મા-દીકરી મર્ડર કેસ : મરનાર મહિલા નોકરી અપાવવાના બહાને છોકરીને દેહવ્યવસાય કરાવતી હતી

ટીનેજર સાથે પૈસામાં વાંધો પડતાં તેનાં મમ્મી-પપ્પાએ કર્યું ડબલ મર્ડર

prostitution


થાણેના શીળ ડાયઘર વિસ્તારમાં ગયા અઠવાડિયે થયેલી માતા-પુત્રીની હત્યાના કેસને ઉકેલીને પોલીસે ગુલબર્ગ (કર્ણાટક)માં છુપાયેલા બે મહિલા સહિત ત્રણ જણની ધરપકડ કરી છે. પોલીસને ગેરમાર્ગે દોરવા ઘટનાસ્થળેથી ચોરી કરવામાં આવી હતી, પરંતુ આ ડબલ મર્ડર કેસનું રહસ્ય ચોંકાવનારું છે. પિંપરી ગામમાં ૧૧ વર્ષની દીકરી સાથે રહેતી નાઝિયા સિદ્દીકીની હત્યાનું મૂળ કારણ દેહવ્યવસાય હતું. નાઝિયાએ તેની ફ્રેન્ડ અમીનાની ટીનેજર દીકરી અર્શિયાને પોતાના ઘરે કામ કરવાના બહાને વેશ્યાવૃત્તિમાં ધકેલી હતી અને એમાંથી નાઝિયા રૂપિયા રળતી હતી એને કારણે રોષે ભરાયેલી અર્શિયાએ અજમેરમાં રહેતી તેની મમ્મી અમીના અને પપ્પા અલીઅકબર કાચવાલાને બોલાવીને નાઝિયા અને તેની દીકરી તાનિયાની હત્યાનું કાવતરું ઘડ્યું અને ડબલ મર્ડર કર્યા બાદ તેઓ ફરાર થઈ ગયાં હતાં.

નાઝિયાનું ગળું કાપીને અને તેની દીકરીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ ત્રિપુટીએ તેના ઘરમાંથી દોઢ લાખ રૂપિયાનાં સોનાનાં ઘરેણાં અને ૧૫,૦૦૦ રૂપિયા કૅશ ચોરી લીધાં હતાં એમ જણાવીને શીળ ડાયઘર પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર એ. શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડબલ મર્ડર કેસ ઉકેલવા માટે ચાર ટીમની રચના કરવામાં આવી હતી. નાઝિયાના બિલ્ડિંગના CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં ચોથી નવેમ્બરે છેલ્લી વખત તેના ઘરે કામ કરતી અર્શિયા અન્ય બે જણ સાથે ઘરમાં પ્રવેશી હોવાની જાણ થઈ હતી. એ ઘટના બાદ અર્શિયા પણ ગુમ હતી. શંકાની સોય તેના પર જતાં અમે અર્શિયાને શોધવાનાં ચક્રો ગતિમાન કર્યા હતાં. હત્યા અને ચોરી કર્યા બાદ ત્રિપુટી થાણેથી અમદાવાદ અને ત્યાંથી મધ્ય પ્રદેશના ઇન્દોરથી બસમાં ભોપાલ ગઈ હતી. ભોપાલથી ટ્રેનમાં ગુલબર્ગ (કર્ણાટક) ગયાં અને ત્યાંના રિમોટ એરિયામાં છુપાયાં હતાં. આ ત્રિપુટી જ્યાં રહેતી હતી ત્યાંના CCTV કૅમેરાનાં ફુટેજને તપાસીને ખાતરી કરી લેવામાં આવી હતી. જોકે આખરે ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.’

નાઝિયા અને તેની દીકરીની ક્રૂર હત્યા વિશે અર્શિયાની પૂછપરછ કરવામાં આવી હતી એમ જણાવીને એ. શાહે કહ્યું હતું કે ‘અર્શિયાએ આપેલા નિવેદન મુજબ થાણેમાં રહેતી નાઝિયા અને તેની મમ્મી અમીના વર્ષો પહેલાં મુમ્બ્રામાં રહેતાં હતાં અને બન્ને વચ્ચે મિત્રતા હતી. દરમ્યાન અમીના પરિવાર સાથે અજમેર શિફ્ટ થઈ ગઈ હતી. એક વખત નાઝિયા અજમેર આવી ત્યારે બન્નેની ત્યાં ફરી મુલાકાત થઈ અને અમીનાની પરિસ્થિતિ સારી ન હોવાથી તેની દીકરી અર્શિયાને નોકરી અપાવવાના બહાને તે થાણે લઈ આવી હતી. ત્રણ મહિના પોતાના ઘરમાં અર્શિયાને રાખીને નાઝિયાએ તેની પાસે દેહવ્યવસાય કરાવ્યો હતો. લાગ મળતાં અર્શિયાએ તેનાં મમ્મી-પપ્પાને આ બાબતે ફોન કરીને જાણ કરી એટલે તેનાં મમ્મી-પપ્પા થાણે આવ્યાં. પોતાની દીકરી સાથે છેતરપિંડી કરી હોવાથી એનું વેર વાળવા બન્નેએ નાઝિયા અને તેની દીકરીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું. નાઝિયાનો પતિ દુબઈ હતો એટલે ઘરમાં તે પુત્રી સાથે એકલી રહેતી હોવાની તેમને જાણ હતી. યોજના ઘડ્યા મુજબ માતા-પુત્રીની હત્યા કરીને તેઓ ફરાર થઈ ગયાં હતાં. અર્શિયાએ આપેલા નિવેદનમાં કેટલું તથ્ય છે એની તપાસ કરવામાં આવશે અને ચોરી માટે હત્યા કરી હોવાની શંકાને પણ નકારી ન શકાય. પોલીસ આ બન્ને ઍન્ગલથી ઝીણવટભરી તપાસ કરશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy