર જબરદસ્ત પ્રેશર

આસપાસનાં ગામોના લોકોમાં, સ્કૂલોમાં અને રિક્ષા-ડ્રાઇવરોને પૅમ્ફ્લેટ્સ વહેંચ્યાં : ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ પણ રાખ્યું

rape

અનામિકા ઘરત

નવી મુંબઈ પોલીસે બાળકોને નિશાન બનાવતા સિરિયલ રેપિસ્ટને પકડી પાડવા માટે ગામવાસીઓની સાથે રિક્ષા-ડ્રાઇવરોની પણ મદદ મેળવવા માટેના પ્રયાસો આદર્યા છે. આ રેપિસ્ટની તસવીર સાથેનાં લગભગ ૯૦૦૦ પૅમ્ફ્લેટ્સ પોલીસે વહેંચ્યાં છે. આમાંનાં લગભગ ૬૦૦૦ જેટલાં પૅમ્ફ્લેટ્સ નવી મુંબઈની આસપાસનાં ગામો તથા સ્કૂલોમાં તેમ જ લગભગ ૩૦૦૦ જેટલાં પૅમ્ફ્લેટ્સ સંબંધિત વિસ્તારના રિક્ષા-ડ્રાઇવરોને વહેંચવામાં આવ્યાં છે. પૅમ્ફ્લેટ્સમાં આરોપીના ફોટો સાથે તેની ગુનો આચરવાની રીત જણાવવામાં આવી છે તથા જો તે નજરે ચડે તો તેની માહિતી આપવા પોલીસના ફોન-નંબર પણ આપવામાં આવ્યા છે.

૨૦૧૭માં નવ વર્ષની એક બાળકી પર આ રેપિસ્ટે બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ ગયા મે મહિનામાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ ત્યાર બાદ તે જાણે કે ગાયબ થઈ ગયો હતો.

નવી મુંબઈના પોલીસ-કમિશનરે આરોપીની માહિતી આપનારને ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાની તેમ જ તેની ઓળખ ગુપ્ત રાખવાની જાહેરાત કરી છે.

રબાળે પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર તુકારામ નિમ્બાળકરે જણાવ્યું હતું કે ‘અમે નોંધ્યું હતું કે પ્રત્યેક એક-દોઢ મહિનામાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાતી હતી, પરંતુ જ્યારથી અમે કડક પહેરો ભરવાની શરૂઆત કરી છે અને લગભગ પ્રત્યેક પોલીસ-સ્ટેશન તેની શોધમાં લાગી ગયું છે ત્યારથી અમને તેની વિરુદ્ધ કોઈ ફરિયાદ સાંપડી નથી રહી કે તેની વિરુદ્ધ CCTV કૅમેરાનું કોઈ ફુટેજ પણ મળ્યું નથી. અમે ગવર્નમેન્ટ રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ર્ફોસ સાથે પણ મળીને કામ કરી રહ્યા છીએ. હવે અમારું ધ્યાન નવી મુંબઈ અને થાણેમાં બનતી પ્રત્યેક બળાત્કાર અને છેડતીની ઘટના પર છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK