બુલેટ ટ્રેનની શરૂઆત સુરતથી બીલીમોરા વચ્ચે?

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં જમીન મેળવવાની મુશ્કેલી પડી રહી છે, વડા પ્રધાને આપેલી તારીખે કોઈ પણ સંજોગોમાં શરૂ કરવા રૂટ ઘટાડવાનો વિકલ્પ વિચારવામાં આવી રહ્યો છે

bbullet

રાજેન્દ્ર બી. અકલેકર

મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં જમીન હસ્તગત કરવામાં આવી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતાં પ્રથમ બુલેટ ટ્રેન ૨૦૨૨માં ફક્ત સુરત અને બીલીમોરા વચ્ચે ૫૦ કિલોમીટરના પટ્ટામાં શરૂ થઈ શકે છે. સામાન્ય રીતે ટ્રાયલ-રન લાંબા અંતર માટે હોય છે, પરંતુ જો પરિસ્થિતિ અનુકૂળ નહીં બને તો ટ્રાયલ-રન ટૂંકા અંતર પૂરતો મર્યાદિત રાખવાની ફરજ પડશે.

નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના પ્રવક્તા ધનંજય કુમારે જણાવ્યું હતું કે ‘જો સંબંધિત વ્યવસ્થાઓમાં વિલંબ થાય તો એવા આત્યંતિક સંજોગોમાં ટાÿયલ-રન ટૂંકાવવાની જરૂર પડી શકે. યોજના માટે આવશ્યક જમીનપ્રાãપ્ïતની કાર્યવાહી ૨૦૧૯ના ડિસેમ્બર મહિના સુધીમાં પૂરી થવાની અમને ખાતરી છે. વિલંબની શક્યતાઓ નથી.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સખતાઈપૂર્વક પ્રથમ બુલેટ ટ્રેનને લીલી ઝંડી બતાવવા માટે ૨૦૨૨ની ૧૫ ઑગસ્ટ સુધીની મુદત આપી હતી. પ્રોજેક્ટ સમયસર પૂરો કરવા માટે NHSRCL દિવસ-રાત મહેનત કરે છે, પરંતુ જો એટલા વખતમાં ટ્રાયલ્સ માટે આખું નેટવર્ક ઉપલબ્ધ ન થાય તો પ્રથમ તબક્કારૂપે સુરતથી બીલીમોરા સુધીના પટ્ટામાં ટ્રેન દોડાવવા માટે લીલી ઝંડી આપવામાં આવશે. બુલેટ ટ્રેન એટલું અંતર ૧૫ મિનિટમાં પાર કરશે. ૫૦૮ કિલોમીટરના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન કે હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની ભૂમિકારૂપે ટ્રૅક-અલાઇનમેન્ટમાં અવરોધો હટાવવાનું કામ જુદાં-જુદાં મહત્વનાં સ્થળો ખાતે શરૂ થઈ ચૂક્યું છે.

NHSRCLના ચીફ પ્રોજેક્ટ મૅનેજરે (વડોદરા) જણાવ્યું હતું કે ‘અમે વિવિધ સ્ટેશન્સ પર તૈયારી શરૂ કરી છે. વડોદરા ટ્રેઇનિંગ સેન્ટર ૨૦૧૯-’૨૦ સુધીમાં તૈયાર થશે અને ૨૦૨૨-’૨૩ સુધીમાં લાઇન તૈયાર થશે. સુરત-બીલીમોરા સેક્શનમાં કોઈ વળાંકો નથી અને એ પટ્ટામાં ટ્રૅક્સનું સ્ટ્રેટ અલાઇનમેન્ટ છે. એ પટ્ટામાં કામ કરવામાં એન્જિનિરિંગની કામગીરી કસોટીરૂપ નથી. એ ભાગમાં ઝાઝા અવરોધો નડવાની શક્યતા નથી. પ્રોજેક્ટ માટે જમીન પ્રાપ્ત કરવાની કાર્યવાહી ગુજરાતની સરખામણીમાં મહારાષ્ટ્રમાં ધીમી ચાલે છે. આવાં અનેક કારણોને ધ્યાનમાં રાખતાં બુલેટ ટ્રેનનો પ્રથમ ટ્રાયલ-રન સુરતથી બીલીમોરા વચ્ચે કરવો પડે એવી શક્યતા નકારી ન શકાય.’

વડોદરા સ્ટેશન પર બુલેટ ટ્રેન બ્રિજ ૨૨૦ મીટરનો બાંધવાની યોજના છે. એ બ્રિજ વડોદરા સ્ટેશનની  ઉપર બંધાશે. આ બ્રિજ ફક્ત ઇન્ડિયન રેલવેઝમાં નહીં પણ જૅપનીઝ હાઈ સ્પીડ રેલવેમાં પણ જમીન પર સૌથી લાંબો પટ્ટો (લૉન્ગેસ્ટ સિંગલ સ્પૅન) ગણાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK