ઔરંગાબાદ અને પુણેમાં મરાઠાઓ હિંસક બન્યા

મુંબઈ અને નવી મુંબઈમાં શાંતિપૂર્વક બંધ પાળવામાં આવ્યો

maratha

મરાઠા ક્રાન્તિ મોરચાએ ગઈ કાલે ક્રાન્તિ દિને મહારાષ્ટ્ર બંધની હાકલ કરીને રાજ્યભરમાં આંદોલન કર્યું હતું. એમાંથી મુંબઈ, નવી મુંબઈ અને થાણેને બાકાત રાખવામાં આવ્યાં હતાં. એથી મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં બંધની વધુ અસર થઈ નહોતી; પરંતુ આ રાજ્યવ્યાપી બંધમાં પુણે અને ઔરંગાબાદમાં મરાઠા આંદોલકો વીફર્યા હતા અને બસો તથા ટાયરો સળગાવીને આંદોલન તીવþ કર્યું હતું. એને પરિણામે આ બે શહેરોમાં વાતાવરણ તનાવગ્રસ્ત રહ્યું હતું. રાજ્યવ્યાપી બંધને કારણે રાજ્યભરમાં ઠેકઠેકાણે ભારે પોલીસ-બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ચાલી રહેલા આંદોલન દરમ્યાન મૃત્યુ પામનારા આંદોલનકારીઓને એક મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને નૅશનલ ઍન્થમ ગાવામાં આવી હતી.

પુણેમાં આંદોલન હિંસક

ગઈ કાલે પુણેમાં મરાઠાઓનું આંદોલન હિંસક બન્યું હતું. પુણેમાં સવારે ૧૦ વાગ્યે શ્રી શિવાજી પ્રિપરેટરી મિલિટરી સ્કૂલમાં છત્રપતિ શિવાજી મહારાજના સ્ટૅચ્યુ પર પુષ્પહાર અર્પણ કરીને જિલ્લાધિકારીની ઑફિસ સુધી ટૂ-વ્હીલર પર રૅલી કાઢવામાં આવી હતી. એમાં ૪૦૦૦થી ૫૦૦૦ વિરોધકો હતા. રોષે ભરાયેલા આંદોલકોએ ‘જય ભવાની, જય શિવાજી’, ‘એક મરાઠા, લાખ મરાઠા’, ‘જય જિજાઉ, જય શિવરાય’ જેવી નારાબાજી કરીને નરેન્દ્ર મોદી અને દેવેન્દ્ર ફડણવીસ સરકારનો વિરોધ દર્શાવ્યો હતો. બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ મોરચાના શિષ્ટમંડળના જિલ્લાધિકારી નવલ કિશોર રામે વિવિધ માગણીઓનું નિવેદન આપ્યું હતું. નિવેદન આપ્યા બાદ પણ આંદોલનકર્તાઓએ જિલ્લાધિકારીની ઑફિસમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે ઑફિસના એન્ટ્રસ પાસે દરવાજાના પિલર પર ચડીને વિરોધ કર્યો હતો તેમ જ બહારથી ચંપલ અને પ્લાસ્ટિકની બાટલીઓ પણ ફેંકી હતી અને પ્રાંગણમાં લાઇટો અને બ્લબ ડૅમેજ કર્યાં હતાં. ઑફિસના સિક્યૉરિટી ગાર્ડની કૅબિનમાં પક્ષ તેમણે તોડફોડ પણ કરી હતી. એને કારણે પરિસર તનાવગ્રસ્ત બનતાં મોટા પ્રમાણમાં પોલીસ-બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો. પુણેમાં બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એમાં ચાર બસને ભારે નુકસાન થયું હતું.

સ્કૂલોમાં રજા

મુંબઈ, થાણે અને નવી મુંબઈને બંધમાંથી બાકાત રાખવામાં આવ્યાં હોવા છતાં કોઈ અણધારી ઘટના ન બને એ હેતુથી સાવચેતીનાં પગલાંરૂપે મુંબઈ અને થાણેની અનેક સ્કૂલોમાં રજાઓ જાહેર કરવામાં આવતાં ગઈ કાલે સ્કૂલો બંધ રહી હતી. એમાં મુખ્યત્વે સાંતાક્રુઝ, ગોરેગામ, ભાંડુપ, દાદર, ભાયખલાની સ્કૂલોનો સમાવેશ છે. થોડા દિવસ પહેલાં જ એજ્યુકેશન મિનિસ્ટર વિનોદ તાવડેએ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સ્કૂલો માટે રજા જાહેર કરી હતી. એથી અમુક સ્કૂલોના પ્રિન્સિપલોએ સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

maratha1

મરાઠા આરક્ષણ આંદોલન વિરુદ્ધ કોર્ટમાં અરજી

મરાઠા આરક્ષણ આંદોલન વિરુદ્ધ મુંબઈ હાઈ કોર્ટમાં દ્વારકાનાથ પાટીલ નામના કાર્યકર્તાએ અરજી ફાઇલ કરી છે. અરજીમાં તેમણે હિંસક આંદોલન રોકવામાં આવે અને સાર્વજનિક માલમતાનું નુકસાન કરવા બાબતે ભરપાઈ વસૂલ કરવાનો નિર્દેશ આપવામાં આવે એવી વિનંતી કરી છે. મરાઠા આરક્ષણ માટે થઈ રહેલા હિંસક આંદોલન પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી માગણી પણ અરજીમાં તેમણે કરી છે.

મરાઠા સમાજ દ્વારા કરવામાં આવી રહેલી આરક્ષણની માગણી યોગ્ય છે, પરંતુ એ માટે થઈ રહેલું હિંસક આંદોલન યોગ્ય નથી. ગઈ કાલના મહારાષ્ટ્ર બંધ દરમ્યાન રાજ્યમાં પુણે અને ઔરંગાબાદમાં આંદોલન હિંસક બન્યું હતું. આ બાબત ગંભીર હોવાનું અરજીમાં કહ્યું છે.

મરાઠાઓની શું છે માગણી?

મરાઠા સમાજને આરક્ષણ આપો, આરક્ષણ જાહેર થાય ત્યાં સુધી મેગા ભરતી સ્થગિત કરો, કોપર્ડી રેપ-હત્યા પ્રકરણના આરોપીઓને ફાંસીની સજા આપો. આ મુખ્ય માગણીઓ મરાઠાઓની છે. એમાંથી મેગા ભરતી સ્થગિત કરવાની જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પાંચ ઑગસ્ટે કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK