લોકલ ટ્રેનમાં રિટર્ન થનારા પૅસેન્જરો પર MNSની તવાઈ

ઉલ્હાસનગર અને વિઠ્ઠલવાડીના પ્રવાસીઓને અંબરનાથ સ્ટેશને ઉતારી દેવામાં આવ્યા

MNS

લોકલ ટ્રેનમાં ભારે ભીડ થતી હોવાથી અનેક પ્રવાસીઓ CSMT જવા માટે ઉલ્હાસનગર અને વિઠ્ઠલવાડીથી રિટર્ન થઈને બેસીને આવે છે. પરિણામે અંબરનાથથી ચડનારા પ્રવાસીઓને લોકલમાં બેસવાની જગ્યા મળતી ન હોવાથી રિટર્ન પ્રવાસ કરનારા પ્રવાસીઓ સામે ગઈ કાલે MNSએ આંદોલન કર્યું હતું અને સવારે MNSના ૫૦થી ૬૦ કાર્યકરોએ અંબરનાથ રેલવે-સ્ટેશન પર આવેલી લોકલમાંથી આવા રિટર્ન પ્રવાસ કરતા પ્રવાસીઓને નીચે ઉતાર્યા હતા અને અંબરનાથના પ્રવાસીઓને બેસવા જગ્યા કરી આપી હતી. આને લીધે રેલવે-સ્ટેશન પર થોડો સમય માટે તણાવગ્રસ્ત વાતાવરણ રહ્યું હતું.

અંબરનાથથી રિટર્ન થનારા ઉલ્હાસનગર અને વિઠ્ઠલવાડીના પ્રવાસીઓનું ગ્રુપ હોય છે અને પોતાના સાથીદારો માટે પણ જગ્યા રોકીને બેસે છે તથા બીજા પ્રવાસીઓને બેસવા દેતા નથી. એ પછી ટ્રેન શરૂ થયા બાદ પત્તા રમવા જેવી ઍક્ટિવિટીઓ ચાલે છે. આ સંદર્ભની ફરિયાદ મYયા બાદ MNSએ અંબરનાથમાં રેલવેના સંબંધિત અધિકારીઓ પાસે આ બાબતની ફરિયાદ કરી હતી. એ પછી રિટર્ન આવતા પ્રવાસીઓ વિરુદ્ધ રેલવેએ ૨-૩ દિવસ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી બંધ થયા બાદ પરિસ્થિતિ ફરી એવીને એવી થઈ હોવાથી MNSના કાર્યકરોએ ગઈ કાલે સવારે અંબરનાથ સ્ટેશન પર આંદોલન કર્યું હતું. આ બનાવ બાદ MNSના આંદોલનકર્તાઓને તાબામાં લઈ તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK