મસ્જિદ બંદરમાં એક લાખની નકલી નોટો સાથે યુવકની ધરપકડ

કેરીની સાથે ૨૦૦૦ રૂપિયાની ફેક ચલણી નોટોનું આગમન

notes

સૂરજ ઓઝા

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સોમવારે મસ્જિદ બંદર રેલવે-સ્ટેશન પરથી ૨૦૦૦ રૂપિયાની નકલી નોટોવાળા એક લાખ રૂપિયા સાથે ૨૫ વર્ષના શફીકુલ શેખની ધરપકડ કરી છે. કેરીની સીઝનમાં નકલી કરન્સીનો ઉપયોગ કરનારા પોતાના સાથીદારોને શફીકુલ આ નોટ સપ્લાય કરતો હતો. પોલીસને શંકા છે કે આવું કરતી ગૅન્ગનો આ એક હિસ્સો છે.

પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘મળેલી માહિતીને આધારે પોલીસની ટીમે સોમવારે સાંજે મસ્જિદ બંદરના કાથાબજારમાં આવેલી નરસી નાથા સ્ટ્રીટમાંથી આ યુવકને પકડ્યો હતો. આરોપી કેરીની સીઝનમાં સાનપાડામાં આવેલી ફ્રૂટ-માર્કેટમાં મજૂરીકામ કરે છે અને તે મસ્જિદ બંદર સ્ટેશને ૨૦૦૦ રૂપિયાની ૫૦ નકલી નોટો ડિલિવર કરવા આવ્યો હતો.’

પૂછપરછમાં આરોપીએ કહ્યું હતું કે ‘આ કરન્સી નોટ મારા કઝિન રિન્તુ શેખે મને તેના સાથીદારોને આપવાની સૂચના આપી હતી. વેસ્ટ બંગાળના માલદાના કમલ શેખે તેને આ બનાવટી ચલણી નોટો આપી હતી.’

આરોપી જેને રૂપિયા આપવાનો હતો એ સાથીદારોને પોલીસ શોધી રહી છે.

પોલીસે કહ્યું હતું કે ‘આ સીઝનમાં અનેક લોકો APMC માર્કેટમાં કેરી ખરીદવા આવે છે. કેરીનો ધંધો કૅશમાં થાય છે અને મોટી રકમ ટ્રાન્સફર થાય છે. આવી સ્થિતિનો લાભ લઈને નકલી કરન્સીની હેરાફેરી થાય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy