ઇતના સન્નાટા ક્યોં હૈ ભાઈ?

દલિતો દ્વારા ગઈ કાલે આપવામાં આવેલા રાજ્યવ્યાપી બંધને કારણે મુંબઈ અને એની આસપાસના વિસ્તારોનું જનજીવન ખોરવાઈ ગયું હતું

bhima1

bhima2

ઠેર-ઠેર રસ્તારોકો અને રેલરોકો આંદોલન કરવામાં આવ્યું હતું. બંધ દરમ્યાન બસો, ટૅક્સીઓ અને રિક્ષાઓ મોટા પ્રમાણમાં બંધ હોવાથી તથા વેપારીઓએ પણ દુકાનો બંધ રાખતાં રસ્તાઓ સૂમસામ દેખાતા હતા અને લોકોએ પણ બહાર નીકળવાનું ટાળ્યું હતું

bhima3

દલિતો દ્વારા ગઈ કાલે રાજ્યવ્યાપી બંધ પાળવામાં આવ્યો હતો, જેને કારણે મુંબઈનું જનજીવન ખોરવાઈ ગયું હતું. આ બંધની અસર ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી પર પણ થઈ હોવાથી અમુક શૂટિંગો અટકી ગયાં હતાં તેમ જ અમુક શૂટિંગો સાવચેતીના પગલારૂપે રદ કરવામાં આવ્યાં હતાં. મુંબઈમાં વિરોધકોએ બસો પર હુમલો કર્યો હતો, લોકલ સર્વિસો રોકી હતી અને શહેરનાં વિવિધ સ્થળોએ રસ્તાઓ પણ બ્લૉક કર્યા હતા. દેશવ્યાપી બંધને કારણે મુંબઈમાં રેલવેની ત્રણે લાઇનો પર અસર થઈ હતી. થાણે અને ગોરેગામ સ્ટેશનો પર વિરોધકો ટ્રૅક પર ઊતરી ગયા હોવાને કારણે રેલવે ખોરવાઈ હતી અને ટ્રેનો સમય કરતાં મોડી દોડી હતી. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન સબર્બમાં દરેક વિસ્તારની દુકાનો બંધ હતી, જેને કારણે મુંબઈભરમાં ચિંતાગ્રસ્ત માહોલ રહ્યો હતો. જોકે સાંજે પાંચ વાગ્યા બાદ વાહનો પણ રસ્તા પર દોડતાં દેખાયાં હતાં અને દુકાનદારોએ દુકાનો ખોલી પોતાનો બિઝનેસ પણ શરૂ કર્યો હતો. મુંબઈ પોલીસે ગઈ કાલે આ સંદર્ભે ૯ કેસ નોંધ્યા છે અને ૧૦૦થી વધુ લોકોની અટક કરી છે. બેસ્ટ દ્વારા ૩૩૭૦ બસમાંથી ૩૨૦૮ બસ રસ્તા પર ઉતારવામાં આવી હતી અને આંદોલનકારીઓએ આમાંથી ૯૦ બસને નુકસાન પહોંચાડ્યું હતું. ચાર બસના તો ડ્રાઇવર પણ જખમી થયા હતા.

bhima4

દલિતોએ ચેમ્બુર, ઘાટકોપર, કામરાજનગર, વિક્રોલી, દિંડોશી, કાંદિવલી, જોગેશ્વરી, કલાનગર અને માહિમ વિસ્તારોમાં વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં. હજારો વિરોધકોએ ગઈ કાલે સવારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે બ્લૉક કરવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસે તેમને હટાવ્યા હતા. શહેર અને સબર્બના વિસ્તારોમાં વિરોધ-પ્રદર્શનને કારણે પોલીસે ટ્રાફિકની સમસ્યા ન થાય એ માટે અનેક સ્થળોએ ડાઇવર્ઝન આપ્યાં હતાં. હાર્બર લાઇનમાં અમુક જગ્યાઓએ પથ્થરમારોના બનાવ પણ બન્યા હતા. હાર્બર લાઇનમાં ગોવંડી, માનખુર્દ, કુર્લા સ્ટેશન પર વિરોધકો ટ્રૅક પર કૂદ્યા હતા જેને કારણે પનવેલ, બેલાપુર અને વાશી તરફનો ટ્રેનવ્યવહાર અમુક કલાકો સુધી ઠપ થઈ ગયો હતો. બાંદરા, ધારાવી, કામરાજનગર, સંતોષનગર, દિંડોશી અને હનુમાનનગર એમ વિવિધ સ્થળોએ મળીને ૧૩ બેસ્ટની બસો ડૅમેજ થઈ હતી. ગઈ કાલના દિવસ દરમ્યાન ડબ્બાવાળાઓએ પણ પોતાની ડબ્બા-સર્વિસ બંધ રાખી હતી.

bhima5

શૂટિંગો બંધ થઈ ગયાં

ઝી ટીવી પર ટેલિકાસ્ટ થતી ‘કુંડલી ભાગ્ય’, ‘ઐસી દીવાનગી દેખી નહીં કહીં’ જેવી સિરિયલોના શૂટિંગ પર અંધેરી ને જોગેશ્વરીના વિસ્તારોમાં અસર થઈ હતી. ‘કુંડલી ભાગ્ય’ સિરિયલના સેટ પર શૂટિંગને મેજર અસર થઈ હતી. ‘કુંડલી ભાગ્ય’ના એક કલાકારે જણાવ્યા પ્રમાણે બધું જ બંધ હતું તેમ જ પથ્થરમારો પણ થયો હતો. કોઈ પણ શૂટિંગ કરી શકે એ સ્થિતિમાં નહોતું. અમે અમારી વૅનિટી વૅનમાં લૉક થઈ ગયા હતા. એ સિવાયની પૉપ્યુલર સિરિયલ ‘પિયા અલબેલા’નું શૂટિંગ ખોરવાઈ જવાને કારણે શૂટિંગનો ટાઇમ સવારે ૯થી રાતે ૯ને બદલે સાંજે પાંચથી વહેલી સવારે પાંચ વાગ્યા સુધીનો કરી દીધો હતો. ‘નામકરણ’, ‘ઇક્યાવન’, ‘રિશ્તો કા ચક્રવ્યૂહ’ જેવી સિરિયલોનાં શૂટિંગ રદ કરવામાં આવ્યાં હતાં. મિથુન ચક્રવતીની ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’નું શૂટિંગ પણ અટકી ગયું હતું. કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ની સૉન્ગ-લૉન્ચ ઇવન્ટ પણ કૅન્સલ કરવામાં આવી હતી.

bhima6

નાશિકમાં સ્કૂલો, કૉલેજો, દુકાનો બંધ

દલિત લીડરોએ પોકારેલા રાજ્યવ્યાપી બંધને પગલે નાશિકમાં પણ સાતપુર, અંબાડ, નાશિક રોડ વિસ્તારના કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ બંધ રાખવામાં આવ્યાં હતાં. સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો અને રિક્ષાઓ પણ રસ્તાઓ પર દોડી નહોતી. ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા અણધારી ઘટનાને ટાળવા માટે પહેલાંથી જ સ્કૂલ-કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. ૨૦૦૦થી વધુ પોલીસ-અધિકારીઓ શહેરમાં તહેનાત હતા. એ સિવાય મનમાડ અને લાસલગાવમાં બંધની અસર જોવા મળી હતી. મનમાડ-લાસલગાવની સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ પર પથ્થરમારો થયો હતો અને વિરોધકોએ બસને સïળગાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસ સમયસર પહોંચી હોવાને કારણે અસફળ રહ્યા હતા.

bhima7

અહમદનગરમાં શાંતિપૂર્વક બંધ પાળવામાં આવ્યો

દલિત લોકોએ આયોજિત કરેલા દેશવ્યાપી બંધની અસર અહમદનગરમાં પણ હતી. જોકે પોલીસે જણાવ્યા પ્રમાણે બપોર સુધી પથ્થરમારો કે હિંસક એવા કોઈ બનાવો નોંધાયા નહોતા. સાવચેતીના પગલારૂપે સ્કૂલ-કૉલેજો બંધ રાખવામાં આવી હતી અને સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો પણ રસ્તા પર દોડી નહોતી. બંધની અસર શ્રીરામપુર, કોપરગાવ, હારેગાવ, ભિન્ગાર, શિવગાવ અને જામખેડ, ર્શિડીમાં પણ જોવા મળી હતી.

bhima8

પુણેમાં બસો પર પથ્થરમારો થયો

પુણેમાં ગઈ કાલે શાંતિપૂર્વક શરૂ થયેલા બંધ બાદ પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો પર પથ્થરમારો થયો હતો અને બસોને ભારે નુકસાન થયું હતું. પુણેમાં મિક્સ રિસ્પૉન્સ જોવા મYયો હતો. અમુક લોકોએ પૂરી રીતે પોતાની દુકાનો બંધ રાખી હતી તેમ જ અમુક લોકોએ દુકાનનાં શટરો અડધાં ખુલ્લાં રાખી બિઝનેસ કર્યો હતો. સુખસાગર નગર અને સિંહગડ રોડ પર બસ પર પથ્થરમારો થયો હોવાના બનાવો બન્યા હતા. મંગળવારથી ગઈ કાલ સવાર સુધી ૧૦થી ૧૨ બસો પર પથ્થરમારો થયો હતો. પોલીસની સૂચનાઓ બાદ બસો દોડાવવામાં આવતી હતી. અમુક પ્રાઇવેટ સ્કૂલો બંધ રાખવામાં આવી હતી. શાકભાજીની સપ્લાય ૨૦ ટકા જેટલી ઓછી રહી હતી. સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી પ્રમાણે ગઈ કાલે આયોજિત માસ્ટર ઑફ ફાર્મસીનું પેપર પોસ્ટપોન કરવામાં આવ્યું હતું. વાતાવરણને હિંસક બનાવવા માટે જવાબદાર હિન્દુત્વના લીડર સંભાજી ભિડે વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

bhima

નાગપુરમાં રસ્તા બ્લૉક કરવા સાથે પથ્થરમારા પણ થયા

ગઈ કાલે સ્કૂલો અને માર્કેટો બંધ રહેવાને કારણે ચોતરફ ટેન્શનવાળો માહોલ હતો. શહેરમાં બે પથ્થરમારાના બનાવો બન્યા હતા જેમાં એક જણ ગંભીર રીતે જખમી થયો હતો. હિન્ગના વિસ્તારમાં વિરોધકોએ રસ્તો બ્લૉક કરી નાખ્યો હતો, જ્યારે અમુક લોકોએ રસ્તા પર ટાયરો પણ સળગાવ્યાં હતાં.

પુણેમાં બસો પર પથ્થરમારો થયો


પુણેમાં ગઈ કાલે શાંતિપૂર્વક શરૂ થયેલા બંધ બાદ પબ્લિક ટ્રાન્સપોર્ટની બસો પર પથ્થરમારો થયો હતો અને બસોને ભારે નુકસાન થયું હતું. પુણેમાં મિક્સ રિસ્પૉન્સ જોવા મYયો હતો. અમુક લોકોએ પૂરી રીતે પોતાની દુકાનો બંધ રાખી હતી તેમ જ અમુક લોકોએ દુકાનનાં શટરો અડધાં ખુલ્લાં રાખી બિઝનેસ કર્યો હતો. સુખસાગર નગર અને સિંહગડ રોડ પર બસ પર પથ્થરમારો થયો હોવાના બનાવો બન્યા હતા. મંગળવારથી ગઈ કાલ સવાર સુધી ૧૦થી ૧૨ બસો પર પથ્થરમારો થયો હતો. પોલીસની સૂચનાઓ બાદ બસો દોડાવવામાં આવતી હતી. અમુક પ્રાઇવેટ સ્કૂલો બંધ રાખવામાં આવી હતી. શાકભાજીની સપ્લાય ૨૦ ટકા જેટલી ઓછી રહી હતી. સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી પ્રમાણે ગઈ કાલે આયોજિત માસ્ટર ઑફ ફાર્મસીનું પેપર પોસ્ટપોન કરવામાં આવ્યું હતું. વાતાવરણને હિંસક બનાવવા માટે જવાબદાર હિન્દુત્વના લીડર સંભાજી ભિડે વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

નાંદેડમાં પોલીસ-લાઠીચાર્જમાં યુવકનું મોત

ભીમા-કોરેગાવ પ્રકરણના વિરોધમાં ગઈ કાલે રાખવામાં આવેલા મહારાષ્ટ્ર બંધ દરમ્યાન નાંદેડના હદગાવ તાલુકામાં એક વિદ્યાર્થીનું પોલીસ-લાઠીચાર્જમાં મોત થયું હતું, જ્યારે વાળકીફાટા ખાતે પથ્થરમારામાં કારમાં જઈ રહેલી નાની બાળકી જખમી થઈ હતી. નાંદેડના હિમાયતનગરમાં પરિસ્થિતિ તંગ બની હોવાથી હદગાવથી રૅપિડ ઍક્શન ર્ફોસની વૅન પસાર થઈ રહી હતી ત્યારે આંદોલનકારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વાહનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો જેને પગલે વાહનમાંથી પોલીસ-જવાનો ઊતર્યા હતા અને તેમણે લાઠીચાર્જ કરતાં ૧૦મા ધોરણમાં ભણતા યોગેશ પ્રહ્લાદ જાધવને ગળા પર લાઠી વાગી હતી તથા તેના નાક અને મોઢામાંથી લોહી વહી રહ્યું હતું. હૉસ્પિટલમાં લઈ જવાતાં તેને મૃત્યુ પામેલો જાહેર કરવામાં આવ્યો હતો.

નાંદેડમાં શિવાજીનગર પોલીસ-સ્ટેશન પરિસરમાં તોફાનીઓએ કરેલા પથ્થરમારામાં ત્રણ પોલીસ-જવાનો જખમી થયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK