રેલવેની બેદરકારીને લીધે કુર્લામાં દીવાલ તૂટી પડી અને ચાર ઘવાયા

એક વર્ષમાં કુર્લાના વિધાનસભ્ય અને સ્થાનિક લોકો દ્વારા આ કમ્પાઉન્ડ-વૉલ વિશે અનેક ફરિયાદ કરવામાં આવી, પરંતુ અધિકારીઓ દ્વારા ફક્ત આશ્વાસન અપાયાં

kurla

પ્રીતિ ખુમાણ ઠાકુર

અંધેરી બ્રિજની હોનારતથી લઈ લોઅર પરેલ બ્રિજની દુર્ઘટના પછી પણ રેલવે-પ્રશાસન હજી સુધી સુરક્ષા માટે ગંભીર થયું હોય એવું લાગતું નથી.

એનો પુરાવો ગઈ કાલે સવારે કુર્લા રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૧ પાસે આવેલી કમ્પાઉન્ડ-વૉલનો ભાગ તૂટી પડ્યો ત્યારે મળ્યો છે. આ હોનારતમાં ચાર લોકો જખમી થયા હતા. ચારેય જણને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ રેલવે આ દુર્ઘટના થતી રોકી શકે એમ હતી, પરંતુ રેલવેના અધિકારીઓની બેદરકારીને કારણે આ હોનારત થઈ હતી અને નિર્દોષ લોકો એનો ભોગ બન્યા હતા. આ દીવાલ  જોખમી હોવાની સાથે એને રિપેર કરવા માટે કુર્લાના વિધાનસભ્યથી લઈ સ્થાનિક લોકો દ્વારા પણ રેલવે-પ્રશાસનને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. વિધાનસભ્યે બેઠક કરીને એકથી વધુ વખત સેન્ટ્રલ રેલવે-પ્રશાસનને આ વૉલના મુદ્દાને ગંભીરતાથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

કુર્લાની દુર્ઘટના માટે સેન્ટ્રલ રેલવે જ જવાબદાર છે એમ કહેતાં કુર્લાના વિધાનસભ્ય મંગેશ કુડાળકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કુર્લા રેલવે-સ્ટેશન પરિસરની આ દીવાલ જોખમી હાલતમાં હોવાથી એને રિપેર કરવા વિશે મેં એક વખત નહીં પણ અનેક વખત સેન્ટ્રલ રેલવેનું પત્ર લખીને ધ્યાન દોર્યું હતું. દીવાલને કારણે કોઈ દુર્ઘટના થઈ શકે એવી શક્યતા હોવાથી એ વિશે ગંભીરતા દેખાડીને મેં રેલવે-અધિકારી સાથે ઘણી વખત બેઠક પણ કરી હતી. જોકે રેલવે દ્વારા ફક્ત એટલું જ કહેવામાં આવતું કે અમે આવીને ઇન્સ્પેક્શન કરી જઈશું અને યોગ્ય પગલાં લઈશું. જોકે આવું કંઈ જ થયું ન હોવાથી અંતે મેં થોડા મહિનાઓ પહેલાં પણ રિમાઇન્ડર આપ્યું હતું. આ વિષયને ગંભીરતાથી લેવામાં ન આવ્યો હોવાથી આજે આવી દુર્ઘટના બની છે એથી એની પૂરેપૂરી જવાબદાર રેલવે જ છે. એથી હું ડિવિઝનલ રેલવે મૅનેજર, રેલવે મિનિસ્ટરને પત્ર લખીને આ મુદ્દે તપાસ કરીને કાર્યવાહી કરવામાં જે અધિકારીઓએ ગંભીરતા દેખાડી નથી અને આ દુર્ઘટનાના જવાબદાર બન્યા છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માટે માગણી કરીશ. સામાન્ય લોકોની ફરિયાદ પર તો ધ્યાન અપાયું નહોતું અને મારી સાથે આટલી મીટિંગ અને પત્રવ્યવહાર છતાં કોઈ ધ્યાન અપાયું નહીં એ ખૂબ જ આર્યની વાત છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK