આજે મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં મરાઠા બંધ

મરાઠા ક્રાન્તિ મોરચાએ શાંતિપૂર્વક આંદોલન કરવાની કરી હાકલ

mumbai

અત્યાર સુધી મરાઠા આરક્ષણના આંદોલનની ઝાળથી મુક્ત રહેલાં મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘર અને રાયગડમાં આજે બંધનું એલાન કરવામાં આવ્યું છે એવી માહિતી આપતાં મુંબઈ મરાઠા ક્રાન્તિ મોરચાના સમન્વયક વીરેન્દ્ર પવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘આંદોલન દરમ્યાન કોઈ પણ દુર્ઘટના કે હિંસા નહીં થાય. તોડફોડ ન કરવાની અપીલ કાર્યકર્તાઓને કરવામાં આવી છે.’

વીરેન્દ્ર પવારે કહ્યું હતું કે ‘કાકાસાહેબ શિંદે જેવા મરાઠા ક્રાન્તિ મોરચાના સૈનિક બલિદાન આપતા રહેશે તો સંગઠન પાસે કંઈ બચશે નહીં. જે રીતે આ આંદોલન તરફ સરકાર બેદરકારી દાખવી રહી છે એને કારણે રસ્તા પર ઊતરવાનો વારો આવ્યો છે. શાંત મોરચાને ઉગ્ર મોરચો કરનારી સરકાર જ છે. શાંતિથી થનારું આ છેલ્લું આંદોલન છે. આ પછી સરકારે મરાઠા ક્રાન્તિ મોરચાનું આક્રમક સ્વરૂપ જોવું પડશે.’

મરાઠા આરક્ષણ માટે વધુ બેનો આત્મહત્યાનો પ્રયાસ

મરાઠા આરક્ષણ માટે સોમવારે ઔરંગાબાદના કાકાસાહેબ શિંદે નામના યુવકે ગોદાવરી નદીમાં કૂદકો મારી આત્મહત્યા કરી હોવાની ઘટના તાજી જ છે ત્યાં ગઈ કાલે ઔરંગાબાદમાં એક વ્યક્તિએ ઝેરી દવા પીને તેમ જ બીજી વ્યક્તિએ નદીમાં કૂદકો મારીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે બન્નેની હાલત ગંભીર હોવાથી બન્નેને હાલમાં ઔરંગાબાદની હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

મરાઠા ક્રાન્તિ મોરચાએ ગઈ કાલે મહારાષ્ટ્ર બંધનું આહ્વાન કર્યું હતું એને કારણે મરાઠા યુવકોએ ઠેકઠેકાણે આંદોલન કર્યાં હતાં. ગઈ કાલે સવારે સાડાઅગિયાર વાગ્યે કન્નડ તાલુકાના દેવગાવ રંગારીમાં અમુક મરાઠા યુવકોએ નદી પાસે મરાઠા આરક્ષણ માટે જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં. એમાંથી એક ગુડ્ડé સોનાવણેએ બ્રિજ પરથી નદીમાં કૂદકો મારીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં તે ગંભીર જખમી થયો હતો. એ સિવાય પંચાવન વર્ષના જગન્નાથ સોનાવણેએ આરક્ષણ માટે ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

મુખ્ય પ્રધાન માગે માફી

મરાઠા ક્રાન્તિ મોરચાએ પોતાના આંદોલનને રોકવાની શરત જાહેર કરી


મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શાંતિપ્રિય મરાઠા સમાજને તોફાની ઠેરવી ‘તમે છત્રપતિના અનુયાયી નથી જ’ એવું કહ્યું હતું. એને કારણે મરાઠા સમાજનું, મરાઠા ક્રાન્તિ મોરચાનું અપમાન થયું છે. એ માટે મુખ્ય પ્રધાન મરાઠા સમાજની જાહેર માફી માગે નહીં તો રાજ્યમાં વાતાવરણ વધુ બગડે એવી શક્યતા છે એવી ચેતવણી મરાઠા ક્રાન્તિ મોરચાના સમન્વયક અને સંભાજી બ્રિગેડના પ્રદેશાધ્યક્ષ પ્રવીણ ગાયકવાડે ઉચ્ચારી છે. મુખ્ય પ્રધાન જનતાની દિશાભૂલ કરીને બહુજન સમાજ વિભાજિત કરવાની કોશિશ કરી રહ્યા છે એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

આર્થિક, સામાજિક દૃષ્ટિએ પછાત રહેલા મરાઠા સમાજને આરક્ષણ મળે એ માગણી માટે મરાઠા સમાજે ૫૮ મોરચા કાઢ્યા હતા. આ મોરચામાં એક પણ દુર્ઘટના બની નહોતી. આવા શાંતિપ્રિય સમાજ પર મુખ્ય પ્રધાન હિંસક હોવાનો આરોપ કરે છે. મરાઠા આરક્ષણનો મુદ્દો અદાલતમાં હોવાથી રાજ્યમાં ૭૨,૦૦૦ પદની મેગા ભરતીમાં ૧૬ ટકા અનુશેષ રાખવાનું નિવેદન મુખ્ય પ્રધાન કરે છે. એ દ્વારા મરાઠા સમાજ, અધર બૅકવર્ડ ક્લાસ, અનુસૂચિત જાતિ-જનજાતિ વચ્ચે દ્વેષ જન્માનવવાનું ષડ્યંત્ર હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.

મરાઠા કાર્યકર્તાઓને ગુનેગાર ઠેરવવાનો પ્રયત્ન : અશોક ચવાણ

રાજ્યભરમાં લાખોની સંખ્યામાં કોઈ પણ પ્રકારનાં તોફાનો વગર શાંતિથી મોરચો કાઢનારા મરાઠા સમાજના યુવકોને ગુનેગાર સાબિત કરવાનો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો પ્રયત્ન નિરાશાજનક હોવાની ટીકા મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ અધ્યક્ષ અશોક ચવાણે કરી છે. સરકારનો વિરોધ કરનારા બધાને ગુનેગાર સાબિત કરવાનું ષડ્યંત્ર રાજ્યમાં ચાલી રહ્યું છે.  ખેડૂતોએ મોરચો કાઢતાં તેમને પણ નક્સલલવાદી કહ્યા હતા. એલ્ગાર પરિષદને માઓવાદી કહેવાઈ આ સરકારનો કાર્યક્રમ છે એવી ટીકા અશોક ચવાણે કરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK