PVRમાં MNSએ કરી ધમાલ

મલ્ટિપ્લેક્સમાં બહારનો ખાદ્ય પદાર્થ લઈ જવા માટે આંદોલન કરી રહેલા કાર્યકર્તાઓને પોલીસે જ પાછા કાઢ્યા

MNS

પહેલી ઑગસ્ટથી મલ્ટિપ્લેક્સમાં બહારનો ખાદ્ય પદાર્થ લઈ જવાની છૂટ આપવામાં આવશે એવી સરકારની જાહેરાત બાદ આ નિયમને અમલમાં મૂકવામાં આવ્યો છે કે નહીં એની પ્રત્યક્ષ ખાતરી કરવા જતાં MNSના કાર્યકર્તાઓએ ધમાલ મચાવી હતી. મલ્ટિપ્લેક્સના માલિક અને MNSના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી ઉગ્ર દલીલમાં મધ્યસ્થી કરવા પહોંચેલી પોલીસ સાથે પણ કાર્યકર્તાઓ ઝઘડી પડ્યા હતા.

લોઅર પરેલના ફીનિક્સ મૉલના PVRમાં ગઈ કાલે બપોરે ૨.૪૦ વાગ્યાનો શો જોવા માટે MNSના કેટલાક કાર્યકર્તા પોતાની સાથે બહારથી ખાદ્ય પદાર્થ લઈને પહોંચ્યા હતા. ત્યારે બહારનો ખાદ્ય પદાર્થ અંદર લઈ જવાની તેમને મનાઈ કરવામાં આવી હતી અને ઝઘડાની શરૂઆત થઈ હતી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં MNSના કાર્યકર્તાઓ સરકારના નિર્ણયનું અપમાન મલ્ટિપ્લેક્સ દ્વારા થઈ રહ્યું છે એમ જણાવીને બીજી તરફ સરકાર આવા નિર્ણય લઈને પ્રજાને ઉલ્લુ બનાવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિધાનસભામાં પ્રધાન દ્વારા બોલાયેલા શબ્દોનું હકીકતમાં શા માટે પાલન નથી થઈ રહ્યું એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. પોતે કાયદેસર ટિકિટ લઈને આવ્યા હોવાનો પણ ઉલ્લેખ તેમણે કર્યો હતો. મલ્ટિપ્લેક્સના માલિક તેમ જ પોલીસ સાથે MNSના કાર્યકર્તાઓની ઉશ્કેરણીજનક દલીલબાજી વિડિયોમાં જોવા મળી હતી.

સરકાર દ્વારા હજી સુધી મલ્ટિપ્લેક્સમાં બહારથી ખાદ્ય પદાર્થ લઈ જઈ શકાશે એવો સક્યુર્લર અમને મળ્યો નથી એમ જણાવીને NM જોશી માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પંડિત થોરાતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મલ્ટિપ્લેક્સમાં થયેલા હંગામાને કન્ટ્રોલ કરવા માટે ટીમ સાથે અમે ત્યાં પહોંચ્યા હતા. MNSના કાર્યકર્તાઓની દલીલ હતી કે વિધાનસભામાં જાહેરાત કરવામાં આવવા છતાં શા માટે બહારનો ખાદ્ય પદાર્થ લાવવા દેતા નથી. અમે તેમને વિનંતી કરીને સમજાવ્યા હતા કે જ્યાં સુધી સરકાર દ્વારા લેખિતમાં સક્યુર્લર પસાર કરવામાં નહીં આવે ત્યાહ સુધી નવા નિયમનો અમલ શક્ય નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK