ઇન્સ્ટાગ્રામ પર છોકરીનો વિનયભંગ કરનારો યુવક પકડાયો

મીઠીબાઈ કૉલેજનો સ્ટુડન્ટ દર્શ સત્રા બ્લૉક થયા બાદ નવું ઈ-મેઇલ અકાઉન્ટ બનાવી ફરી પરેશાન કરતો : છ મહિનામાં તેણે ૧૫ ફેક અકાઉન્ટ બનાવ્યાં
ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવીને થાણેના નૌપાડા વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષની યુવતીનો વિનયભંગ કરવાના આરોપસર થાણેની નૌપાડા પોલીસે મીઠીબાઈ કૉલેજના ૨૧ વર્ષના વિદ્યાર્થી દર્શ સત્રાની ધરપકડ કરી છે. આ સંદર્ભે સાઇબર પોલીસને ફરિયાદ મળતાં એણે કરેલી તપાસમાં આરોપી ટ્રેસ થયો હતો. પોલીસે જણાવ્યા પ્રમાણે પીડિત ટીનેજરની છ મહિના કરતાં વધુ સમયથી સતામણી કરવામાં આવતી હતી. એ પછી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી દર્શ સત્રા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર યુવતીની સતામણી અને વિનયભંગ કરતો હતો. આ પ્રકારની સતામણીને કારણે આ ટીનેજર તેના અકાઉન્ટ બ્લૉક કરી દેતી હતી તો દર્શ સત્રા નવું ઈ-મેઇલ અકાઉન્ટ બનાવતો હતો અને ફરી એ જ રીતે ટીનેજરને હેરાન કરતો હતો. આમ તેણે પંદરથી વધુ વખત નવા ફેક ઈ-મેઇલ ઍડ્રેસ બનાવી અકાઉન્ટ બદલ્યાં હતાં.

યુવતીનો વિનયભંગ કરનારો રિક્ષા-ડ્રાઇવર બે મહિને પકડાયો

મહિલા પૅસેન્જરને ‘સારી દેખાય છે’ એમ કહી અડપલાં કરીને તેનો વિનયભંગ કરનારા દિંડોશીના ૨૩ વર્ષના રિક્ષા-ડ્રાઇવર ટીપુ શેખ ઉર્ફે‍ ટીપુ સુલતાનને મંગળવારે પોલીસે પકડી પાડ્યો છે. તેને કોર્ટમાં રજૂ કરતાં ૧૬ ડિસેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે ‘જોગેશ્વરીમાં રહેતી યુવતી ૨૦ ઑક્ટોબરે બપોરે બાર વાગ્યે ફિયાન્સેને મળવા જોગેશ્વરી રેલવે-સ્ટેશન તરફ ચાલીને જઈ રહી હતી. ત્યારે તેણે રસ્તાની બાજુમાં આરોપીની પાર્ક કરેલી રિક્ષા જોઈ હતી. યુવતી ત્યાંથી જઈ રહી હતી ત્યારે આરોપીએ તેને ઑટોમાં સ્ટેશન છોડવા પૂછ્યું હતું. ત્યારે જલદી સ્ટેશન પહોંચવાના ઇરાદે યુવતીએ રિક્ષામાં જવાનું નક્કી કર્યું હતું. રસ્તામાં આરોપીએ તેને સારી દેખાતી હોવાનું કહ્યું હતું અને અડપલાં કર્યા હતાં. ત્યારે યુવતીએ બૂમાબૂમ કરી હતી અને રિક્ષા ઊભી રાખવા કહ્યું હતું. તેણે પોતાના ફિયાન્સેને ફોન પણ કર્યો હતો, પરંતુ ત્યાં સુધી આરોપી નાસી ગયો હતો. એથી યુવતીએ આંબોલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’

પોલીસની તપાસ દરમ્યાન ખબર પડી હતી કે આરોપી યુવતી સાથે ફેસબુક પર ફ્રેન્ડ્લી હતો. ઘટનાસ્થળના CCTV કૅમેરાના ફુટેજના આધારે પોલીસે આરોપીને તેના ઘરેથી પકડી પાડ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy