ગણેશોત્સવની ગાઇડલાઇન્સના વિરોધમાં MNSએ BMCની ઑફિસમાં કરી તોડફોડ

ગણેશમંડળની સમસ્યા લઈને ગયા હતા અને ઉકેલ ન આપ્યો તો અસિસ્ટન્ટ કમિશનરની ટેબલ-ખુરસી પર ઉતાર્યો ગુસ્સો

મમતા પડિયા

ગણેશોત્સવની ઉજવણીમાં મંડપ બાંધવાથી લઈને વિસર્જન સુધીની પ્રક્રિયામાં લાદવામાં આવેલા આકરા નિયમો બાબતે BMCના અસિસ્ટન્ટ કમિશનરની ઑફિસમાં ગિરગામચા રાજા ગણેશમંડળ તરફથી રજૂઆત કરવા ગયેલા MNSના કાર્યકર્તાઓએ ધમાલ મચાવીને તોડફોડ કરી હતી. આ સંદર્ભે પોલીસે MNSના ૧૬ કાર્યકર્તાની ધરપકડ કરી હતી. જોકે કોર્ટમાંથી જામીન મળતાં તેમને છોડવામાં આવ્યા હતા.

ગણેશોત્સવ માટે તૈયાર કરાયેલા કડક નિયમના પગલે MNS અને શિવસેનાના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હતો. MNSના કાર્યકર્તાઓએ D વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર વિશ્વાસ મોટેની ખુરસી ઑફિસની બહાર કાઢી હતી એટલું જ નહીં, ખુરસી પર હાર ચડાવ્યો હતો અને ઑફિસમાં તોડફોડ કરી હતી. ગિરગામચા રાજાનો ગણેશમંડપ તોડવા માટે BMCના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. નોટિસ વિના કાર્યવાહીનો મંડપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. કડક ઑનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, મંડપની બાજુમાં દસ ફુટની જગ્યા છોડવી, ફાયર-બ્રિગેડ, ટ્રાફિક-પોલીસ, સ્થાનિક પોલીસની પરવાનગી જેવા આકરા નિયમોના મુદ્દે MNSના કાર્યકર્તાઓ વિશ્વાસ મોટેની ઑફિસમાં ચર્ચાવિચારણા કરવા માટે પહોંચ્યા હતા પરંતુ ધમાલ મચાવી હતી.

ગણેશમંડપ બાબતે BMCના અસિસ્ટન્ટ કમિશનરની ઑફિસમાં મીટિંગ થઈ હતી એમ જણાવીને ગામદેવી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગોકુલસિંહ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગિરગામચા રાજા ગણેશોત્સવ માટે લાદવામાં આવેલા નિયમો MNSના કાર્યકર્તાઓને આકરા લાગ્યા હતા. એથી મીટિંગ ગોઠવવામાં આવી હતી, પરંતુ એમાં ઉકેલ ન આવતાં મામલો ગંભીર બન્યો હતો. MNSના ઉશ્કેરાયેલા કાર્યકર્તાઓએ ધમાલ મચાવીને તોડફોડ કરી હતી. આ મામલે ૧૬ જણની ધરપકડ કરવામાં આવી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK