પાર્કિંગ-લૉટમાં જ થયું ગુજરાતી બૅન્કરનું મર્ડર

૨૦ વર્ષના યુવાને પૈસાની લાલચમાં આવીને લીધી સોપારી

missing

પ્રીતિ ખુમાણ ઠાકુર, અનુરાગ કાંબળે, સૂરજ ઓઝા, અનામિકા ઘરત

મલબાર હિલમાં રિજ અપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતા HDFC બૅન્કના ૩૯ વર્ષના ગુજરાતી વાઇસ-પ્રેસિડન્ટ સિદ્ધાર્થ સંઘવી બુધવારે રાતે પોતાની ઑફિસ પાસેથી ગુમ થયા બાદ કેસની તપાસ કરતાં તેમની હત્યા ઈષ્ર્યાને કારણે કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસે આ કેસમાં એક શંકાસ્પદ આરોપી સરફરાઝ શેખની ધરપકડ કરી હતી. બીજી તરફ ગઈ કાલે મોડી રાતે સિદ્ધાર્થ સંઘવીની ડેડ-બૉડી કલ્યાણના હાજી મલંગના જંગલમાંથી મળી હોવાના અહેવાલ મળ્યા હતા જેને પગલે પોલીસની ટીમ આઇડેન્ટિફિકેશન માટે રવાના થઈ હતી.

પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી ત્યારે CCTV કૅમેરાનાં ફુટેજ જોયાં હતાં. આ ફુટેજમાં સિદ્ધાર્થ સંઘવી બુધવારે રાતે પોતાની લોઅર પરેલમાં કમલા મિલ્સ કપાઉન્ડમાં આવેલી ઑફિસથી નીકળતા દેખાયો હતા. સિદ્ધાર્થ સંઘવી કમલા મિલ્સના પાર્કિંગ-લૉટમાં જ્યાં તેમની કાર પાર્ક કરી હતી ત્યાં ચાલીને જતા હતા. એથી પોલીસે તપાસમાં પાર્કિંગ-લૉટ પર વધુ ધ્યાન આપીને ઊંડી તપાસ કરી હતી. જાણવા મળતી માહિતી મુજબ આરોપીએ પાર્કિંગ-લૉટમાં જ મર્ડર કર્યું હતું.

ગુમ થયેલા સિદ્ધાર્થ સંઘવીના કેસમાં તપાસ કરીને પોલીસે ૨૦ વર્ષના સરફરાઝ સહિત ચાર લોકોને શંકાના આધારે અટકાયતમાં લીધા હતા. સરફરાઝ કાર જ્યાં છોડવામાં આવી હતી ત્યાંથી નજીક જ નવી મુંબઈમાં રહેતો હોવાથી તેના પરની શંકા દૃઢ બની હતી. પહેલાં તેણે પોલીસને ગેરમાર્ગે‍ દોરવાનો પ્રયાસ કરતાં કહ્યું હતું કે તેણે સિદ્ધાર્થને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો અને સિદ્ધાર્થે‍ પ્રતિકાર કરતાં તેને મારી નાખ્યો હતો, પરંતુ પોલીસે આકરી પૂછપરછ કરી ત્યારે તે યોગ્ય ઘટનાક્રમ ગોઠવી શક્યો નહોતો અને ખોટું બોલી રહ્યો હોવાનું પોલીસને લાગ્યું હતું. વધુ આકરી પૂછપરછમાં હત્યા કરવા માટે સિદ્ધાર્થની બૅન્કની જ વ્યક્તિએ સુપારી આપી હોવાનું તેણે કહ્યું હતું અને હાજી મલંગના જંગલમાં ડેડ-બૉડી ફેંકવામાં પણ મદદ કરી હોવાનું સ્વીકાર્યું હતું. ત્યાર બાદ સિદ્ધાર્થની કાર નવી મુંબઈમાં છોડી દીધી હતી.

સરફરાઝે કરેલા દાવાને પગલે સિદ્ધાર્થની ડેડ-બૉડીને શોધવા પોલીસની એક ટીમ ગઈ કાલે મોડી રાતે કલ્યાણ રવાના થઈ ગઈ હતી. હાજી મલંગમાં કોહવાઈ ગયેલી એક ડેડ-બૉડી મળી હતી, પરંતુ મુંબઈ પોલીસે એ ડેડ-બૉડી સિદ્ધાર્થની જ હોવાનું કન્ફર્મ કર્યું નહોતું. તેમણે એ વિશે પૂછપરછ ચાલી રહી હોવાનું જ કહ્યું હતું. પકડાયેલા આરોપી પાસેથી મુખ્ય આરોપી વિશેની માહિતી પણ પોલીસ મેળવી રહી હોવાનું જણાયું છે. બુધવારથી જ સિદ્ધાર્થ હેમખેમ ઘરે પાછો આવી જાય એની સતત પ્રાર્થના કરતા પરિવારજનોને રવિવારે સિદ્ધાર્થની હત્યાના આઘાતજનક સમાચાર આપવામાં આવ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK