કૉલેજ-કન્યાની હિંમતને દાદ દેવી પડે

ગુપચુપ વિડિયો ઉતારી રહેલા બદમાશને પકડી પોલીસને હવાલે કર્યો: આરોપીના મોબાઇલમાંથી બીજી અજાણી મહિલાઓના પણ વિડિયો મળ્યા

The spot at Bandra station where he was caught in the act


આસિફ રિઝવી / સૂરજ ઓઝા

એન્જિનિયરિંગની એક સ્ટુડન્ટે બાંદરા રેલવે-સ્ટેશન પર તેનો વિડિયો ગુપચુપ ઉતારી રહેલા એક યુવાનને બહાદુરીભર્યું પગલું લઈને પકડી પાડ્યો હતો એટલું જ નહીં, થર્ડ યરની સ્ટુડન્ટ તે યુવાનને ઘસડીને પોલીસ-સ્ટેશનમાં પણ લઈ ગઈ હતી.

આ ઘટના શનિવારે બપોરે બની હતી. કલ્યાણમાં રહેતી એન્જિનિયરિંગની ૨૦ વર્ષની સ્ટુડન્ટ તેની સહેલીઓ સાથે શૉપિંગ કરવા માટે બાંદરા (વેસ્ટ)ના લિન્કિંગ રોડ પર ગઈ હતી. શૉપિંગ કર્યા બાદ ઘરે પાછા ફરવા માટે તે બાંદરા સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એક પર ટ્રેનની રાહ જોઈ રહી હતી ત્યારે પ્લૅટફૉર્મ પરના પબ્લિક વૉટર ડિસ્પેન્સિંગ મશીન પાછળ છુપાયેલા આરોપી આસિફ અબ્દુલ ખાનને જોયો હતો. કાંદિવલીમાં રહેતા ૨૧ વર્ષના આસિફ ખાનના હાથમાં મોબાઇલ ફોન હતો અને એનો કૅમેરા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ ભણી તકાયેલો હતો.

Accused Asif Abdul Khan


પોતાનું નામ જાહેર ન કરવાની શરતે એ સ્ટુડન્ટે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આસિફ ખાન મારી સામે અને તેના મોબાઇલ ફોનની સ્ક્રીન સામે સતત જોયા કરતો હતો. પહેલાં તો મેં તેની અવગણના કરી હતી, પણ ફરી વાર તેણે એવું કર્યું ત્યારે મારી શંકા મજબૂત બની હતી કે તે મારો વિડિયો બનાવી રહ્યો છે. એટલે મેં તેની પાસે જઈને સવાલ કર્યો હતો કે તું શું કરી રહ્યો છે? મારા સવાલનો જવાબ આપ્યા વિના તે ચાલવા લાગ્યો હતો. તેથી મેં તેની પાસેથી તેનો મોબાઇલ ફોન માગ્યો હતો. અમારી વચ્ચેની ઉગ્ર વાતો સાંભળીને અન્ય પ્રવાસીઓ એકઠા થઈ ગયા હતા. દરમ્યાન મેં તેને પકડી લીધો હતો અને પ્લૅટફૉર્મ પર પૅટ્રોલિંગ કરી રહેલી મહિલા પોલીસ-કૉન્સ્ટેબલને બોલાવીને તેને પોલીસ-સ્ટેશનમાં લઈ ગઈ હતી.’

                                                                                                                                  Illustration/ Ravi Jadhav


સેલ્સમૅન તરીકે કામ કરતા આસિફ ખાનનો મોબાઇલ ફોન પોલીસે ચકાસતાં એમાંથી એન્જિનિયરિંગ સ્ટુડન્ટ સહિતની ઘણી અજાણી સ્ત્રીઓના વિડિયો મળી આવ્યા હતા. આસિફ ખાને એ વિડિયો શહેરનાં વિવિધ રેલવે-સ્ટેશનો પર ઉતાર્યા હતા. તેથી પોલીસે આસિફ ખાનની ધરપકડ કરી હતી અને તેનો મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો. આસિફ ખાનને રવિવારે કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે તેને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy