સરફરાઝ હંમેશાં મારપીટના મિજાજમાં જ રહેતો

સિદ્ધાર્થ સંઘવીના હત્યારાના ભૂતપૂર્વ પાડોશીએ કહ્યું કે ૮૦૦ રૂપિયા માટે તેણે મારો જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો

sarfaraz

અનામિકા ઘરત

કોપરખૈરણેની મામુ મંઝિલમાં રહેતા સરફરાઝ શેખના પાડોશીઓ તેને રઈસના નામે ઓળખે છે. તેણે જ્યારે ફ્લૅટ ભાડે લીધો એ સમયને યાદ કરતાં તેના પાડોશીઓ જણાવે છે કે તે શૉર્ટ-ટેમ્પર્ડ હતો અને મોટા ભાગે તે મારપીટના જ મૂડમાં રહેતો.

સરફરાઝના પાડોશી રહી ચૂકેલા મેઘરાજ શાહે કહ્યું હતું કે ‘સરફરાઝના માથે ઘણું દેવું હતું. એક વખત તો માત્ર ૮૦૦ રૂપિયા માટે તેણે મને ચોથા માળની બાલ્કનીમાંથી નીચે ફેંકવાની કોશિશ કરી હતી, જોકે સોસાયટીના સભ્યોએ વચ્ચે પડીને મને બચાવી લીધો હતો.’

ત્યાર બાદ સરફરાઝના ભયને કારણે મેઘરાજે પોતાનું રહેઠાણ જ બદલી નાખ્યું હતું.

ઉક્ત ઘટના વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં મેઘરાજે જણાવ્યું હતું કે ‘એક વાર સરફરાઝે મને કોઈ સારા સુથાર વિશે પૂછપરછ કરી હતી. મેં મારા અંકલનું નામ તેને સૂચવ્યું હતું. સરફરાઝ મારા અંકલને તેની બાંધકામની સાઇટ પર લઈ ગયો અને ત્યાં તેમની પાસે કામ કરાવ્યું જેના તેણે ૮૦૦ રૂપિયા ચૂકવવાના હતા, પરંતુ તે નહોતો આપતો. મારા અંકલ વારેઘડીએ મારી પાસે ૮૦૦ રૂપિયા માટે ઉઘરાણી કરતા હતા એટલે મેં તેના રૂમ-મેટ પાસેથી પાસેથી લઈને મારા અંકલને પૈસા આપી દીધા અને તેને કહ્યું કે તે સરફરાઝ પાસેથી આ પૈસા લઈ લે. આ વાતની જાણ થતાં જ ધૂંઆપૂંઆ થતો સરફરાઝ મારું બારણું ખખડાવવા લાગ્યો. મેં બારણું ખોલ્યું કે તરત જ તેણે મારો કૉલર પકડી લીધો કે મૈં તેના પૈસા લેવાની હિંમત જ કેમ કરી. તે મને ઘસડીને બાલ્કની તરફ લઈ ગયો અને મને નીચે નાખવાની કોશિશ કરવા લાગ્યો. જોકે સોસાયટીના અન્ય લોકોએ વચ્ચે પડીને મને બચાવી લીધો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK