શૉકિંગ - મુલુંડમાં બાઇક પર આવેલા બદમાશે કૉલેજિયન છોકરીનો હોઠ કરડી ખાધો

પોલીસે માત્ર ૨૪ કલાકની અંદર આરોપીની ધરપકડ કરી

biker bite


શનિવારે APMC માર્કેટના વેપારી અને મુલુંડના વીણાનગરના રહેવાસીની દીકરીનો વીણાનગરના જ રસ્તા પર એક યુવાને વિનયભંગ કરતાં આ વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. યુવાને યુવતીનો હોઠ કરડી ખાધો હતો. પોલીસે યુવાનના બાઇક-નંબર પરથી તેની ફક્ત ૨૪ કલાકમાં જ ધરપકડ કરી હતી.

આ બનાવની માહિતી આપતાં મુલુંડ પોલીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે બપોરે LBS માર્ગ પર આવેલી એક કૉલેજમાં અભ્યાસ કરતી ટીનેજર કૉલેજથી તેના ઘરે ચાલતી જતી હતી ત્યારે એક યુવાને તેનો બાઇક પર પીછો કર્યો હતો. તેણે વીણાનગરમાં એ ટીનેજરને ઊભી રાખીને હું તારા પપ્પાનો મિત્ર છું, ચાલ તને ઘરે મૂકી જાઉં એમ કહ્યું હતું. ટીનેજરે તેની સાથે જવાનો ઇનકાર કર્યો હતો. યુવાન તેને બળજબરી કરી ત્યાં ઊભી રહેલી એક બસની પાછળ લઈ ગયો હતો. ત્યાર બાદ તેના શરીર સાથે અડપલાં કર્યા હતાં અને તેને કિસ કરીને તેનો હોઠ કરડી ખાધો હતો.’

યુવાન ત્યાર પછી તેની બાઇક પર ભાગી ગયો હતો એમ જણાવતાં પોલીસે કહ્યું હતું કે ‘યુવતી રડતી-રડતી તેના ઘરે ગઈ હતી. તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. થોડી વાર સુધી તેની મમ્મીને વાત કરવાના હોશમાં નહોતી. ત્યાર પછી તેણે તેની મમ્મીને આખી ઘટના કહી હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.’

એક સ્ટોરના CCTV કૅમેરાના ફુટેજમાં યુવાનની બાઇક કેદ થઈ હતી એમ જણાવતાં પોલીસે કહ્યું હતું કે ‘બાઇકના નંબર પરથી અમે ચોવીસ કલાકમાં યુવાન સુધી પહોંચી જવામાં સફળ રહ્યા હતા અને દીપક માને નામના યુવાનની ધરપકડ કરી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy