માહિમમાં એક ચર્ચના શૌચાલયમાં સીસીટીવી કૅમેરા

ચર્ચના પ્રશાસનની દલીલ છે કે સુરક્ષા ઉદ્દેશો અને શૌચાલય આવનારા લોકો પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યા છે.

camera

મુંબઈના સૌથી જૂના ચર્ચોમાંથી એક સેન્ટ માઈકલ ચર્ચના શૌચાલયમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મહિલા ભક્તો ચર્ચ વહીવટીતંત્રની આ હિલચાલની ટીકા કરે છે. જોકે ઉપનગર માહિમ સ્થિત આ ચર્ચના પ્રશાસનની દલીલ છે કે સુરક્ષા ઉદ્દેશો અને શૌચાલય અવરજવર કરનારા લોકો પર નજર રાખવા માટે કેમેરા લગાવ્યા છે.

જોકે સાચી વાત તો એ છેકે સીસીટીવી કૅમેરાના કારણે સ્ત્રીઓની ગોપનીયતા રદ કરવામાં આવી છે. કૅમેરો શૌચાલયમાં દરવાજાના પ્રવેશદ્વાર પર સ્થિત છે. જોકે અંદરના બન્ને અલગ-અલગ શૌચાલયમાં નથી લગાવ્યા. સેન્ટ માઈકલ ચર્ચમાં લગભગ તેના જન્મના સમયથી આવતા કારેન ડિસૂઝા કહે છે, છેવટે આ એક મહિલા શૌચાલય છે. આ મહિલાઓની ગોપનીયતા પર હુમલો છે. તે સ્ત્રીઓને અસ્વસ્થ બનાવે છે. કેટલાક લોકોને એ પણ ખબર નથી કે કેમેરા અંદર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy