૧૨ કલાકમાં BMCએ તોડી પાડી ગેરકાયદે હોટેલ

શહેરના ઇન્ટરનૅશનલ એરપોર્ટ પાસે બંધાઈ રહેલી એક ગેરકાયદે હોટેલને BMCએ ફક્ત ૧૨ કલાકની અંદર તોડી પાડી હતી. સહાર વિલેજમાં બંધાઈ રહેલી બહુમાળી હોટેલને ગુરુવાર અને શુક્રવારની વચ્ચે આવતી રાતમાં તોડી પાડવામાં આવી હતી.

bmc

બંધાઈ રહેલી આ હોટેલમાં ૩૦ રૂમ બાંધવાની યોજના હતી એવી માહિતી આપતાં BMCના અધિકારીએ જણાવ્યું હતું કે ‘અંદાજે સાત મહિના પહેલાં આ ગેરકાયદે બાંધકામ અમારા સ્ટાફના ધ્યાનમાં આવ્યું હતું. ત્રણ માળનું અંદાજે ૧૦,૦૦૦ સ્ક્વેર ફીટનું બાંધકામ કરી નાખવામાં આવ્યું હતું. આ હોટેલ સહાર વિલેજના સુતર પખાડીના પ્લૉટ પર બાંધવામાં આવી રહી હતી અને અમે એને સ્ટૉપ વર્કની નોટિસ પણ આપી હતી. આ મુદ્દે કોર્ટમાં કૅવિએટ પણ દાખલ કરવામાં આવી હતી, જેથી ડિમોલિશન સામે કોઈ અવરોધ ન સર્જાય.’

જ્યારે BMC બિલ્ડિંગને તોડી રહ્યું હતું ત્યારે બિલ્ડરે પોતાના બાઉન્સર્સને મોકલ્યા હતા જેને કારણે BMCના અધિકારીઓને સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમની સાથે રહેલા ૨૦ જેટલા પોલીસ જવાનોએ તરત જ સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું અને બિલ્ડિંગને તોડી પાડવામાં આવી હતી.

આ ગેરકાયદે કામ પર કાર્યવાહી કરવામાં આટલો વિલંબ કેમ થયો એનું કારણ આપતાં BMCના અધિકારીએ જણાવ્યું હતું કે ‘પહેલાં અમે MMRDAને પત્ર લખ્યો હતો, કેમ કે અમને લાગ્યું હતું કે આ પ્લૉટ એમના અધિકારક્ષેત્રમાં આવે છે, પરંતુ તેમણે ત્રીજી ઑગસ્ટે જ અમને એવી માહિતી આપી હતી કે આ પ્લૉટ અમારા અધિકારક્ષેત્રમાં છે એટલે તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK