મરાઠી ગર્લ માટે મિડ-ડેનો રિપોર્ટ બન્યો મદદગાર

ટ્રેન-એક્સિડન્ટમાં બન્ને પગ ગુમાવનારી રુનાલી મોરેને મળી આર્થિક સહાય : સંસદસભ્ય કિરીટ સોમૈયા અને રાજ્યના પ્રધાન એકનાથ શિંદે પણ આવ્યા તેની વહારે

runali1

મમતા પડિયા

ખૂબ જ નાના અને ગરીબ કુટુંબની રુનાલી મોરે ઘરની પરિસ્થિતિ બદલવા અને ઉચ્ચ અભ્યાસ કરીને ડૉક્ટર બનવાના સપનાને પૂરું કરવા માટે નીકળી હતી, પરંતુ ૧૪ ઑગસ્ટે એક કમનસીબ રેલવે-અકસ્માતમાં બન્ને પગ ગુમાવી બેઠી હતી. આ પરિવારની સ્થિતિ અને રુનાલી પર આવેલી આફત વિશેનો અહેવાલ ‘મિડ-ડે’માં છપાયા બાદ અનેક વાચકો, રાજ્યના પ્રધાન અને સંસદસભ્યે પણ રુનાલી તરફ મદદનો હાથ લંબાવ્યો છે. રુનાલી ફરી પગભર થઈ શકે એ માટે સ્થાનિક સંસદસભ્ય કિરીટ સોમૈયા કૃત્રિમ પગની વ્યવસ્થા કરવાની સાથે આવા પગ સાથે જીવી રહેલા લોકોની મુલાકાત કરાવીને માનસિક રીતે સજ્જ કરવાનું પણ કામ કરી રહ્યા છે અને જાહેર બાંધકામ ખાતાના પ્રધાન એકનાથ શિંદે પરિવારને બધી રીતે મદદ કરવા તૈયાર થયા છે, જ્યારે બીજી તરફ રુનાલી પગભર થયા બાદ આગળના અભ્યાસમાં તેને કોઈ અડચણ ન આવે એ માટે દસમાનો વિદ્યાર્થી મદદ કરી રહ્યો છે અને આ પરિવાર માટે ઝવેરી બજારના ગુજરાતી અને જૈન ભાઈઓએ મળીને ૧.૯૦ લાખ રૂપિયા જમા કર્યા છે. ૧૫ દિવસ સુધી થાણેની સ્પર્શ હૉસ્પિટલમાં સારવાર બાદ આજે રુનાલી પોતાના ઘરે પાછી ફરી રહી છે, જ્યારે તેના કૃત્રિમ પગ બે મહિનામાં તૈયાર થઈ જશે.

પહેલી વખત એકલી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા નીકળેલી રુનાલીને સહપ્રવાસીનો ધક્કો લાગ્યો અને તે ટ્રૅક પર પડી ગઈ હતી. ઍક્સિડન્ટમાં પગ ગુમાવનારી રુનાલીના અકાઉન્ટમાં એક લાખથી વધુ રૂપિયા ડાયરેક્ટ જમા થઈ ગયા છે અને બીજી પણ ઘણી મદદ મળી છે એમ જણાવીને રુનાલીના કાકા નૈનેશ ભાલેરાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રુનાલીનાં મમ્મી અને પપ્પા ઘરનો સામાન્ય ખર્ચ કાઢવા માટે દિવસ-રાત મહેનત કરે છે એવામાં અચાનક રુનાલીના અકસ્માતરૂપે આવેલી આફતે પરિવારને હચમચાવી દીધો હતો. ‘મિડ-ડે’માં આવેલા રિપોર્ટ બાદ દાતાઓએ મદદ આપીને અમારા આ કપરા સમયને સાચવી લીધો હતો. ‘મિડ-ડે’ને ધન્યવાદ આપવા માટે અમારી પાસે શબ્દો નથી, જાણે શબ્દો જ ખૂટી ગયા છે એમ કહીએ તો ચાલે. અમે મરાઠી છીએ, પરંતુ પહેલી વખત અહેવાલ એક ગુજરાતી ન્યુઝપેપરમાં છપાયો અને મદદ મળવાની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ અંગ્રેજી અને મરાઠી ન્યુઝપેપરે રુનાલીના અકસ્માતની નોંધ લીધી હતી.’

૧૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયાના ચેક રુનાલીના અકાઉન્ટમાં દાતાઓએ જમા કરાવ્યા હતા એમ જણાવીને નૈનેશે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘એ ઉપરાંત સાઉથ મુંબઈની બી. ડી. સોમાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ટેન્થમાં ભણતા અહાન સેને ક્રાઉડ-ફન્ડિંગ દ્વારા ૧,૩૭,૦૦૦ રૂપિયા રુનાલીના એજ્યુકેશન માટે જમા કર્યા છે. રુનાલીની સ્કૂલે તેની સારવાર માટે ૨૫,૦૦૦ રૂપિયા આપ્યા હતા. રાજસ્થાનના ભિનમાલ ગામના અને ઝવેરી બજારના જ્વેલર ભરત જૈને પોતે અને ગામના લોકો પાસેથી મળીને ૧.૯૦ લાખ રૂપિયા રુનાલીના એજ્યુકેશન માટે જમા કર્યા હતા એટલું જ નહીં, ભરત જૈનની દીકરી મહિમાએ પણ પોતાનાં પોકેટ-મની રુનાલીની સારવાર માટે આપી દીધાં હતાં. એ ઉપરાંત થાણેની એક કંપનીએ ૫૦,૦૦૦ રૂપિયાનો ચેક હૉસ્પિટલના નામે રુનાલીને આપ્યો હતો.’

runali more

રુનાલી માટે ચારે તરફથી મદદના હાથ આગળ વધી રહ્યા છે.

ઍક્સિડન્ટમાં પગ ગુમાવનારી રુનાલીની સારવારની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. રુનાલી માટે આર્ટિફિશ્યલ પગ બેસાડવાની જવાબદારી અમે લીધી છે અને એની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જે કંપનીમાંથી પગ બનાવવાના છે તેઓ આવીને તેના પગનું માપ લઈ ગયા છે અને બે મહિનામાં તેના કૃત્રિમ પગ તૈયાર થઈને આવી જશે. હજી રુનાલીના પગની પ્લાસ્ટિક સર્જરી બાકી છે તેમ જ ઈજા રુઝાતાં સમય જશે. દરમ્યાન રેલવેમાંથી તેમ જ અન્ય પાસેથી મદદ મળી શકે એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. રુનાલીને માનસિક રીતે સ્ટ્રૉન્ગ બનાવવા માટે તેનું કાઉન્સેલિંગ શરૂ કર્યું છે. રેલવે-અકસ્માતગ્રસ્ત લોકો જે અત્યારે આર્ટિફિશ્યલ પગ વડે ઊભા છે અને પગભર થઈને સફળ થયા છે તેમની મુલાકાત રુનાલી સાથે કરાવીએ છીએ, જેથી તેના આત્મવિશ્વાસમાં વધારો થાય.

- કિરીટ સોમૈયા, સંસદસભ્ય


રુનાલી મોરે અને તેના પરિવારની પાછળ અમે અડગ ઊભા રહીશું. રુનાલી માત્ર ચાલી જ નહીં, ભવિષ્યમાં દોડી શકશે એવી અપેક્ષા સાથે અમે તેને અને તેના પરિવારને મદદ કરીશું. રુનાલીના પરિવારની પડખે ઊભા રહેવું એ સમાજની જવાબદારી છે.

- એકનાથ શિંદે, જાહેર બાંધકામ ખાતાના પ્રધાન અને થાણે જિલ્લાના પાલકપ્રધાન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK