મુંબઈ બ્લાસ્ટનો આરોપી પચીસ વર્ષે પકડાયો

ફારુખ ટકલા દુબઈથી દિલ્હી ઍરપોર્ટ પર લૅન્ડ થયો કે તરત તેને હિરાસતમાં લેવામાં આવ્યો

blast1

મુંબઈમાં ૧૯૯૩માં થયેલા બૉમ્બ-બ્લાસ્ટના આરોપી અને અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના રાઇટ-હૅન્ડ ગણાતા ફારુખ ટકલાની CBIએ દિલ્હી ઍરપોર્ટ પરથી ધરપકડ કરી છે. તે દુબઈથી આવ્યો ત્યાર બાદ ઍરપોર્ટના ઇમિગ્રેશન કાઉન્ટર પરથી તેને પકડવામાં આવ્યો હતો.

ગઈ કાલે સવારે તેને ઍર ઇન્ડિયાની ફ્લાઇટથી દિલ્હીથી મુંબઈ લાવવામાં આવ્યો હતો અને તેને ટાડા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે ૧૯ માર્ચ સુધી તેને CBI કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. મુંબઈમાં ૧૯૯૩માં થયેલા સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટમાં ૨૫૭ લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે ૭૦૦થી વધુ લોકો જખમી થયા હતા. આ પ્રકરણે ૧૨૯ લોકો વિરુદ્ધ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યા હતા.

blast

ફારુખ ટકલાને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો જમણો હાથ માનવામાં આવે છે. ફારુખ ટકલા વિરુદ્ધ છેતરપિંડી, હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને આતંકી કાવતરાં જેવા અનેક ગંભીર કેસ નોંધાયેલા છે. CBIનું માનવું છે કે ફારુખ ટકલા જ એ વ્યક્તિ છે જેણે મુંબઈમાં બૉમ્બ-બ્લાસ્ટનો પૂરો પ્લાન બનાવ્યો હતો. ફારુખ ટકલાની યોજના પ્રમાણે જ મુંબઈમાં એકસાથે ૧૨ જગ્યાએ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. બ્લાસ્ટ બાદ ફારુખ દુબઈ અને પછી પાકિસ્તાન ભાગી ગયો હતો. એથી ભારત સરકારે ઇન્ટરપોલની મદદ માગી હતી.

એ પછી ઇન્ટરપોલે ૧૯૯૫માં ફારુખ ટકલા વિરુદ્ધ રેડ કૉર્નર નોટિસ જારી કરી હતી. આ નોટિસ રજૂ થયા પછીનાં બાવીસ વર્ષ બાદ ફારુખ ટકલાની ધરપકડ થઈ શકી છે. દુબઈમાં રહેતો ફારુખ સતત ડી-કંપનીના સંપર્કમાં રહ્યો હતો અને ડી-કંપનીનું કામ સંભાળતો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK